Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Inspirational Thriller


3  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Inspirational Thriller


સફળતા - એક મિશન (ભાગ 2)

સફળતા - એક મિશન (ભાગ 2)

4 mins 582 4 mins 582

(અહીં રજૂ કરેલ ક્લાસરૂમ, લેબનો શણગાર તથા વાર્તાના પાત્રો કાલ્પનિક છે.)


આપણે જોયું કે આદિત્ય અને નિધિ કોલેજના પેહલા દિવસે મળ્યા છે, અને પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસરૂમમાં પ્રવેશ કરતાજ દિવાલ ઉપર, યુરી ગાગ્રીન, સુનિતા વિલિયમ્સ, ટાઈકો બ્રેહ , જોહનેસ કેપ્લર, રાકેશ શર્મા વગેરેના પોસ્ટર અને તેઓ એ ખેડેલી અવકાશી મિશનની જાણકારી લગાવેલી નજરે પડે છે. ઈસરો અને નાસાને લગતા તથ્યો પણ ત્યાં જોવા મળે છે.


આજે કોલેજનો પેહલો દિવસ હતો, એટલે એરોસ્પેસ ડિપાર્ટમેંટના પ્રોફેસર મી. પ્રફુલ શુક્લા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય અને એરોસ્પેસ ઈજનેરીમાં પ્રવેશનું કારણ આપવા જણાવે છે. મોટાભાગના વિદ્યાર્થીનો જવાબ સમાનજ હતો કે ઇસરોમાં જોબ મળી શકે એ હેતુંથી એરોસ્પેસમાં એડમિશન લીધું છે. પણ ત્યાંજ એક વિદ્યાર્થી એ એવું કારણ આપ્યું કે હાજર બધાજ લોકોની નજર એની તરફ ફરી. પ્રોફેસર પણ એકદમ સ્તબ્ધ થઈ ગયા, એનું નામ હતું 'એડૅન', જે નામનો અર્થેજ છે 'જન્મેલો અગ્નિ'.


નામ જેવાજ એના ગુણ, અગ્નિ જેવા જવ્લનશીલતાનું તેજ એના ચેહરા ઉપર તરી આવી રહ્યું હતું. જ્યારે પ્રોફેસર એ 'એડેન' એરોસ્પેસમાં એડમિશનનું કારણ પૂછ્યું, ત્યારે એને જવાબ આપ્યો કે તે મંગળની ધરતી પર રહેલ કાર્બનડાયઓક્સઇડનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા માંગે છે.


પ્રોફેસર શુક્લા:- (પેહલા થોડું હસ્યા પછી આશ્ચર્ય સાથે પૂછ્યું) "પણ તું પેહલા મંગળ ઉપર પોહચે કઈ રીતે ?"

એડેન:- (ઉત્સાહ સાથે) "સર, એજ જાણવા માટે એડમિશન લીધું છે."


ફક્ત 3 વ્યક્તિને બાદ કરતાં આંખો ક્લાસ એડેનની ઉપર હસે છે. આ ત્રણ વ્યક્તિ એટલે નિધિ, આદિત્ય અને એડેન પોતે. નિધિ અને આદિત્ય એક બીજાના સપનાઓ વિશે નથી જાણતા હોતા. પણ અનાયાસે બંનેનું સપનું મંગળ ગ્રહ પર પોહચવાંનું જ હોય છે. એટલે બંને એડેનના જુસ્સાને જોઈ કોલેજના પેહલા જ દિવસે 'એડેન' ને પોતાના સાથી તરીકે રાખવાંનું મનોમન નક્કી કરી લે છે.


હવે નિધિ પોતાનો પરિચય આપે છે અને પ્રોફેસર નિધિને પણ આ ફીલ્ડમાં આવાંનું કારણ પૂછે છે,

નિધિ :- "સર, મારે મંગળ ગ્રહ ઉપર સૌથી પેહલા ત્રિરંગો લેહરાવવો છે અને મારું માનવું છે કે ત્યાં પણ કોઈક તો રેહતું જ હશે, તો મારે ત્યાંના માનવ જીવન અસ્તિત્વ વિશે જાણવું છે."


આટલું સાંભળી પ્રોફેસર શુક્લા એ બોલ્યા,

પ્રોફેસર શુક્લા:- "ઘણુંજ અઘરું છે મંગળ પર માનવીનું પોહચવું !, તો તમેં તમારું આ સપનું પૂરું કેવી રીતે કરશો ?"

