“શ્વેતા” પ્રકરણ ૧૩
“શ્વેતા” પ્રકરણ ૧૩
“શ્વેતા” પ્રકરણ ૧૩
યુ…બિઇઇઇચ કહીને મુઠ્ઠી ઉછાળતો અક્ષય બહાર નીકળી ગયો. નિકુળ સ્તબ્ધ અને અવાચક થઈ ગયો. બન્ને એકબીજાને ઓળખતા હતા. નિકુળને અક્ષયનું વર્તન સમજાયું નહિ. શ્વેતાની આંખમાંથી પાણી વહેતા હતા.
“શ્વેતા! અક્ષયને શું થયું? વ્હાઈ આર યુ ક્રાઈંગ?” નિકુળે પુછ્યું. શ્વેતાએ જવાબ ન આપ્યો. એના ડુસકા ચાલુ હતાં.
શેઠજી ઈન્ટરકનેક્ટિંગ ડોરમાંથી શ્વેતાની રૂમમાં દાખલ થયા.
અક્ષય સાથે આજે બનેલા બનાવો, શ્વેતાની અચાનક હાજરી, નવી ઓફિસમાં શ્વેતાનું સ્થાન, છેક છેલ્લી ઘડી સુધીની શ્વેતાની ભાળ અંગે પપ્પાએ રમેલી રમત, કેથી સાથે સ્વિટ્ઝર્લેન્ડના ફોટા, પોતાનાં કરતાં વધુ ભણેલા અને હેન્ડસમ નિકુળ સાથે શ્વેતાની હાજરીને ધ્યાનમાં લેતા શેઠજી માટે અક્ષયનું વર્તન અપેક્ષિત જ હતું.
એ શ્વેતા પાસે ગયા. લાગણી પુર્વક શ્વેતાનાં માથાં પર હાથ ફેરવવા જતા હતા પણ હસીને હાથ વાળી લીધો. “આઈ ડોન્ટ વોન્ટ ટુ મેશ અપ્ યોર નાઈસ હેર. રિમેમ્બર. ઈન અવર ઓફિસ નો બડી એલાઉ ટુ ક્રાઈ. ઘરમાં તું એક છોકરી છે. એક સ્ત્રી છે. ઓફિસમાં તું એક વ્યક્તિ છે. એક મજબુત જવાબદાર ઓફિસર છે. પર્સનલ વાતોમાં ઈમોશનલ થઈને ઓફિસનું કામ ના બગાડાય.”
“બાપુજી, મારો પ્લાન તો અક્ષય આવે એટલે આપણે સાથે બહાર લંચ માટે જઈને મન હળવું કરીશું; ઓફિસનાં કામમાં એમને પણ રસ લેતા કરીશું પણ આ તો….”
“બેટા સમય જતાં બધુંજ ઠેકાણે પડી જશે. થોડી ધીરજ રાખ. અત્યારે તો તું અને નિકુળ બહાર લંચ માટે જઈ આવો. નિકુળ ઘરનો જ માણસ છે. દિલ ખોલીને તારા મનની અને સંયોગોની વાત સમજાવી દેજે. અને બેટા નિકુળ! તું જે વાત સાંભળે તે તારા હૈયામાં ભંડારી રાખજે. મારા અક્ષયનું હિત જળવાઈ રહે તે જોજે.”
નિકુળ અને શ્વેતા ‘ઓસન ફ્રન્ટ કાફે’માં બેઠા હતા. શ્વેતા એના રોલર કોસ્ટર જીવનની આપવીતી કહી રહી હતી.
