Pravinkant Shashtri

Others

3  

Pravinkant Shashtri

Others

“શ્વેતા” પ્રકરણ ૨૬

“શ્વેતા” પ્રકરણ ૨૬

8 mins
453


નિકુળ એની રૂમમાં સફેદ ગાઊન પહેરીને રિક્લાઈનર પર બેઠો હતો. ટીવી જોતો હતો. લિસા બેઠી બેઠી કોસ્મોપોલીટિનના પાના ઉથલાવતી હતી. શેઠજી સાથે બધા આવી પહોંચ્યા.

‘કેમ છે દીકરા? રાજુએ મને તારી સર્જરીની વાત કરી હતી. કંઈ તકલીફતો નથીને?’

નિકુળ ઊભો થયો. શેઠજી અને સોનાલીને પગે લાગ્યો. કંઈ કહેવા જતો હતો પણ બોલતા પહેલા ડૂસકું મુકાઈ ગયું. રીતસર રડી પડ્યો. શ્વેતા સંકોચ રાખ્યા વગર એને વળગી પડી. માથે હાથ ફેરવતી રહી.

'બડી, બી બ્રેવ. વી હેવ ટુ ડેવલપ મોર કરેજ ધેન ઓર્ડિનરી મેન. વી ઓલ આર વીથ યુ. શ્વેતાએ નિકુળના આંસુ નુછ્યા. અને બધાની હાજરીમાં જ એના ગાલ પર પોતાનો ગાલ લગાવી વહાલનો બુચકારો બોલાવ્યો. લિસાએ નિકુળને પાણી આપ્યું. આદિત્યનું પોતાનું જ સર્જીકલ સેંટર હતું. ફેમિલી માટે કોઈ રિસ્ટ્રિકશન ન હતુ. રૂમ મોટો હતો. બે સોફા અને ચાર પાંચ ચેર હતી. હૉસ્પિટલના સ્પેશિયલ રૂમ કરતાં ય વઘુ સગવડ હતી.

શ્વેતાએ ટિફીન કાઢ્યું. પ્લેટમાં પિરસ્યું. આદિત્યએ નિકુળની પ્લેટમાંથી એક બટાકુંવડું લઈ પોતાના મોમાં મુક્યું. મોનાએ એના હાથ પર ટપલી મારી. 'ક્યારે સુધરશે આ ખાઉધર.'

‘મારા પેશન્ટ સાત્વિક ખોરાક લે છે કેમ તે જોવાની મારી ફરજ છે. ચોકસાઈ કરવા જ ચાખ્યુ હતું.’

‘હવેતો મને તમારી ટેવનો ખ્યાલ આવી ગયો છે. હું આ બીજા બોક્ષમાં ઘણાં બટાકા વડા લાવી છું.’ એણે બધાને માટે પેપર પ્લેટમાં બટાકાવડા અને ચટની કાઢ્યા.

'અરે વાહ ક્યા બાત હૈ. માસી હવે તમારા સુપુત્રની સુધરવાની આશા છોડી દેજો. પાંચ વર્ષમાં આદિત્યને બદલે માંટલું ગબડતું હશે એવું લાગશે.'

'તને ક્યાં ખબર નથી કે એ કેટલી એક્સર્સાઈઝ કરી કેલરી બાળે છે.' માતાએ બચાવ કર્યો.

શેઠજી નાનેરાંઓની મસ્તી ભરી લાગણી જોઈ રહ્યા હતા.

લિસાએ યુટીલિટી રૂમમાં જઈ, બધા માટે કોફિ બનાવી.

શેઠજીએ પોતાની ખુરસી નિકુળ પાસે ખેંચી. ‘બેટા આપણા ફાઈનાન્સિયલ બિઝનેશમાં હંમેશા તારું સ્થાન રહેશે જ. તું જરા પણ ચિંતા કરીશ નહિ. અમે બધા તારી સાથે જ છીએ. ઈન્ડિયામાં તારી સર્જરીની વાત કોઈને ખબર નથી. રાજુએ શીવુને, પાર્વતિને કે પ્રાચીને પણ કહ્યું નથી. તારે માટે સરસ પ્લાન ગોઠવીશું. મુંઝાવાની જરા યે જરૂર નથી.’

‘બીજી વાત. પારલામાં એક ફાઈવ સ્ટાર હોટેલનું ડીલ કર્યું છે એ પણ તારે અને શ્વેતાએ સંભાળવાનું છે.’

