Pravinkant Shashtri

Drama Thriller

3  

Pravinkant Shashtri

Drama Thriller

“શ્વેતા” પ્રકરણ ૨૧

“શ્વેતા” પ્રકરણ ૨૧

9 mins
516


“શ્વેતા”

પ્રકરણ ૨૧

લિસા તો એના બોયફ્રેન્ડ સાથે રહી શકે છે. ઈન્ડિયામાં કન્વર્ટેડ લેડીને બૉયફ્રેન્ડ મળે ખરો? પુરુષ તરીકે પણ શારીરિક સુખથી વંચિત છું. સ્ત્રી તરીકે શારીરિક ભુખ જાગશે તો એ ભૂખ ભાંગે એવું કોઈ પ્રીય પાત્ર મળશે એની પણ શી ખાત્રી છે? અત્યારે જ જીજાજીને ફોન કરી ને કહી દઉં, કોઈ ઓપરેશન નથી કરાવવું. હવે શ્વેતાને જે કરવું હોય તે કરે. હું વહેલી તકે બોમ્બે જઈને કંપનીનું કામ શરુ કરી દઈશ.

નિકુળે રાજુભાઈનો ફોન જોડ્યો...

"જીજાજી ગુડ્ મોર્નિંગ. જય શ્રી ક્રિષ્ણ. સોરી મેં તમને ઊંઘમાંથી તો નથી ઊઠાડ્યા ને?"

અત્યારે ઉધનામાં સવારે છ વાગ્યા હતા. રાજુભાઈ સવારે પાંચ વાગ્યે ઊઠી રોજ યોગા કરતા હતા.


"ના નિકુ, હમણાં જ એક્ષરસાઈઝમાંથી પરવાર્યો. બોલ શું ખબર છે? આદિત્યની ઑફિસમાંથી તમે હૉટેલ પર જવા નિકળ્યા પછી તરત જ આદિત્યનો ફોન હતો. એણે મને ગુડ ન્યુઝ આપ્યા. બેસ્ટ લક. યુ વીલ બી ડિફરન્ટ. યુ વીલ બી ન્યુ એન્ડ હેપી પરસન."

"બટ જીજાજી..."

"વ્હોટ....?."

નિકુળ રડી પડ્યો.

"નિકુ, આર યુ ઓલરાઈટ?"

શ્વેતાના દિલ દિમાગમાં આદિત્યે ઉત્તેજનાની રંગીન આતસબાજી ફોડવી શરૂ કરી હતી. આદિત્યની વાતોનું મનભાવન અર્થઘટન કરતી શ્વેતાને અત્યાર સુધી ખ્યાલજ ન હતો કે નિકુળ ફોન પકડીને રડતો હતો. મોટા ડૂસકાએ એને જાગૃત કરી.

"નિકુળ, વ્હોટ હેપન્ડ?.... હુ ઇઝ ઓન ધ ફોન?... બડી કેમ રડે છે?"

નિકુળે રડતા રડતા ફોન પર કહ્યું "જીજાજી આઈ ડોન્ટ વૉન્ટ ટુ ચેઈન્જ માયસેલ્ફ. હું જે છું તે જ બરાબર છું."

"આખરી નિર્ણય તો તારે જ લેવાનો છે. છતાંયે મારી કંઈક તારા પ્રત્યેની ફરજ છે. હું માનું છું કે મારો થોડો અધિકાર પણ છે...જો તું એ સ્વીકારતો હોય તો એટલિસ્ટ લેટ મી નો ધ રિઝન. શું તને સર્જરીની બીક છે? ખર્ચની ચિંતા છે? નિકુ, મન મુકીને વાત કર."

શ્વેતા નિકુળના વાંસા પર હાથ ફેરવતી હતી. નિકુળના ફોનનું વોલ્યુમ એટલું મોટું હતું કે રાજુભાઈનો અવાજ પણ પાસે ઉભેલી શ્વેતાને સ્પષ્ટ સંભળાતો હતો.

"જીજાજી, નિકુળ મટી ગયા પછી હું કોણ? ન તો સમાજ. ન તો મારું પોતાનું કુટુંબ. બહેન હતી તે પણ ગઈ. જો હું નિકુળ મટી જાઉં તો એક માત્ર લોહીનું સગપણ ધરાવતી મારી ભાણેજ પ્રાચીને પણ ગુમાવી બેસું. આપના કુટુંબમાં પ્રેમનો જે આશરો મળ્યો મળ્યો છે તે ખોવા હું તૈયાર નથી. નોકરી વગર, પ્રતિષ્ઠા વગર, મારાથી ન જીવી શકાય. શારીરિક સુખ, જેની પણ ખાત્રી નથી તેને માટે મારું જે છે તે ગુમાવવું નથી. મારું કોણ?.. ના જીજાજી ના. આઈ ડોન્ટ નીડ સર્જરી."

