Pravinkant Shashtri

Crime Others Thriller

3  

Pravinkant Shashtri

Crime Others Thriller

“શ્વેતા” પ્રકરણ ૨૪

“શ્વેતા” પ્રકરણ ૨૪

11 mins
457


લગભગ વીસ મિનિટ પછી સેલફોન જાગ્યો.

"શ્વેતા, બેટી ધ્યાનથી સાંભળ. મેં નૉવાર્કની ફ્લાઈટ બુક કરાવી છે. પરમ દિવસે હું અમેરિકા આવી પહોંચીશ. આ દરમ્યાન એક કલાક પછી મારા એક ફ્રેન્ડ માઈકલ અને એની વાઈફ સુઝન, તારા ડોકટરને ત્યાં તને લેવા આવશે. માઈક આપણો અમેરિકા ખાતેનો એજન્ટ છે. હસબન્ડ વાઈફ બન્ને આનંદી સ્વભાવના છે. નવા બિઝનેશ કોન્ટ્રાક્ટ અંગે મિટિંગ માટે બે દિવસ જવું પડે એમ છે એમ ડોકટરને ત્યાં જણાવીને એમને ત્યાંથી નીકળી જજે. વધારે ખુલાસો કરવાની જરૂર નથી. ત્યાં ઈસલિન પાસે વુડ એવેન્યુ પર હિલ્ટનમાં મેં રૂમ બુક કરાવવાનું માઈને કહ્યું છે. હું આવું ત્યાંસૂધી એમની સાથે હોટલમાં રહેજે. મારે મારી રીતે એ ડોકટરની મમ્મીને મળવું છે. નજીકમાં જ ઈન્ડિયન બજાર છે. તને ફરવાની મજા આવશે.”

બે દિવસ સુઝન તને કંપની આપશે. પછી તો હું આવી રહીશ.

શ્વેતાને એના બાપુજીના શીઘ્રનિર્ણય શક્તિનો પરિચય તો હતો જ. એને સમજાયું નહિ કે એમણે એને ડોકટરના ઘરમાંથી નીકળી જવાનું કેમ કહ્યું! એ જાતે પણ પહેલી ફ્લાઈટથી અહિ આવી રહ્યા છે. એણે પુછ્યું "..પણ બાપુજી તમે એકદમ કેમ દોડાદોડી કરો છો. હું જ ત્યાં આવું છું."

"ના બેટી, મારે એ સોનાલીબેનને મળવું છે. પછી આપણે સાથે ઈન્ડિયા પાછા આવીશું. યુ ટૅઇક કેર. આઈ વિલ સી યુ સુન.”

શ્વેતાએ પોતાની વસ્તુઓ સંકેલવા માંડી. બેગ તૈયાર થઈ ગઈ. આદિત્યને ફોન કર્યો પણ તેનો સેલફોન સ્વિચ્ડ ઓફ હતો. તે નીચે બેઝમૅન્ટમાં સોનાલીબેનના રૂમમાં ગઈ. સોનાલી બેન સિતાર પર કેદારની ધુન પર જાણીતું ભજન 'દરશન દો ઘનશ્યામ' વગાડતા હતા. આંખોમાંથી ગંગા જમના વહેતી હતી હતી. શ્વેતા એની સામે પલાંઠી વાળી બેસી ગઈ. એ સંગીતના સૂરોમાં ખોવાઈ ગઈ. શ્વેતાને માટે એ હૃદયસ્પર્શી સંગીત હતું. સોનાલીબેન માટે એ જાગૃત થયેલો ભૂતકાળ હતો. ભૂતકાળ ભસ્મિભૂત ન્હોતો થયો. માત્ર દફનાવાયો હતો. એ દફનાવેલો ભૂતકાળ શ્વેતાએ સજીવ કર્યો હતો. સિતાર દ્વારા એ ભૂતકાળના સુંદરલાલ સાથેના સમાગમની સ્મૃતિઓ’ કેદાર રૂપ ધરીને વહેતી હતી. કેદારનો આલાપ અને આ ભજનની ગતના, સુંદરલાલ ચાહક હતા. વારંવાર એકનું એક ભજન સાંભળતા. સુંદરલાલ અને સુવર્ણાબેને આપેલી ભેટ તેની બાહોંમાં હતી. હૈયા સાથે ચંપાયલી હતી. સામે મંત્રમુગ્ધ થઈને સુંદરલાલની દીકરી શ્વેતા, સોનાલીબેનની સામે બેઠી હતી. સોનાલી, શ્વેતાના ચહેરામાં સુવર્ણા અને સુંદરલાલને શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરતા હતા. એમણે હળવેથી વાદ્ય નીચે મુક્યું.