'અને ત્રીજી સૌથી અગત્યની વાત...' મોનાએ વચ્ચે ઝંપલાવ્યું. 'આ બળદને નાથવા શ્વેતા તૈયાર થઈ છે. વડિલોએ પરમિશન ગ્રાન્ટ કરી છે. 'નિકુળ અને લિસા એક સાથે બોલી ઉઠ્યા 'કોંગ્રેચ્યુલૅશન'.

લિસાએ કહ્યું 'મોના, લૅસ્ટ એરેન્જ એન્ગેઇજમેન્ટ પાર્ટી ફોર્ મોસ્ટ ડિઝર્વિંગ કપલ.'

મોનાએ કહ્યું ‘વેરી ગુડ આઈડિયા. બટ વ્હેર એન્ડ વ્હેન?’

લિસાએ કહ્યું ‘જો બધાને પરમ દિવસે શનીવારે ફાવતું હોયતો રાખીયે. મિ. શેઠ અને મામને ફાવશે?’

બન્નેની સંમતિ મળી ગઈ. હવે ક્યાં? શેઠજીએ આગ્રહભર્યું સૂચન કર્યું. ’હિલ્ટનમાં જ.’ કૅટરિંગનું તમે યોગ્ય જગ્યાએ નક્કી કરજો. ગેસ્ટ લિસ્ટ?

આદિત્ય અકળાયો. ‘એને માટે આખી રાત બાકી છે. અહિ જ બધી વાતો કરીશું તો ખાઈશું ક્યારે?’

આદિત્યએ લેબકોટ ચઢાવ્યો. જતાં પહેલા નિકીનું ડ્રેસિંગ રિમુવ કરવાનું છે. કાલે સવારે એને રિલિઝ કરીશું. મોના, મોહિત તમે પણ જરા ચેક કરી જુઓ. લિસાએ બે નવા લેબ કોટ એ બન્નેને આપ્યા. ત્રણે ડૉકટરોએ ગ્લોઝ અને માસ્ક ચઢાવી દીધા. ડ્રેપ બંધ થયો. મોહિતનો એ વિષય ન હતો. એ માત્ર ઓબ્ઝરવર હતો. મોના અને આદિત્ય મેડિકલ વાતો કરતા હતા. બહાર બધાને સંભળાતું હતું પણ કોઈને સમજાતું ન હતું. સમજવાની જરૂર પણ ન હતી. સુંદરલાલ પુત્ર આદિત્યને માટે ગૌરવ અનુભવતા હતા.

ડ્રેઇપ ખુલ્યો. 'બધું ખુબ સરસ છે. હવે બીજી કોઈ સર્જરીની જરૂર નથી. હાર્મોન્સ ટ્રિટમેન્ટથી બરાબર થઈ જશે. રાજુભાઈએ નવું નામ સૂચવ્યું છે. આજથી જ એનું નામ નિકિતા બોલવાનું શરૂ કરીશું.

આદિત્ય, મોના, મોહિત અને લિસાએ બાય નિકિતા કહ્યું. શ્વેતાએ કહ્યું યુ વીલબી માય બડી ફોર એવર. બાય બડી. સી યુ ટુમોરો. સોનાલી અને શેઠજીએ માથે હાથ ફેરવી કહ્યું 'આપણે કાલે મળીશું'

ડિનર લેતાં લેતાં બધો પ્લાન ઘડાઈ ગયો. લિસાએ નિકિતાની જવાબદારી લઈ લીધી. સવારે સોનાલી અને આદિત્યએ ગેસ્ટને ફોન કે ઈ-મેઇલથી આમંત્રણ આપવાનું. શેઠજીએ હિલ્ટનમાંનો બેન્ક્વેટ હોલ બુક કરાવવાનું. મોનાએ અને મોહિતે કેટરિંગની વ્ય્વસ્થા કરવાનું માથે લઈ લીધું.

સુંદરલાલે ગજવામાંથી સેલફોન કાઢયો.

‘બાબુલાલ, બોમ્બે નોવાર્ક બોમ્બેની ફર્સ્ટક્લાસની ફર્સ્ટ અવેલેબલ ફ્લાઈટની ત્રણ ટિકીટ બુક કરાવીને સવારે યોગેશભાઈને પહોંચતી કરો. એઓ શનીવારે બપોર સુધીમાં આવી રહે એમ ગોઠવો.’

‘શેઠજી, સૌકુશળતો છેને? એકદમ શી ઈમરજન્સી આવી પડી? ચિંતા થાય છે.’

‘બાબુલાલ, શુભ સમાચાર છે. આપણી શ્વેતાના વેવિશાળ નક્કી કર્યા છે.’

