STORYMIRROR

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Drama

2  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Drama

આત્મહત્યા

આત્મહત્યા

1 min
547


ખેત મજૂરી કરી જીવન ગુજારી રહેલ ધીરજભાઈ દિવસ ભર માં મજૂરી કરીને 200rs કમાય છે.પોતાના નાના પરિવાર સાથે નાના-નાના સપનાઓ લઈને ધીરજભાઈ આગળ વધી રહ્યા હતા. એમની ખુશીઓ નો ખજાનો એટલે એમનો 20 વર્ષનો યુવાન પુત્ર 'જીગર'.પૈસે ટકે સુખી ના હોવા છતાં તેમને સમાજમાં સારી માન મર્યાદા ઉભી કરી હતી.


પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ અર્થે સારી કોલેજમાં મૂકીને તેઓ સમાજ માં એક મિશાલ બનીને ઉભરી રહ્યા હતા.

પણ ત્યાંજ, કાંઈક અણધાર્યા તોફાનો એ આ સામાન્ય પરિવારના જીવનમાં ટકોર કરી, ને બસ પછી શું! બધું જ બદલાઈ ગયું.


આ તોફાન એટલે તેમના 20 વર્ષ ના યુવાન પુત્ર જીગરને પ્રેમમાં મળેલી માત. જેનાં કારણે આજે હૉસ્પિટલના બાક્ડા પર બેઠા-બેઠા ધીરજભાઈ, પોતાના બંને ખાલી પડેલા ખિસ્સામાં હાથ નાખીને અશ્રુ ભરેલી નજરે, મૃત્યુ સામે લડી રહેલા પોતાના વ્હાલસોયા પુત્રને જોઈ રહ્યા છે.

છેલ્લા 24 દિવસમાં 'જીગર' નો આ બીજો આત્મહત્યાનો નાકામ પ્રયાસ હતો.


Rate this content
Log in