શ્વેતા નિકુળને સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. નિકુળની વાત કાંઈ ખોટી ન હતી. અને રૂઢિચુસ્ત પાર્વતિબા! એ કોઈ પણ સંજોગોમા નિકુળના પરિવર્તનને ન સ્વીકારે.

........પણ રાજુભાઈ આશ્ચર્યજનક રીતે હસ્યા. એની પ્રકૃત્તિ તો શાંત અને ધીરગંભીર. તે હસ્યા. તે ખડખડાટ હસ્યા. "નિકુ, તું હવે મર્દ રહ્યો જ નથી. મર્દ હોત તો રડતે નહી. તું તો ખરેખર છોકરીની જેમ જ રડે છે ને? તારી બહેન પણ નાનીનાની વાતમાં આમ જ રડતી. ડિયર, નાવ યુ ડોન્ટ હેવ એની ચોઇસ. ફ્રોમ ટુ ડે, આઈ હેવ યોર ન્યુ નેઇમ.. નિકિતા. ફોર મી, યુ વીલ બી માય સ્વિટ નિકિ. ધેટ્સ ફાઈનલ. અને તારું કોણ? ડોન્ટ વરી. મૈં હું ના..."

શું આ રાજુભાઈ વાત કરતા હતા? સદાય ગંભીર અને મિતભાષી રાજુભાઈ આવા ગંભીર વિષયને હસી કાઢે અને ફિલ્મી ડાયલોગ મારે, એ કલ્પના બહારની વાત હતી. એટલું જ નહીં, પણ અધિકાર પુર્વક નિર્ણયાત્મક ચુકાદો પણ આપી દીધો. જો રાજુભાઈ જ હોય તો આજની ભારતની ધરતી પર સવારે, સુર્ય પુર્વને બદલે પશ્ચિમમાં ઉગ્યો હશે.

"નિકુ!... સોરી નિકિ!.... જરા ફોન શ્વેતાને આપતો! માનું છું કે એ તારી સાથે જ છે."

"હાય શ્વેતા! હું જ તને ફોન કરવાનો હતો. સારું થયુ નિકિએ ફોન કર્યો. એને તું સાચવી લેજે. એની જવાબદારી તને સોંપું છું."

"બીજી એક તદ્દન સીધી વાત. આદિત્ય તારા પર ગાંડો થયો છે. તને પામીને જ જંપશે. સુંદરકાકાની જેમ ધારેલું કરવાવાળો છે. જો તને ન ગમતો હોય તો અત્યારે જ મુંબઈ આવી રહે. આઈ પર્સનલી રેકમ્ંડ હીમ. મેં તારી નાનપણથી આજ સુધીની તમામ વાત કરી છે. કશું છુપાવ્યું નથી. એને તારા ભુતકાળ સાથે સંબંધ નથી. એ તારી સાથેના ભવિષ્યના રંગીન સ્વપ્ના જુએ છે. એણે માત્ર એક જ સુચન કર્યું છે. અત્યારે એની મમ્મીને તારી ઓળખાણ અમારા ફેમિલી ફ્રેન્ડ તરીકે અને સુંદરલાલ શેઠની દીકરી તરીકે આપશે.”

“એના મમ્મી મારા પાર્વતિબા જેવા સંકુચિત માનસના નથી છતાંયે કદાચ તારા પુર્વલગ્ન જીવનને કારણે પણ આદિત્ય હાલ પુરતું કહેવાનું માંડી વાળતો હશે. માં દીકરો એકબીજાની લાગણી દુભાવતા નથી. તું એની સાથે સુખી જ થશે એની ખાત્રી આપું છું.”

“નિકુળની કે તારી વાત પપ્પા મમ્મીને કરવાનો નથી પણ આજે લંચ પછી હું સુંદરકાકાને નિકુળની, તારી અને આદિત્યની વાત કરીશ. સુંદરકાકા જેવા કુશાગ્ર વ્યવહારદક્ષ માનવી મેં જોયા નથી. હું જ્યારે જરૂર પડે ત્યારે એની સલાહ જ લઉં છું.”

“આજે મેં ઘણી વાત કરી ખરુંને!"

“આદિત્ય તને કેવો લાગ્યો?”

શ્વેતાએ હસતાં હસતાં કહ્યું "વાતોડિયો અને ખાઉધરો".

"તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તારે કાનમાં ઈયર પ્લગ નાંખવાના અને કિશન મહારાજે મથુરાના ચોબાજી માટે રસોઈ કરવાની છે એમ સમજી લેવું. પ્રોબ્લેમ સોલ્વ."

