સિંહને હાર્ટ એટેક
સિંહને હાર્ટ એટેક
એક જંગલ હતું. એક વાર સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું.
મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ત્યાંથી ચાલી નીકળ્યો. સિંહના મનમાં તીવ્ર દુ:ખા હતું. મારાથી એક માતા અને તેના નિર્દોષ બાળક... સિંહ આચાનક જ ઢળી પડે છે. જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફર મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો.