'માસી!.... બાપુજીનો ફોન હતો. મારે અમારા એજન્ટ અંકલ માઈક સાથે એક કોન્ટ્રાક્ટ માટે કદાચ આજે રાત્રે શિકાગો જવાનું થશે. ઈમ્પોર્ટન અને બહુ મોટું ડિલ છે. હમણાં જ થોડીવારમાં માઈક અંકલ આવી પહોંચશે. મેં આદિત્યને ફોન કર્યો હતો પણ એનો ફોન સ્વિચ ઓફ હતો.’

'બેટી! આદિત્યને કહ્યા વગર તો કેમ જવાય? તું અમારાથી અજાણી વ્યક્તિ સાથે જાય તો અમને ચિંતા રહે. તું અને નિકુળ તો રાજુભાઈએ અમને સોંપેલી અમાનત કહેવાય.'

'માસી, તમારો પ્રેમ આ ચિંતા કરાવે છે. પણ ચિંતાનું કારણ નથી. માઈક અમારા એજંટ છે. બાપુજી એમને વર્ષોથી ઓળખે છે. જરા પણ ચિંતા કરવા જેવું નથી. કદાચ બાપુજીને પણ શિકાગો આવવું પડે. ખરેખરતો મારી ઈચ્છા નિકુળની સર્જરી વખતે હાજર રહેવાની હતી પણ બાપુજીનો ફોન આવ્યો એટલે જવું જ પડશે. હું ફોન કરતી રહીશ.'

શ્વેતાને વધુ કહેવું ન પડ્યું. માઈક અંકલનો ફોન આવ્યો. 'વી આર ફાઈવ મિનિટ અવે ફ્રોમ ડૉકટર આદિત્યસ રેસિડન્સ. પ્લીઝ ગેટ રેડી.

અને બેઝમેન્ટમાંથી ઉપર આવે તે પહેલાતો ડોરબઝર ગાજ્યું.

માઈકલે બે હાથ જોડી સોનાલીને નમસ્કાર કરી એની ઓળખાણ આપી. "આઈ એમ માઈકલ, એન્ડ ધીસ ઈઝ માઈ વાઈફ સુઝન. આઈ એમ ફ્રેન્ડ એન્ડ એજંટ ઓફ મિ. શેઠ ફોર મેની યર્સ. ટુમોરો, વી હેવ ઇમ્પોરટન્ટ્ મિટિંગ ટુ એટેઇન ઈન શિકાગો. ટુનાઈટ વી હેવ મિટિંગ વીથ અવર એટર્ની. સુંદર શેઠ સજેસ્ટેડ મી ટુ પીક અપ શ્વેતા મૅડમ. આઈ એપોલોઝાઈસ ફોર શોર્ટ નૉટિસ."

શ્વેતાએ માઈકલને પહેલી વખત જ જોયા હતા પણ સરળતાથી વર્ષોથી ઓળખતી હોય એવું વર્તન રાખ્યું.

સોનાલીબેનને પણ અંદાજ આવ્યો કે સુંદરલાલ હવે અંધેરીની ચાલીમાં રહેતા, શેરબ્રોકરના નોકરિયાત નથી રહ્યા. મોટા બિઝનેશમેન બની ગયા હોવા જોઈએ. કદાચ રાજુભાઈના પિતા કરતાં પણ મોટા. એને સોનાલી કોણ તે પણ કદાચ યાદ નહિ હોય. આમ પણ પુરુષો આવી વાતો યાદ રાખતા નથી. ધનિક થયા પછી પુરુષોના જીવનમાં કેટલીયે સોનાલીઓ આવતી હશે.