“એમ.બી.એ કર્યા પછી મોટાભાઈ સાથે શેઠજી પાસે નોકરી લેવા ગઈ’તી. શેઠજીએ પોતાની પુત્રવધૂ બનાવી દીધી. લગ્નની પહેલી રાત્રે જ અક્ષયે કપાળ પરનું કુમકુમ અને સેંથામાનું સિંધુર ભુસી નાંખ્યું. દેખાવ ખાતર હનિમુન માટે સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયો. પડખામાં એની સેક્રેટરી કેથી હતી. એનાં જીવનમાં મારું અને કેથીનું સ્થાન સિદ્ધ કરવા માટે બન્ને વચ્ચે બિભસ્ત રંગલીલા મારી નજર સામે ખેલાતી રહી. ઉપેક્ષા અને ઉપહાસ સહન ન થતાં એને કહ્યા વગર મુંબઈ આવી ગઈ. બાપુજીને બધી વાત કરીને ડિવોર્સ અપાવવા વિનંતિ કરી. બા-બાપુજીના પ્રેમ આગળ હારી ગઈ. મને ઘરમાં અને ઓફિસમાં ઉંચુ સ્થાન આપ્યું. અક્ષયના મનથી હું ગુમ થઈ હતી. એણે મને જીવતી તારી સાથે જોઈ ત્યારે એને આઘાત લાગ્યો હશે.”
“નિકુળ! છેલ્લા થોડા દિવસોમાં મેં જીંદગીનાં અકલ્પીત રંગો જોયા છે. હું ક્યાં છું અને ક્યાં જઈ રહી છું તેનું મને ભાન નથી. દિશાશૂન્ય છું. તું મારો મિત્ર બનશે? મારા વલોતા હૈયાને સાચવશે? ભાઈ ભાભીની આગળ રડી એને દુઃખ નથી પહોંચાડવું. મોટાભાઈની નોકરી જળવાય અને મારું દુઃખદ્ લગ્નજીવન એમની નજરે ન ચડે એ ગણત્રીએ એમને ‘શિવરાજ’માં ગોઠવ્યા છે.”
મલહોત્રાની સુચના અનુસાર કેથીની ધરપકડ અને પોલિસ સ્ટેશન પર થયેલી અક્ષયની પૂછતાછ અંગે શ્વેતા ચૂપ રહી.
“નિકુળ! પહેલી નજરે જ મેં તને મારો દોસ્ત માન્યો છે. કદાચ અક્ષય સાથે થાગડ થીંગડવાળી જીંદગી તો જીવી જઈશ પણ મારે તો રડવા માટે એક ખભો જોઈયે છે. આપીશ?
નિકુળે એના બે ભાવભીના હાથના સ્ંપુટમાં, શ્વેતાનો કોમળ ચહેરો લઈ લીધો. કપાળ પર એક આત્મિય ચુંબન અંકિત થઈ ગયું. હસતા હસતાં કહ્યું, "યસ બોસ, આઈ વીલ." શ્વેતા હસી પડી.
ગંભીરતા ઓગળી ગઈ. લંચ પછી શ્વેતાએ વારાફરતી મુખ્ય કર્મચારીઓને ઓફિસમાં બોલાવી ચર્ચાવિચારણા કરી. સુંદરલાલ પ્રસન્ન હતા.
***
પરાજીત, ધૂંધવાતો અક્ષય ‘સુવર્ણ વિલા’ પર પહોંચ્યો. આજના બનાવોથી અજાણ સુવર્ણાબેન સવારથી એની રાહ જોતા હતા. અક્ષય કશુંયે બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. એની પાછળ પાછળ સુવર્ણાબેન અને ગણપતકાકા ઉપર ગયા. અક્ષય રડમસ અવાજે બોલ્યો. “બધાજ મારી પાછળ પડ્યા છે. ચાલ્યા જાવ અહિથી. પ્લીઝ ગો અવે. લીવ મી એલોન. મને એકલાને શાંતીથી મરવા દો.”
“પણ બેટા, શું થયું? વાત તો કર. અત્યારે લંચ ટાઈમ છે. આપણે સાથે જમી લઈએ. દિકરા તું થાકેલો લાગે છે. ખાઈને આરામ કરજે.” માતાનો પ્રેમ બોલતો હતો.