‘શેઠજી, યોગેશભાઈનું તો થઈ જશે. એ ચાર વર્ષ પહેલા તમારી સાથે અમેરિકા ગયેલા એટલે એમના દશ વર્ષના વિઝા વેલીડ છે. પણ એમના મિસિસ અને સનના વિઝા માટે આશા નથી. ત્રણેક કલાકમાં અમેરિકન વિઝા ન મળે. ખોટી આશા આપતો નથી.’

‘બાબુલાલ, પ્રયત્ન કરો. મની ટોક્સ.’

‘સોરી શેઠજી, ઈટીઝ નોટ ગોઈંગ ટુ વર્ક આઉટ.’

સુંદરલાલે યોગેશભાઈને ફોન જોડ્યો.

‘જયશ્રી કૃષ્ણ યોગેશભાઈ, મેં બાબુલાલને તમારી અમેરિકાની ટિકિટ બુક કરવાનું કહી દીધું છે. આપણી દીકરીનું વેવિશાળ એને મનગમતા યુવાન સાથે નક્કી કર્યું છે. શનીવારે સાંજે પાર્ટી છે. તમારા આશીર્વાદ વગર આગળ ન વધાય. હું શ્વેતાને ફોન આપું છું એ તમને બધી વાત કરશે.’

ફોન પર શ્વેતાએ વિગતવાર ભાઈભાભીને વાત જણાવી. આદિત્ય, સોનાલીબેન અને મોનાનો પરિચય કરાવ્યો.

જ્યારે બધા યોગેશભાઈ સાથે વાત કરતા હતા ત્યારે આદિત્યના ફોન પર શેઠજી એ હિલ્ટનનો બેન્ક્વેટ હોલ બુક કરાવી દીધો.

શ્વેતાની યોગેશભાઈ સાથેની વાત પુરી થઈ. ડિનર પછી આઈસ્ક્રિમ અને કૉફિ લેવાતી હતી. સુંદરલાલના ફોન સંપર્ક ચાલુ હતા. એમણે ગણપતકાકાને શુભસમાચાર આપી એમના આશિર્વાદ લીધા. પછી એણે રાજુને ફોન કર્યો. સામાન્યરીતે ગંભીર રહેતો રાજુ જાણે આનંદથી ઝુમી રહ્યો. ‘કાકા હું પણ આવું છું. આજે ઘરનો શુભ પ્રસંગ છે. અને તે પણ મારા નાના ભાઈ જેવા આદિત્ય સાથે. જાણે સોનામાં સુગંધ ભળી. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. તમારી સલાહની જરૂર છે. નિકુળ, સોરી નિકુળ નહિ, નિકિતાને જોવી છે. બનશે તો યોગેશભાઈ સાથે જ આવીશ.’

‘બેટા હું માઈકને જણાવીશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે.’

જમ્યા પછી મોનાએ સૂચન કર્યું માસી 'આજે સંગીતનો જલસો થઈ જાય.'

સોનાલીએ આદિત્યને પૂછ્યુ, 'સાથ આપશે?'

‘તમે તૈયારી કરો હું મારી સ્વિમ એક્સરસાઈઝ કરીને આવી પહોંચું છું.’

'કાલે વહેલી સવારે મારે હોપકિન્સમાં પહોંચવાનું છે એટલે હું રજા લઈશ.' મોહિતે રજા લીધી. ડિનર પછીની સાફસુફી મોના અને શ્વેતાએ પતાવી દીઘી. આદિત્યએ ઝડપી પ્રવાહની વિરૂધ્ધમાં સ્વિમ કરી ત્રણ કલાકની કસરતથી બળતી કેલરી ચાળીસ મિનીટમાં બાળી બેઝમૅન્ટમાં પહોંચી ગયો. સોનાલીએ સૂર મળેવ્યા. સુંદરલાલ અને શ્વેતાના આશ્ચર્ય વચ્ચે આદિત્યયે તબલાના તાલ મેળવ્યા. સુંદરલાલ અને સુવર્ણાએ આપેલી સિતાર સોનાલીના હૈયા સાથે વળગીને રાગ કેદાર ખરજનો આલાપ ઘૂંટતી હતી. કદાચ આ રાગ પછી જ આદિત્યનું જીવા રોપણ થયું હશે. સુંદરલાલ માતા પુત્રને જોઈ રહ્યા હતા. દીકરો સફળ ડૉકટર છે. સંસ્કારી છે. મારી જેમ ખાવાનો શોખીન છે. સંગીતનો શોખીન છે.