શ્વેતા, માઈક અને સુઝન સાથે હિલ્ટન પર આવી પહોંચી. એડજોઈનિંગ બે રૂમ હતા. એક રૂમ શ્વેતાને માટે અને એક રૂમ શેઠજીને માટે બુક કરાવ્યો હતો. શેઠજીના રૂમમાં શેઠજી આવે ત્યાં સુધી માઈક અને સુ રોકાવાના હતા. માઈકે શ્વેતાને કહ્યું. તારો ફોન શેઠજી આવે ત્યાં સુધી સ્વિચ ઓફ કરી દે. એણે શ્વેતાને બીજો ફોન આપ્યો. જરૂર પડે આ ફોન વાપરજે. શ્વેતાએ માઈકના કહેવા પ્રમાણે ફોન બંધ કર્યો.

બાપુજી કેમ દોડીને આવે છે. જેમણે આટલી કાળજી રાખી તે કુટુંબને અંધારામાં રાખીને ચાલ્યા આવવાનું શ્વેતાને યોગ્ય ન લાગ્યું. ન રૂચ્યું. ખોટું જ કહેવાય. શું બાપુજી, આદિત્યના મમ્મીને ઓળખતા હશે?.. બે વચ્ચે કોઈ જૂની અદાવત હશે? નામ સાંભળ્યા પછી જ સોનાલીબેનનું વર્તન બદલાયું હતું. બાપુજીએ પણ આદિત્યને બદલે એનાથી ચડિયાતા સો ડૉકટરની લાઈન લગાવવાનું કહ્યું હતું. શ્વેતાએ મન મનાવ્યુ. હશે, વચમાં માત્ર એક જ દિવસ છેને? બાપુજી આવશે એટલે ખબર પડશે.

હિલટનમાં સેટ થયા પછી માઈક અને સુ સાથે કારમાં ઓક ટ્રી સ્ટ્રીટ પર ચક્કર લગાવ્યું. શ્વેતાને નાનું ઈન્ડિયા ગમ્યું. ભારતના બજારમાં જ ફરતી હોય એવું અનુભવ્યું.

'મેડમ, યુ મસ્ટ બી હંગ્રી. વુડ યુ લાઈક ટુ ગો સમવેર ફોર ડિનર?'

'સ્યોર. આઈ વુડ લવ ટુ. વન મોર રિક્વેસ્ટ. પ્લીઝ કોલ મી ઓન્લી શ્વેતા. નો મોર મેડમ. એન્ડ ઈફ યુ ડોન્ટ માઈન્ડ આઈ વી કોલ યુ માઈકઅંકલ.. આઈ નો, હિયર ઈન અમેરિકા પિપલ સે, અંકલમાઈક. ઈન ઈન્ડિયા વી સે માઈકાંકલ. વોટ યુ પ્રિફર?

'ઓહ માય ચાઈલ્ડ! યુ આર સો સ્વિટ...કોલ મી એનીથીંગ. શેઠજી ઈઝ લકી ટુ હેવ યુ ઈન હીઝ ફેમિલી. આઈ એમ વેરી સોરી યુ લોસ્ટ સુવર્ણામેડમ એન્ડ અક્ષય શેઠ'

‘ચાલો અંકલ હવે ફુડની વાત કરીયે. મને ક્યાં લઈ જશો?’

‘આ ઓક ટ્રી રોડ પર ઘણી ફાસ્ટફુડ રેસ્ટોરાન્ટસ છે. હું ઈન્ડિયામાં ઘણું રખડ્યો છું. અહિ સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે પણ મારી દૃષ્ટિએ અહિ એક પણ જગ્યા એવી નથી કે જેને ફાઈન ડાઈનર કહી શકાય. એનવાયરમેન્ટ, હાઈજીન્સ અને સર્વિસ કોઈ તમારા ગામડાના રેલ્વે સ્ટેશન પરની ચાલુ રેસ્ટોરાન્ટ કરતા ચઢે એમ નથી. આમ છતાં શેઠજી આવે છે ત્યારે ટેસ્ટ્થી ખાય છે. આતો મારો અંગત અભિપ્રાય છે. અહિ એક સરસ હોટલ છે. રોયલ આલબર્ટ પેલેસ. ફુડની ક્વોલિટી તો તું જ સમજી શકે પણ ફાઈન કુઝિનનુ વાતાવરણ અને સર્વિસ સારી છે એમ કહી શકું….. જવું છે?’