અપમાનિત અને માનભંગ થયેલો અક્ષય પપ્પા અને શ્વેતાને કારણભૂત માનતો હતો. એ ફ્લોર પર લાંબો થઈ ગયો. બન્નેને પગે લાગીને કહ્યું “મારે નથી ખાવું. પ્લીઝ તમે અહીંથી ચાલ્યા જાવ. સાંજે ખાઈશ, બસ. હવે તમે જાવ.” અક્ષય કારપેટ પરજ પડી રહ્યો.
ગણપતકાકા સુવર્ણાબેનનો હાથ પકડી બહાર લઈ ગયા.
…..સાંજે ડિનર ટેબલ પર બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. અક્ષયની રાહ જોવાતી હતી.
“શ્વેતા, જરા ઉપર જઈને અક્ષયને બોલાવી લાવને. બિચારો સવારનો ભૂખ્યો છે.” સુવર્ણાબેને કહ્યું.
“નહિ શ્વેતા, તારે નથી જવાનું. તમે જાતે જઈને બોલાવી લાવો. આપણો રાજકુંવર શ્વેતા સાથે વધારે ભડકશે.” શેઠજીએ કોઈની પણ રાહ જોયા વગર ખાવા માંડ્યું.
સુવર્ણાબેન ઉપર ગયા અને તરતજ એલિવેટરમાં નીચે આવ્યા. “અક્ષય તો ફ્લોર પર પડ્યો છે. તાવથી ધગધગે છે.” શેઠજીએ સાંભળ્યું નસાંભળ્યું કર્યું. શ્વેતા ઉભી થઈ ગઈ. “ચાલો બા,”
“દાદાજી તમે પાંડુરંગ સાથે એસ્પિરીનની બોટલ મોકલોને.”
“બેટા હું જ લઈને આવું છું.”
સુંદરલાલે બધાની ઉપેક્ષા કરીને જમવાનું ચાલુ રાખ્યું.
અક્ષય કારપેટ પર જ પડ્યો પડ્યો કણસતો હતો.
“અક્ષય, બેટા બેઠો થા. બેડ પર સૂઈ જા.” સુવણાબેને હાથ પકડી બેઠા કરવાની કોશિશ કરી, અક્ષયથી ઉભા ન થવાયું. દાદાજીએ લાલાજીને બોલાવવા ઈન્ટરકોમ કર્યો.
“બા તમે જરા ખસો તો.” સુવર્ણાબેન ખસ્યા.
શ્વેતાએ ધીમેથી અક્ષયને બે હાથોમાં ઊચક્યો અને બૅડપર સુવાડ્યો. લાલાજી આવી પહોચ્યા હતા. આશ્ચર્ય ચકિત છ આંખો માની નશકાય એવું દૃષ્ય નિહાળી રહી હતી. શ્વેતાને માટે અઘરું ન હતું. હોમગાર્ડના રાહતકાર્ય વખતે અનેક ઘવાયલાને ઉચકીને સ્ટ્રેચર પર સૂવાડ્યા હતા.
“દાદાજી જરા ફોન કરી થર્મોમિટર મંગાવો ને.”
બે મિનીટમાં પાંડુરંગ થર્મોમિટર લઈ આવી પહોંચ્યો.
“અક્ષય, પ્લીઝ ઓપન યોર માઉથ.” પ્લીઝ શબ્દ હોવા છતાં વિનંતિને બદલે હુકમ હતો.
એકસો પાંચ જેટલો તાવ હતો. શ્વેતાએ બે એસ્પિરીન આપી. અક્ષયને શ્વેતાનો પ્રભાવ ખૂચ્યો પણ નકારી ન શક્યો.
“લાલાજી, આપ ઔર પાંડુભાઈ મિલકર યે ગંદે કપડે ઉતારકર નાઈટસૂટ પહના શકતે હો?”
“હાં મ
ેડમ સાહેબા.” લાલાજી નવા કમાંડને મનોમન બિરદાવતા હતા.
