Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Drama


3  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Drama


સફળતા - એક મિશન

સફળતા - એક મિશન

3 mins 430 3 mins 430

રોજની જેમ મસ્તમૌલા આદિત્ય ના ફોન માં 5:00 વાગ્યાનો અલાર્મ વાગ્યો. પણ રાત્રિ મિત્રો સાથે કરેલા ઉજાગરાના કારણે ફરી અલાર્મ બંધ કરી સૂઈ ગયો. બે કલાક પછી આદિત્યના મમ્મી નિતાબેન એ જોરથી બૂમ મારી 'આદિ કોલેજના પહેલા જ દિવસે લેટ જવું સારું નથી બેટા 'ઉઠ'.


જાણે મમ્મીના જ હુકમની રાહ જોતો હોય તેમ આદિ આળશ ખંખેરીને ઊભો થયો. ફ્રેશ થઈને પોતાના કોઈક નવા જ અનુભવો કરવા માટે નીકળી પડ્યો, મનમાં એક ઉમળકો હતો કોલેજમાં આવી જવાનો તો બીજી તરફ પોતાના સપના થકી દુનિયા જીતી લેવાની ચાહના પણ!

આદિત્યનું બસ એક જ સપનું છે. તેને એવું યાન બનાવવું છે જેનાં થકી 'મંગળગ્રહ' ઉપર માનવી પહોંચી શકે. બસ આ જ સપનાને સાકાર કરવા માટે તેને એરોસ્પેસ એન્જીનીયરીંગમાં આઇઆઈટી ગાંધીનગર ખાતે એડમિશન લીધું. જેમાં તેના પરિવારનો તેને પૂરતો સહકાર પણ મળી રહ્યો હતો. આજ આદિત્યના કોલેજનો પ્રથમ દિવસ હતો.તેને પૂરેપૂરો એહસાસ હતો કે પોતાના સપનાં તરફ તેનું પહેલું ડગ મંડાઈ ગયું છે. કોલેજના પ્રાંગણમાં પહોંચી તે કોલેજને જાણે કોઈ સ્વર્ગ સુંદરી હોય તેમ નિહાળી રહ્યો હતો.


આજે આદિત્યના ચહેરા પર અલગ જ તેજ ઝરતું દેખાઈ રહ્યું હતું.બ્લેક ટી-શર્ટ અને ડેનીમની જીન્સમાં સજજ એક 19 વર્ષે નો યુવાન પોતાના તેજથી સર્વેનું ધ્યાન પોતાની તરફ દોરી રહ્યો હતો. કદાચ આ તેજ એટલે હશે કેમકે તેને પોતાના સપનાં તરફ નો માર્ગ દેખાઈ રહ્યો હતો. આદિને એકલતા ક્યારેય ગમતી નહોતી. પણ ઉંચા મેરિટના કારણે તેના કોઈ પણ મિત્રને આઈઆઈટી માં એડમિશન મળ્યું નહીં. એટલે હવે કોઈ નવા વિશ્વાસુ મિત્રની આદિત્યને જરૂર હતી.


ત્યાંજ એક અજાણ્યો અવાજ સંભળાયો "એક્સ્ક્યુઝ મી, શું તમેં મનેં કેહશો,આ એરોસ્પેસ ડિપાર્ટમેંટ કઈ બાજુ છે?"


આદિએ અવાજની દિશામાં નજર ફેરવી, ત્યાં એક સિમ્પલ પંજાબી ડ્રેસમાં એક યુવતી ઉભી હતી. આ યુવતી એટલે 'નિધિ'. કુદરતે કાંઈક અલગતા આ યુવતીમાં પણ આપી હતી. ચહેરા પર કોઈજ મેકઅપ નહીં, ખાલી આંખો મહીં કાજલ બીજો કોઈજ જાતનો શણગાર નથી, પણ છતાં તેના ચહેરાના તેજ એ ' આદિત્યને ' મંત્રમુગ્ધ કરી મૂક્યો હતો.


આદિત્યના મનમાં નિધિને જોઈ કાંઈક શબ્દો સ્ફૂર્યા,

"આંખો મહીં કાજલ ઝરે,સાગરની ગેહરાઈ આંખોમાં તરે!

 ડૂબાયો છું જો આ સાગરમાં,તો હવે કિનારા ક્યાંથી જડે!"

ત્યાંજ 'નિધિ' ફરીથી બોલી "હેલો, ક્યાં ખોવાઈ ગયા!"

આદિત્ય પોતાને સંભાળતા, "અહીં જ સામેની તરફ છે."

નિધિ - "ઓકે થેન્ક યુ".

આદિત્ય - "લાગે છે, તમારો પણ પહેલો દિવસ છે કોલેજમાં."

નિધિ - (મનમાં ગણ-ગણ્યું, કેવો પાગલ છે, ડિપાર્ટમેંટ ક્યાં છે એવું કોણ પૂછે? નવાં હોય, તો જ ને.) મનને સંભાળી જવાબ આપ્યો,

"હા પહેલો દિવસ છે."


આદિત્ય - "બાય ધ વે, મારું નામ આદિત્ય છે અને મારો પણ આજે પ્રથમ દિવસ છે કોલેજમાં."

આટલું કહી આદિત્યએ નિધિ તરફ હાથ લંબાવ્યો.

નિધિ - 'હેન્ડશેક' કરતા " મારું નામ નિધિ ભાવસાર છે. "

"તમેં કઈ ફિલ્ડ છો?"

આદિત્ય - (એક મીઠા સ્મિત સાથે) "જી એરોસ્પેસ એન્જિનિયરિંગ માં જ"

નિધિ - "ઓહ, ખૂબ સરસ. તો ચાલો ક્લાસ બાજુ જઈએ".

આદિત્ય અને નિધિ વાતો કરતા કરતા ક્લાસ રૂમ તરફ આગળ વધે છે.


******

કહેવાય છે કે જે કોલેજ કે સ્કૂલના પ્રથમ દિવસે મળે છે તે જીવનભર મિત્ર રહે છે.

તો શું આદિત્ય અને નિધિ સારા મિત્રો બનશે?

કે મિત્રતા કરતા કાંઈક વધારે?

શું કરશે આદિત્ય પોતાનું સપનું પૂરું કરવા માટે?

શું નિધિનું પણ કોઈ ખાસ સપનું છે?

આ તમામ સવાલો ના જવાબ જાણવા માટે વાંચતા રહો, "સફળતા - એક મિશન"Rate this content
Log in

More gujarati story from પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Similar gujarati story from Drama