‘અંકલ હું તો ઈન્ડિયામાં જન્મી અને ત્યાં જ મોટી થઈ. બધી જ વાતે ટેવાયલી છું. તમને અનુકૂળ આવે ત્યાં જઈશું.’

‘તેમણે આલ્બર્ટ પેલેસમાં ડિનર લીધું. ડિનર પછી પોતપોતાના રૂમમાં જતાં પહેલા હિલ્ટનની લોન્જમાં બેસીને વાતો કરતાં કરતાં શ્વેતાએ માઈક અંકલના બિઝનેશ અનુભવનો સારો જેવો લાભ લીધો. માત્ર બિઝનેશ અંગેની વાત જ થઈ’

બીજે દિવસે સવારે નિકુળની સર્જરી હતી. એણે આદિત્યને ફોન કરવાનો વિચાર કર્યો પણ બાપુજીએ કોઈ ખાસ હેતુથી કોઈનો પણ સંપર્ક સાધવાની ના કહી હતી. આખો દિવસ એણે માઈકઅંકલ અને સુ આન્ટી સાથે વોલ સ્ટ્રીટમાં જુદા જુદા બ્રોકરોને મળવામાં ગાળ્યો. એને ઘણું શિખવા મળ્યું.

બીજી સવારે નૉવાર્ક એરપોર્ટ પર શેઠજીનું પ્લેન લેન્ડ થયું ત્યારે એમને રિસિવ કરવા શ્વેતા, માઈકલ અને સુઝન હાજર હતા. શેઠજીને જોતાં જ શ્વેતા એમને નાની બાળકીની જેમ વળગી પડી. શેઠજીના હૃદય સાથે ચંપાયલી રહી. માઈક અને સુઝન એ ભાવભર્યા મિલનને સાનંદાશ્ચર્યથી નિહાળતા રહ્યા. સસરા અને પુત્રવધૂની આવી લાગણી અને હેત એમના સમાજમાં દુર્લભ હતા.

બધા હિલ્ટન પર પહૉચ્યા. મેનેજરની નજર શેઠજી પર પડી. દોડીને સીધો એમની પાસે આવ્યો.

‘હલ્લો મિ.શેઠ. આઈ ડિડ નોટ નો ધેટ યુ આર કમીંગ ટુ ડે. આઈ વોઝ ઓન વૅકેશન. લેટ મી સી વિચ રૂમ યુ આર બુક્ડ ઈન. ‘

દોડતા જઈને કોમ્પ્યુટરમા એમનું બુકિંગ જોયું. 'ઓહ નો.' એણે થોડો ફેર કર્યો. મિ.શેઠ, મેં તમને તમારા કાયમના જુનિયર સ્યૂટમાં મુક્યા છે.

મેનેજર ગેરસમજ કરે તે પહેલા જ શેઠજીએ ખુલાસો કર્યો. ‘મીટ માય ડોટર શ્વેતા. સી ઈઝ ઓલ્સો વન ઓફ ધ ડિરેકટર ઓફ અવર કોર્પોરેશન.’

‘સર વી હેવ વન, ટુ બેડરૂમ સ્યુટ. યુ વીલ હેવ કન્વીનીયન્સ ફોર સીક્સ પરસન્સ કોન્ફરન્સ ટેબલ. આઈ એમ સ્યોર ઈટ વીલ બી મોર કન્વીનિયન્ટ ફોર યુ.’

‘ધેટ્સ ફાઈન.’

એમની બધી બેગ લકઝરી સ્યુટમાં મુકાઈ ગઈ.

‘શેઠજી હવે અમે રજા લઈશું. અમારા બે ડોગને મારી ડોટરને ત્યાં બેબીસિટીંગમાં મુકી આવ્યા છીએ. અમારે જવું પડશે. કામકાજ હોયતો મને જણાવજો. હું હાજર થઈશ. હું સમજુ છું કે આ તમારી સોસિયલ અને પરસનલ મિટિંગ છે.’

માઈકલ અને સુઝને વિદાય લીધી.

શેઠજીએ રિલેક્ષીંગ બાથ લીધો. ફોન કરી રેન્ટલ કાર મંગાવી લીધી. ઓક ટ્રી રોડ પર લંચ લઈ પાછા હોટલ રૂમ પર આવ્યા.