શ્વેતા આખી રાત ચાર ચાર કલાકે એસ્પિરીન આપતી રહી. મીઠાના પાણીના પોતાં મુકતી રહી અને ટેમ્પરેચર માપતી રહી. તાવ થોડો ઉતરતો અને પાછો ચડતો હતો. વહેલી સવારે સુંદરલાલે ઊઠીને જોયું તો શ્વેતા પોતાં મુકતી હતી.
“શ્વેતા, બેટી તું સુતી જ નથી?”
શ્વેતાએ ઉત્તર આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો. “બાપુજી આપણા ફેમિલી ડોકટર કોણ છે?”
“ડૉકટર જમશેદજી દારૂવાલા. આપણા દિનાબેનના કઝીન છે. પહેલી સારવાર એની જ હોય, પછી જરૂર પ્રમાણે કન્સલ્ટીંગ થાય.”
“ડૉકટરને ફોન કરવો જોઈએ. વહેલી સવારે આવે તો સારુ. આખી રાત કણસતા હતા. હમણાંજ જરા આંખ મીંચાંઈ છે.”
ખરેખર તો અક્ષય જાગતો જ હતો. દુઃખમાયે આ મહામાયા શ્વેતાને સમજવા કોશિશ કરતો હતો.
સુંદરલાલે અક્ષયના વાળમાં હાથ ફેરવ્યો.
સુંદરલાલે ભાગ્યેજ અક્ષયના કોઈ વાતમાં વખાણ કર્યા હશે પણ એની જરૂરી કાળજી લેવાનું ક્યારેયે ચુક્યા ન હતા. સુંદરલાલની અપેક્ષાઓ પુરી કરવાનું અક્ષયની બૌદ્ધિક ક્ષમતા બહારનું હતું. અને એજ કારણે બાપ દિકરો વિમુખ થતા ગયા. નજર સામે મોટી થયેલી શ્વેતા શેઠજીના પરિમાણો વટાવી ઘણી આગળ વધી ગઈ હતી. અક્ષય કડવું સત્ય કમને સ્વિકારવાની કોશિશ કરતો હતો.
ડૉકટર જમશેદજી સવારે નવને બદલે આઠ વાગ્યેજ આવી પહોંચ્યા. પાંત્રીસ વર્ષ જુની કાર અને એંસી વર્ષના જૈફ ડૉકટર. આવતાની સાથે જ પુછ્યું “માંદા બચ્ચાને કાં સન્તારેલો છે?”
“ઉપર છે દાકતર બાવા.” શેઠજી એમને દાકતર બાવા કહેતા. શ્વેતાએ એમની બેગ લઈ લીધી.
“આ બ્યુતી કોન છે?”
“દાકતર બાવા એ આપણા અક્ષયની વાઈફ છે.”
“પોતડાએ લવ મેરેજ કરી નાઈખા એમને?”
“ના બાવાજી, અમારા બધાની મરજીથી જ લગ્ન થયેલા છે.”
“ચાલ ડિકરી, બેગ મેલીને મારી પાસે આવ.”
શ્વેતાને તરત સમજાયું કે બાવાજી, ડોકટર થોડા અને માયાળુ વડિલ વધારે છે. એણે વાંકી વળી ડૉકટરના ચરણ સ્પર્શ કર્યા. બાવાજીએ લાંબા કોટના અંદરના, બહારના ગજવા ફંફોળ્યા. અંદરના પહેરણમાંથી ડુચો થઈ ગયેલી પાંચસો રૂપિયાની નોટ કાઢી શ્વેતાના હાથમાં મુકી.