નિધિ:-" સર લાસ્ટ બે વર્ષ (રિસર્ચ પેપર બતાવતાં) રિસર્ચ કરું છું "

પ્રોફેસર શુક્લા:-" તો પણ રસ્તો ઘણો લાંબો અને કઠીન છે."

નિધિ :- "હા, જાણું છું, સર, "પર બેહતી નદી, રાસ્તો મેં મિલતે પહાડોસે કભી નહીં પૂછતી કે સમંદર કિતના દૂર હૈ !,વો તો પહાડો કો ચીરતી નિકલ હી જાતિ હૈ."

આ સાંભળી સૌથી પેહલા આદિત્ય એ તાળી પાડી. નિધિ એ મીઠા સ્મિત સાથે આદિત્યનો આભાર માન્યો. હવે આદિત્ય એકજ બાકી રહ્યો હતો,


એટલે સર તેને કાંઈ પૂછે એ પેહલાજ તે ઊભો થઈ બોલવા લાગ્યો,

આદિત્ય :-" સર, એડેન અને નિધિ એ જે કહ્યું બસ એજ મારું પણ સપનું છે. અસ્તુ"


પ્રોફેસર શુક્લા આ યુવાઓનો જુસ્સો જોઈ પ્રભાવિત થઈ ગયા. તેઓ વારંવાર (અંતરીક્ષ) ગેલેક્ષીના ફોટોને જોઈને, હસી રહ્યા હતા. કદાચ તેમને ભારતનો ત્રિરંગો ત્યાં લેહરાશે એવો આભાસ થઈ રહ્યો હતો.

પ્રોફેસર શુક્લા :-" ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર, કાલથી આપણા લેક્ચર્સ અને લેબ શરૂ થશે."

ત્યાંજ 'બ્રેક' પડે છે, જેવી 'બ્રેક' પડે છે કે તરત જ મંગળ ગ્રહના ચાહકો એકબીજાને મળવા દોડી જાય છે. એડેન, નિધિ અને આદિત્ય મળીને પોતાના અત્યાર સુધીના રિસર્ચની કહાની એકબીજાને જણાવે છે. આ બધા વચ્ચે આદિ વારંવાર નિધિની આંખોમાં પણ ડૂબકી લગાવી આવે છે. જેનો નિધિ કોઈ પ્રતિઉત્તર નથી આપતી.


"આંખો - આંખોમાં વાતો ઘણી થાય છે,

સપનાની દોળ છે,ક્યાંથી એમાં ડુબાય છે."


જાણે નિધિની આંખો આવાજ કાંઈક જવાબો આપી રહી હતી. એડેન પોતાની રિસર્ચ વિશે જણાવી રહ્યો હતો, ત્યારે એને 'હેન્સી' નામના રોબોટની વાત કરી જે તેના દ્વારા બનાવવામાં આવ્યો છે. આ રોબોટની ખાસિયત એ હતી કે કોઈ પણ ભાષા બોલી શકતો હતો. 'હેન્સી' કોઈ પણના મગજમાં પોતાને સ્થિર કરી તેની ભાષા અને વિચારો જાણી લેતો અને પછી એ પ્રમાણે વ્યક્તિ સાથે વાત કરતો. તે કમ્પ્યુટર ચલાવી શકતો સાથે સાથે કોઈ પણ મશીનના પ્રોગ્રામને પોતાની અંદર સમાવી શકવાની ક્ષમતા ધરાવતો હતો.


નિધિ અને આદિત્યને, હેન્સી વિશે જાણી એને જોવાની ભરપૂર ઇચ્છા થઈ એટલે બંને એક સાથેજ બોલી ઉઠ્યા,

"એડેન, શું આપને કોઈ તકલીફ ના હોય તો, હેન્સીને મળી શકીએ ?"

એડેન :- "અરે, કેમ નહી ! હવે આપણું લક્ષ્ય એક જ છે, તો સાથેજ કામ કરીશુંને."

આદિત્ય :- "થેન્ક યૂ મિત્ર"

હવે રવિવાર એ મળવાનું નક્કી થાય છે, નિધિ અને આદિત્ય પાસે પણ ઘણું જ મહત્વનું રિસર્ચ છે, એવું 'એડેન' ને જણાવે છે.


Rate this content
Log in

More gujarati story from પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Similar gujarati story from Inspirational