‘શ્વેતા હવે તારા ડૉકટર ફ્રેન્ડને ફોન કર. પહેલા નિકુળની ખબર પુછજે. તેં એમના ઘરેથી આવ્યા પછી એમનો કોન્ટેક્ટ કર્યો નથી એટલે એ જ તને જણાવશે કે એની માને શું વાંધો છે. તારે ખાસ આતુરતા બતાવવાની જરુર નથી. પછી એને કહેજે કે બાપુજી આવ્યા છે. તમને બધાને મળવાની ઈચ્છા છે.’

શ્વેતાએ આદિત્યને ફોન કર્યો.

'હાય આદિત્ય'

'ઓહ શ્વેતા મને જણાવ્યા વગર તું ક્યાં ચાલી ગઈ?'

'મારે અમારા બિઝનેશ અંગે શિકાગો જવું પડ્યુ હતું. એક્ચ્યુઅલી આઈ ટ્રાઈડ ટુ કોલ યુ, બટ યોર ફોન વોઝ સ્વિચ્ડ ઓફ્.'

'આદિત્ય! નિકુળને કેમ છે? મારે એની સાથે વાત કરવી છે.'

'નિકુળ ઈઝ ફાઈન. પણ તું અત્યારે ક્યાં છે? ઘરે કેમ ન આવી? મમ્મી પણ ખુબ રાહ જુએ છે અને ચિંતા કરે છે. તું અને નિકુળ મારી જવાબદારી છે. મને કહે કે તું ક્યાં છે? હું હમણા જ આવીને તને લઈ જાઉં. યુ હેવ નો આઈડિયા વોટ આઈ એમ ગોઈંગ થ્રુ! મને તારી બધી જ કંડિશન મંજુર છે. યુ આર માઈ ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ. 'પ્લીઝ ટેલ મી વ્હેર આર યુ? હું મમ્મીને તારી શરતો માટે સમજાવી દઈશ, એ એના દીકરાના સુખને માટે તારી બધી શરતો માન્ય રાખશે.’

''આદિત્ય!..... ડિયર કામ ડાઉન…. હું અહિ વુડબ્રીજ હિલટનમાં મારા બાપુજી સાથે છું. બાપુજી પણ શિકાગો આવ્યા હતા. ત્યાંથી આજે સવારે જ અમે ન્યુજર્સી આવ્યા. થોડું ન્યુયોર્કમાં કામ છે તે પતાવીને અમે બે-ત્રણ દિવસમાં બોમ્બે પહોંચી જઈશુ.'

‘હું મમ્મીને લઈને હિલ્ટન પર આવું છું.'

'આદિત્ય!... એક બીજી વાત સમજી લે. મમ્મીને મનદુખ થાય એવા તારા કોઈપણ નિર્ણયમાં મારા સાથની આશા ન રાખતો. મારે લીધે મમ્મીએ આપેલા ત્યાગ અને ભોગનું અવમુલ્યાંકન થાય એવું હું ઈચ્છતી નથી. તમે અહિ આવશો તે બાપુજીને પણ ગમશે. આપણે મિત્ર તરીકે મળીશું અને સંજોગો પ્રમાણે સસ્નેહ છૂટા પડીશું. ઈવનિંગ ડિનર ઈઝ ઓન અસ. જો શક્ય હોય તો મોના અને મોહિતને પણ લઈ આવજે. શું નિકુળ આવી શકશે?’

'ના, નિકુળ હમણા રિકવરીમાં છે. સ્પેસિયલ કેરમાં છે. આપણે મળીયે પછી તમને એની પાસે લઈ જઈશ. મારે બાપુજીના ચરણ સ્પર્શ કરી તેમના આશિષ લેવા છે. રાજુભાઈએ એમની ઘણી વાતો કરી છે. મને ખાત્રી છે કે એમના આશીર્વાદથી આપણી મનોકામના પૂર્ણ થશે. હુ હમણા જ મમ્મીને અને નિકુળને જાણ કરું છું. નિકુળની સાથે એના સેલ પર વાત કરવામાં વાંધો નથી. લિસા એની સાથે જ છે.’

