આત્મહત્યા
આત્મહત્યા


ખેત મજૂરી કરી જીવન ગુજારી રહેલ ધીરજભાઈ દિવસ ભરમાં મજૂરી કરીને 200રૂપિયા કમાય છે. પોતાના નાના પરિવાર સાથે નાના-નાના સપનાઓ લઈને ધીરજભાઈ આગળ વધી રહ્યા હતા. એમની ખુશીઓનો ખજાનો એટલે એમનો 20 વર્ષનો યુવાન પુત્ર 'જીગર'. પૈસે ટકે સુખી ના હોવા છતાં તેમને સમાજમાં સારી માન મર્યાદા ઉભી કરી હતી.
પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ અર્થે સારી કોલેજમાં મૂકીને તેઓ સમાજમાં એક મિશાલ બનીને ઉભરી રહ્યા હતા.
પણ ત્યાંજ, કાંઈક અણધાર્યા તોફાનો એ આ સામાન્ય પરિવારના જીવનમાં ટકોર કરી, ને બસ પછી શું! બધું જ બદલાઈ ગયું.
આ તોફાન એટલે તેમના 20 વર્ષ ના યુવાન પુત્ર જીગરને પ્રેમમાં મળેલી માત. જેનાં કારણે આજે હૉસ્પિટલના બાક્ડા પર બેઠા-બેઠા ધીરજભાઈ, પોતાના બંને ખાલી પડેલા ખિસ્સામાં હાથ નાખીને અશ્રુ ભરેલી નજરે, મ્રુત્યુ સામે લડી રહેલા પોતાના વ્હાલસોયા પુત્રને જોઈ રહ્યા છે. છેલ્લા 24 દિવસમાં 'જીગર' નો આ બીજો આત્મહત્યાનો નાકામ પ્રયાસ હતો.