ડૉકટરે ઉપર જઈ અક્ષયને તપાસ્યો. બે ઈન્જેકશન આપ્યા. “ડિકરાને સારું થઈ જશે. ચિંટા કરશો નઈ. હમના કંઈ ખવરાવવાનું નઈ. હું લેબમાંથી ટેકનિશીયનને મોકલું છું. તે આવીને ઝારા પિશાબ અને લોહીના સેમ્પલ લઈ જશે. પછી એને ખવરાવજો. હું રાતના રિઝલ્ટ લઈને ડિકરાને જોવા પાછો આવીશ.”
“દાક્તર બાવા, આજે બપોરે શિવુનો રાજુ આવવાનો છે. રાત્રે એને પણ બોલાવીશ.”
“સુંદરની વાત અતિ સુંદર છે. એ પોઈરો બઉ હુશિઆર દાકતર છે. તારા કુકને કે’જે સાંજે મારા માતે પન રસોઈ બનાવે.”
શ્વેતાને ડોકટર આત્મિય કુટુંબી લાગ્યા.
શેઠજી અને શ્વેતા ઓફિસે જવા નિક્ળ્યા ત્યારે અક્ષય ઊંઘતો હતો. રસ્તામાં શ્વેતા વિચારતી હતી કે શું સિંહાએ અક્ષયની ખુબ મારઝુડ કરી હશે. અક્ષય ભલે વંઠેલ હશે, પણ છે તો પોચકો. એને ખરેખર બીક પેસી ગઈ હોવી જોઈએ.
અને આ શિવુકાકાના રાજુ વિશે તો પોતે કશું જાણતી નથી. નિકુળને પુછવું પડશે. મિટીંગ માટે સુભ્રમણીયમ આવે તે પહેલા માર્સલ એન્ટરપ્રાઈઝ નું પ્રોસ્પેકટિવ ઇવેલ્યુએટ કરવાનું છે. નિકુળે બોર્ડ્સ ઓફ ડિરેકટર્સની પર્સનલ પ્રોફાઈલ તૈયાર રાખી હોય તો સારુ, ડ્રાઈવ કરતા કરતા મગજમાં શેડ્યુઅલ ગોઠવાતું જતું હતું. શેઠજી કારમાં બોમ્બે મિરર ઉથલાવતા હતા.
***
“ગુડ મોર્નિંગ શ્વેતા.” નિકુળ ફાઈલ લઈને ઓફિસમાં દાખલ થયો.
“ગુડ મોર્નિંગ હેન્ડ્સમ. હેવ એ સીટ.”
“શ્વેતા, માર્સલના બધા ડાયરેકટરની પ્રોફાઈલ તૈયાર છે. એક માત્ર અશોક સેનગુપ્તાનું બેકગ્રાઉન્ડ શંકાસ્પદ છે. દસ વર્ષ પહેલા ઇનસાઈડ ટ્રેડિંગમાં સલવાયલો હતો. આપણે ઇન્વેસ્ટ કરીયે તે પહેલા વધારે સર્ચ કરવી પડશે.”
“ગુડ વર્ક નિકુળ.”
નિકુળ ઉઠવા જતો હતો. શ્વેતાએ કહ્યું “પ્લીઝ, બેસ મારે થોડી વાતો કરવી છે.” શ્વેતાએ ઉભા થઈ કૉફીપૉટમાંથી બે મગ ભર્યા. એક નિકુળને આપ્યો. એક પોતે લીધો.
“નિકુળ શિવુકાકા બાપુજીના ફ્રેન્ડ છે. ઘરજેવો સંબધ છે. પણ એ સિવાય એમના કુટુંબ વિશે કે એમના રાજુ અને તારા બેન અંગે હું કશુંજ જાણતી નથી. અક્ષયની તબિયત સારી નથી. રાજુભાઈ આજે અમારે ત્યાં આવવાના છે. જરા એમના વિશે જાણી લંઉ તો વાત કરવાની ફાવટ રહે.”
નિકુળ કૉફીમગ બે હાથે પકડી સિલીંગને તાકતો રહ્યો. વાતને મનમાં ગોઠવતો રહ્યો.