ફોન બંધ થયો. આદિત્ય ઉત્તેજીત થઈને મોટેથી બોલતો હતો અને શ્વેતાના સેલફોનનુ વોલ્યુમ હાઈ હતું. પાસે બેઠેલા સુંદરલાલ બધી વાતો સાંભળતા હતા. એ આદિત્યની ઉત્કટ પ્રેમની લાગણી સમજી શક્યા. એમણે શ્વેતાને કહ્યું 'બેટી, સુખી લગ્ન જીવન માટે તું તેને ચાહે તેના કરતાં તે તને ચાહે એ વધારે અગત્યનું છે.’

‘બાપુજી, આદિત્યના પ્રેમને સમજી શકું છું. બાની હયાતીબાદ તમો તમારું જીવન નોકર ચાકરને હવાલે કરો તે મને મંજુર નથી. બીજું તમે મને વહુ કે દીકરી તરીકે મને શેઠની અટક અને ઓળખ આપી છે તે જાળવવાની મારી નૈતિક ફરજ છે. મારા ભાવી સંતાનોમાં ભલે શેઠ પરિવારનું લોહી નહિ હોય પણ તેઓ સંસ્કાર અને શેઠ અટક પેઢી દર પેઢી ચાલુ રાખે એટલું તો હું જરૂર ઈચ્છું છું. એક ક્ષણે મને બાંધછોડ કરવાનો વિચાર આવ્યો હતો. પણ તમારા આવ્યા પછી મન મક્કમ થઈ ગયું છે. આદિત્યની અટક પણ તેના મમ્મીની જ છેને હવે મને નથી લાગતું કે આ સંબંધ શક્ય બને. આદિત્યની મમ્મીને એનો દીકરો કોઈ વિધવાને પરણે એનો વાંધો હશે.!’

‘બેટી, જીવનમાં આપણું ધારેલું બધું થવું જ જોઈએ એ વ્યવહારમાં બનતું નથી. હું પોતે માનતો હતો કે સુંદરલાલ શેઠને માટે કશું અશ્ક્ય નથી. પણ કુદરતે મને એક ક્ષણમાં સમજાવી દીધું કે સુંદરલાલ તું જે છે, તું જે પામ્યો છે એ તારા ભાગ્યમાં હતું એટલે પામ્યો છે. તારા પ્રારબ્ધે જ તને પુરુષાર્થ તરફ દોર્યો છે. સંતાન સુખ કદાચ મારા ભાગ્યમાં જ નહોય.’

‘અક્ષયને પોતાનો કર્યો. એને માટે મેં તારું બલિદાન લઈ લીધું. સુવર્ણાને ગુમાવી. માત્ર મારા નામનો વંશવેલો વધારવા તારુ બીજી વારનું બલિદાન નથી લેવું. બેટી! દીકરીએ તો પતિ અને સાસરામાં જ એકાકાર થવું પડે. હું દીકરીના બાપ તરીકે સોનાલીબેનને પગે લાગીને તારા સ્વીકાર માટે ભીખ માંગીશ. તું પણ બધી શરતો છોડીને આદિત્યની સાથે જોડાઈ જા.’

‘ના બાપુજી ના. તમારે એવું કશું જ કરવાનું નથી. મારા સમ છે તમને. તમારે આદિત્યના મમ્મીને વિનંતી કરવાની જરૂર નથી. તમે રસ્તા પર ચાલતા સામાન્ય માનવી નથી. તમે સુંદરલાલ શેઠ છો. તમે તો ઘણાના ભાગ્ય ઘડ્યા છે. કેટલાય માટે તમે પ્રેરણા મુર્તી બન્યા છો.’

સુંદરલાલ મનમાં વિચારતા હતા કે એજ સોનાલી આદિત્ય હોય તો કશું જ કરવું ન પડે. એ કેમ અને ક્યાં અચાનક અદૃશ્ય થઈ ગઈ. જાણવા માટેતો અમેરિકા સુધી દોડ્યો છું. ગમે તે સોનાલી હોય. મારી શ્વેતાને સુખી કરવા જે કરવું પડે તે કરી છૂટીશ. એણે વિષય બદલ્યો.

‘આ બધી વાતમાં એક કોન્ટ્રાક્ટની વાત કરવાની રહી ગઈ. સાચે જ, વેસ્ટ પારલામાં અમેરિકન કંપની સાથે એક ફાઈવ સ્ટાર હોટેલ નું ડિલ કર્યું છે. આપણા ચાલીસ એમના સાંઠ. તું નિકુળને ફોન કર. શિકાગોમાં ડિલ કર્યું એમ જણાવીશું.’