તબલા પર થાપ પડી આદિત્યના આંગળા રમતા થયા. ગત અને દરશન દો ઘનશ્યામ નાથ ભજનની ઘૂન શરુ થઈ. સુંદરલાલ ન્યુજર્સી અમેરિકામાં ન હતા. તેઓ મુંબઈની એક ચાલીમાં હતા. આ એમનું પ્રિય ભજન હતું. કેદારરાગ સોનાલીનો પ્રથમ પ્રેમ હતો.

શ્વેતાએ કલ્પ્યું ન હતું કે આદિત્યને સંગીતનું પણ જ્ઞાન છે.

મોનાએ સૂચવ્યું, 'શ્વેતા આ ઘરમાં રહેવું હોય તો અડધી રાત્રેયે, ગમે કે ન ગમે સંગીત સાંભળવવાની તૈયારી રાખવી પડશે.'

શેઠજીને યાદ આવ્યું. એમણે કહ્યું ‘શ્વેતા નાની હતી ત્યારે મેં એને સ્કુલ ફંકસનમાં ગાતી સાંભળી છે. ખુબ સરસ કંઠ છે.’

‘ઓકે...ઍ. શ્વેતા મેડમ કંઈક સંભળાવો.’ મોનાએ કહ્યું.

‘મેં તો ઘણા વર્ષોથી ગાયું નથી. હવે નહિ ગવાય.’

‘જો શ્વેતા તું નહિ ગાય તો મારે ગાવું પડશે. તબલાના અવાજમાં અને મારા અવાજમાં ખાસ ફેર નથી.’ આદ્દિત્યે કહ્યું.

‘બેટી, શરમા નહિ. હું અને આદિત્ય તને સાથ આપીશું.’

‘ભલે મમ્મી, હું પ્રયત્ન કરીશ’....ફિલ્મ ગુડ્ડીનું મિયાકી મલ્હારમાં ગવાયલું વાણી જયરામનું આ ગીત છે. એણે ખુબ જ નમણાશથી ગીત ઉપાડ્યું...બોલે રે પપિહરા..સોનાલી અને આદિત્યએ સંગત આપી. સૂર, તાલ અને શબ્દનો સમન્વય થયો.

શેઠજી સિવાય કોઈને ખ્યાલ ન હતો કે શ્વેતા આવું સરસ ગાઈ શક્તી હશે. સોનાલી બહેને કહ્યું 'રિયાઝ વગર પણ આટલું સરસ ગાઈ શકે છે તો તું મારી સાથે થોડો સમય ગાળતી રહેજે. હું તને શીખવીશ.'

‘શ્વેતા. આપણા વડિલો અહિ હાજર ન હોત તો મેં તને ખભા પર ઊચકી લીધી હોત. આદિત્યએ ઉમળકો વ્યક્ત કર્યો.’

‘માસી, આ તમારો નમુનો બેશરમ અને નફ્ફ્ટ થતો જાય. ચાલો આપણે બધા ઉપર જઈએ. મેના પોપટે જે કરવુ હોય તે કર્યા કરશે.’

સુંદરલાલનો સેલ ફોન જાગૃત થયો અને મોનાનું માઉથ પીસ બંધ થયું.

'જેશ્રી ક્રિશ્ન દાદાજી, હું સૌરભ બોલું છું.'

'બોલ બેટા, તું અમેરિકા આવે છેને?'

'ના દાદાજી મારો પાસપોર્ટ જ નથી અને હોયતો પણ આ વીકમાં મારી એક્ઝામ છે. એકલા પપ્પા જ આવશે. પપ્પા કહેતા હતા કે એની સાથે રાજુ અંકલ પણ અમેરિકા આવે છે.'

'હા બેટા, મને ખબર છે.'

'દાદાજી મારી એક રિક્વેસ્ટ છે.'

'બોલ બેટા.'

'ફોઈના એન્ગૅજમેન્ટ ઈવાન્ટને વેબ કેમથી ટ્રાન્સ્મિટ કરો તો અમે બધા અહીથી પાર્ટી જોઈશું.'

'એક્સલન્ટ આઈડિયા. તારા ડેડીને ફોન આપ.'

'હલ્લો યોગેશભાઈ, દીકરાએ ખુબ સરસ સજેશન કર્યું છે. પાંડુરંગને કહેજો કે આપણા ઘરના સેન્ટ્રલ હોલમા બીગ સ્ક્રિન સાથે કોમ્પુટર સેટ કરે. ગણપતકાકા અને ઘરનો સ્ટાફ પણ શુભ પ્રસંગ માણી શકે. શિવુ અને પાર્વતિને પણ રાત્રે સુવર્ણા વિલા પર બોલાવી લેજો. મળસ્કે લગભગ ચાર વાગે પ્રોગ્રામ શરૂ થશે. પાંડુરંગને કહેજો કે એ રીતનું સેટિંગ કરે કે અમે હોલ પર જવા નિકળીયે તે પહેલા આપણા ઘરના પંચદેવતાના દર્શન કરીયે અને ગણપત કાકાના આશિર્વાદ લઈએ. તમને અને રાજુને લેવા નોવાર્ક એરપોર્ટ પર માઈકલ આવશે. અહિનો એરાઈવલ ટાઈમ શું છે?'