“જીજાજીની વાત કરું તે પહેલા મારી વાત કરી લઉ. હું અને મારી બહેન નિરાલી…અમે બન્ને ટ્વિન્સ. ગર્ભશ્રીમંત વિધવા માતાના સંતાન. હું લંડન ભણવા ગયો. નિરાલી અમેરિકા ભણવા ગઈ. જીજાજી અમેરિકામાં ઓન્કોલોજીનું કરતા હતા. બે વચ્ચે પ્રેમ પાંગર્યો. શિવુબાપાએ પ્રેમથી અને પાર્વતિબાએ થોડા કચવાટ સાથે મારી બહેન નિરાલી ને પુત્રવધૂ સ્વીકારી લીધી. લંડનથી લગ્નમાં હું પણ આવ્યો. શિવુ બાપાએ મને પાછો જવા ન દીધો. શિવરાજમાં બેસાડ્યો. નિરાલી પ્રેગનન્ટ થઈ. પ્રાચીનો જન્મ થયો. માત્ર એક મહિનાની હતી ને નિરાલી દેવલોક પામી.
જીજાજી ડિપ્રેશનનો ભોગ બને એવું લાગતું હતું. આખો દિવસ પ્રાચીની ક્રિબ પાસે બેસી રહેતા. એક દિવસ શિવુબાપાના કુળગુરુ સ્વામીજી આવ્યા. એમણે કહ્યું, ‘મારે ઉધનામા મારા આશ્રમ પાસે કેન્સર ક્લિનીક શરૂ કરવી છે. શિવાનંદ, મારે તારા પૈસા અને પુત્ર જોઈયે છે. આ વિનંતી નથી. આજ્ઞા છે.’ ઈન્કારનો સવાલજ ન્હો’તો.”
“મારી મમ્મીતો અમે પરદેશમાં હતા ત્યારે જ ગુજરી ગઈ હતી. તે સમયે પાર્વતિબાએ કહ્યું હતું; પ્રાચી અને નિકુળ માં વગરના નથી. હું જ તેમની માં છું. હું મારો ફ્લેટ છોડી એ કુટુંબમા સમાઈ ગયો. જીજાજીએ ઉધના પાસે કેન્સર ટ્રિટમેન્ટ સેન્ટર વિકસાવ્યુ. દરેક પેશન્ટને થયેલા ખર્ચનો હિસાબ અપાય પણ કોઈ ઉઘરાણી નહી. શક્તિ પ્રમાણે જેને જે આપવું હોય એ આપે. ન આપે તો પણ ચાલે.
જીજાજી દર અઠવાડિયે એક વાર બપોરે આવે. પ્રાચી સાથે સમય ગાળે. બીજે દિવસે બપોરે એમની જીપ લઈને ચાલતી પકડે. આજે એ આવવાના છે.”
“નિકુળ, તું જિજાજી સાથે આવશે?”
ના શ્વેતા. હું બહુ રોકાયલો છું. આવતા મહિને પ્રાચીનું આરંગેત્રલ રાખ્યું છે. બધી તયારી મારે જ કરવાની છે. હું પ્રાચીનો મામો, એનો બાપ અને એની મા છું. આમ પણ મને જોઈને અક્ષયની તબિયત વધારે બગડશે. વધુ વાત કરવા માંગતો નહોય તેમ નિકુળ ઉઠ્યો. મારે છ વર્ષ પહેલાની અશોક સેનગુપ્તાની બેન્કરપ્સીની તપાસ કરવી છે. બીજું કંઈ કામ હોય તો મને બોલાવજે. શ્વેતા વિચારતી હતી ‘એક નાનકડી પ્રાચી સિવાય નિકુળના જીવનમાં બીજી કોઈ સ્ત્રીનું પણ કોઈ સ્થાન હશે? કોઈ ગર્લ ફ્રેન્ડ? કોઈ પ્રેમિકા? હી ઈઝ રિયલ સ્વિટ અને હેન્ડસમ!
બટ રિયાલિટી?….