શ્વેતાએ નિકુળને ફોન જોડ્યો.

'હાય બડી. કેમ છે?

'બહુ લાંબા સમયે મારી યાદ આવી. જ્યારે મને હુંફ અને માનસિક સહારાની જરૂર હતી ત્યારે જ જણાવવાની કરટસી યે દાખવ્યા વગર ગુમ થઈ ગઈ. દુનિયાના કોઈ પણ ખુણા પરથીયે ફોન કરી શકાત. પણ હવે હું ક્યાં નિકુળ છું? હવે આ દુનિયામાં મારું કોણ? એક સજાતિય મિત્ર લિસા કાળજી રાખે છે. એ પણ કદાચ એની જોબની ફરજ તરીકે જ હશે. આદિત્યની સામે હું હતો પણ તેનું રટણ તો તારા નામનું જ હતું.'

શ્વેતા એની આક્રોશ વેદના સાંભળતી હતી. આંશિક સત્યતો હતું જ.

‘માય ફ્રેન્ડ આઈ હેડ ટુ ગો. ઈવન બાપુજી કેઇમ ફ્રોમ બોમ્બે. નાવ વી આર બેક ઇન ન્યુ જર્સી. આજે સાંજે બાપુજી સાથે તને મળવા આવીશું.’

‘શેઠજી પણ છે?’

‘હા.’

‘આઈ કાન્ટ ફેઇસ હીમ.’

શેઠજીએ ફોન લીધો.

‘દીકરા કેમ છે હવે?’

‘સારું છે. આપ ક્યારે આવ્યા?’

‘હું તો એક હોટેલના ડિલ માટે શિકાગો આવ્યો હતો. પછી થયું કે નિકુળને જોતો જાઉં. શ્વેતા સાથે અહિ આવી ગયો છું. હું સાંજે તને મળવા આવીશ ત્યારે હોટલના ડિલની વાત કરીશ.’

‘અંકલ હવે મારું ભવિષ્ય શું?’

‘દીકરા, હું બેઠો છું ને! તું પહેલા ઓલરાઈટ તો થઈ જા. હું આવીશ ત્યારે આપણે ઘણી વાતો કરીશું હમણા તું આરામ કર.’

બરાબર ચારને ટકોરે આદિત્ય અને સોનાલી શેઠજીની રૂમ પર આવી પહોંચ્યા. શ્વેતાએ જ ડોર ખોલ્યું. સુંદરલાલને તો હગ કરવાનો ઉમળકો થઈ આવ્યો, પણ સોનાલીએ બે હાથ જોડી નમસ્કાર કર્યા.

હા એ જ સુંદરલાલ હતા અને એ જ સોનાલી હતા. પણ સોનાલી તદ્દન અજાણ્યા હોય એમ વર્તતા હતા. સુંદરલાલે જ શરૂઆત કરી.

‘સોનાલીજી મને એવું લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે.’

‘હા શેઠજી. મને બરાબર યાદ છે કે તમે તમારા પત્ની સાથે ડોકટર જમશેદજીને ત્યાં આવતા હતા. મેં થોડો સમય એમની સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. આ મારો દીકરો આદિત્ય છે. આદિત્યએ વાંકા વળી સુંદરલાલના ચરણ સ્પર્શ કર્યા. સોનાલીની આંખના ખૂણા પર બે હિરાકણી ચળકી અને નેપકિન વડે નૂછાઈ ગઈ.

‘શેઠજી મારે આપની સાથે થોડી અંગત વાતો કરવી છે. જો આપને વાંધો ન હોયતો શ્વેતા અને આદિત્ય જરા બહાર ફરી આવશે.’

સુંદરલાલે કહ્યું મને પણ જરૂરી લાગે છે કે છોકરાંઓના ભવિષ્યમાટે વડીલો વાત કરી લે એ અગત્યનું છે.

આદિત્યે શ્વેતાને કહ્યું 'ચાલો શ્વેતાજી આપણે ઓક ટ્રી પર જઈ આવીએ. મને તો ખુબ ભુખ લાગી છે. શ્વેતાને બદલે શ્વેતાજીનું સંબોધન, શ્વેતાને ખૂચ્યું. બન્ને બહાર નીકળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Crime