'શનીવારે સવારે સવાસાત વાગ્યાની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવીશું.'

શુક્રવારની વહેલી સવારથી જ આદિત્ય અને સુંદરલાલ ફોન પર પાર્ટી ઈન્વિટેશન આપવા લાગી ગયા. અદ્દિત્યના સ્ટાફ, ડૉકટર મિત્રો, સુંદરલાલ શેઠના વોલ સ્ટ્રીટના મિત્રો બેત્રણ ગુજરાતી કુટુંબો મળી લગભગ સવાસો ગેસ્ટ કન્ફર્મ થઈ ગયા. મોહિતે બોમ્બે પેલેસ પર વેજ, નોનવેજનો કેટરિંગ ઓર્ડર અને ડીજેની વ્યવસ્થા કરી દીધી. નિકુળ ઉર્ફે નિકિતા આદિત્યને ત્યાં આવી પહોચી. સોનાલી, મોના, શ્વેતા અને નિકિતા ખરીદી માટે લિટલ ઈન્ડિયા ગયા. સુંદરલાલને શોપીંગ માટે સાથે જવું જરૂરી ન લાગ્યું. એઓ પાછા હિલ્ટન એમના સ્યૂટમાં આવી ગયા.

શનીવારે સવારે માઈકે યોગેશભાઈ અને રાજુને આદિત્યને ત્યાં પહોંચાડી દીધા. સુંદરલાલ પણ આદિત્યને ત્યાં આવી પહોંચ્યા.

'માસી, પાર્ટી પહેલા જો ગણપતિ પૂજન થાય તો વધુ યોગ્ય કહેવાય.'

'તારી વાત સાચી છે પણ દીકરી, આપણા એરિયામાં છેલ્લી ઘડીયે બ્રાહ્મણ મળવા મુશ્કેલ છે'

'અરે હું છું ને! મને આવડે છે.'

મોનાએ આદિત્ય અને શ્વેતાને સાથે બેસાડી ષોડસોપચારી ગણેશ પૂજન કરાવ્યું. રાજુ વિચાર કરતો હતો કે હું પણ બ્રાહ્મણ છું. પુરુષ છું. ડોકટર છું. પણ મને આ બધું આવડતું નથી. મોના પણ બ્રાહ્મણ છે, ડૉકટર છે. પારસીને પરણનાર છોકરી છે પણ એણે બ્રાહ્મણના સંસ્કાર જાળવી રાખ્યા છે.

પૂજાને અંતે આદિત્ય અને શ્વેતા સૌ વડિલોને પગે લાગ્યા અને આશિર્વાદ લીધા.

મોનાને ટિખળ સુજ્યું. 'દીકરા આદિત્ય તું સામાન્ય વિવેક ચૂકી ગયો છે'

'બોલો માતાજી.'

'આજે હું બ્રાહ્મણના સ્થાને છું. મને પ્રણામ કરવાનું ભાન રહ્યું હોય એવું લાગતું નથી. હું દુર્વાસા પણ થઈ શકું છું. બીજું તું બ્રહ્મદક્ષિણા આપવા ટેવાયલો નથી પણ હવે તું સંસારી થયો છે. બચ્ચા થોડું થોડું શિખવા માંડ.'

આદિત્યે બે હાથ ઠોકીને દૂરથી નમસ્કાર કર્યા. શ્વેતાએ વાંકાવળી ભાવ પૂર્વક નણંદબાને પ્રણામ કર્યા.

યોગેશભાઈએ ગજવામાંથી સવાસો ડોલર કાઢીને મોનાના હાથમાં મુક્યા.

'આજે આ ફરજ મારી છે મોનાબેન.'

મોના પોતાના વ્યંગ બદલ જરા છોભિલી પડી ગઈ. મોટાભાઈ હું તો મશ્કરી કરતી હતી. મને મોનાબેન કહી શરમાવશો નહિ. માત્ર મોના જ કહેવાનું. એણે એ જ દક્ષિણા શ્વેતાના હાથમાં પકડાવી દીધી.Rate this content
Log in