જે રીતે શ્વેતાએ નિકુળ સાથેની વાત સાંભળી તે જ પ્રમાણે નિકુળે પણ શ્વેતા સાથેની વાત સાંભળી.

બન્નેને એક માનસિક સધ્યારો મળી ગયો. રાજુભાઈ જેવા પરિપક્વ સ્નેહિ તેમની સાથે છે.

"શ્વેતા! કૉફી પીશું?"

"સ્યોર, બડી."

શ્વેતાએ કોફી બનાવી.

નિકુળ એકદમ સ્વસ્થ હતો. નિકુળે જ કહ્યું "શ્વેતા મારે સીડી જોવી છે. ધેર મે બી સમ ગ્રાફિક ડિટેઇલ. તું મને કંપની આપશે?"

"ચોક્કસ. આપણે એડલ્ટ્સ છીએ. અને આપણે મિત્રો છીએ. થોડા સમય પછી આપણે બધી રીતે સમાન હોઈશું."

બન્નેએ સાથે બેસીને સીડી જોઈ. ગુહ્યભાગોની સર્જરીની સમગ્ર વિગત દર્શાવાઈ હતી. મિત્રો હોવાનો દાવો કરતી શ્વેતાના મુખ પર શરમ સંકોચનું આવરણ આવી ગયું. ભલે એ મેડિકલ વિષય હતો છતાં બન્ને નતો ચર્ચા કરી શક્યા કે નતો એકબીજા સાથે આંખ મેળવી શક્યા.

બન્ને પડખું ફેરવી પોતપોતાના બેડ પર સુઈ ગયા. શ્વેતાએ આંખ બંધ રાખીને પુછ્યુ, "આર યુ રેડી ફોર સર્જરી?"

"ઈટ્સ જીજાજીસ વીશ. વીથ હિઝ સપોર્ટ આઈ વીલ ગો ફોર સર્જરી"

"કેન આઈ લોક ધીસ એન્સર?"

"યસ યુ કેન."

"આર યુ સ્યોર?"

"યેસ"

"બેસ્ટ લક બડી. ગુડ નાઈટ."

ગુડ નાઈટ શ્વેતા"

બન્ને વગર બોલ્યે, ઊંઘવાનો ડોળ કરી એક બીજાને છેતરતા રહ્યા. વિચારતા રહ્યા. અજ્ઞાત ભવિષ્યને પામવા કોશિશ કરતા રહ્યા. શ્વેતાના હૈયાએ ઠપકો આપ્યો. છેવટે સઘળુ ઈશ્વરેચ્છા પર અવલંબિત છે. શ્વેતા ચિંતા છોડીને નિરાંતે ઊંઘી જા "ન જાણે તું, પ્રભાતે શું થવાનું છે".

અને શ્વેતા પ્રભુ સ્મરણ કરતાં કરતાં વહેલી સવારે ઊંઘી ગઈ.


…........જ્યારે શ્વેતા જાગી ત્યારે નિકુળ તૈયાર થઈને લિસાની રાહ જોતો હતો.

“નિકુળ! તેં મને ઉઠાડી પણ નહિ? ક્યાં જવાની તૈયારી છે?”

"લિસાનો ફોન હતો. મને બ્રેકફાસ્ટ કરવાની ના કહી છે. હમણાં એ આવશે. મારે એની સાથે કોઈ ક્લિનિકમાં ફિઝીકલ અને બ્લડ ટેસ્ટ માટે જવાનું છે. તારે ડૉકટર સાથે બહાર જવાનું છે. લંચ માટે આપણે કોઈ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાન્ટમાં ભેગા થઈશું. લંચ પછી આ હોટેલમાંથી ચેકઆઉટ થઈ ને ડોકટરને ત્યાં રહેવા જવાનું છે."

નિકુળે બધો પ્લાન શ્વેતાને જણાવ્યો.

"બડી! મને તો કોઈ કંઈ પુછતું જ નથી. કોઈ કંઈ કહેતું જ નથી. તને આ બધી કેવી રીતે ખબર?"

આપણી સાથે વાત થઈ ત્યાર પછી મારા જવાબની રાહ જોયા વગર જીજાજીએ ફાયનલ ડિસીસન આદિત્યને ફોન કરીને જણાવી દીધું. ડોકટરે લિસાને સુચનાઓ આપી. લીસાએ મને ફોન કર્યો હતો. હું આખી રાત ઊંઘ્યો જ ન હતો. મને ખબર છે કે વહેલી સવારે જ તારી આંખ મિચાઈ. એટલે તને સૂવા દીધી. હવે હમણાં તારો બોયફ્રેન્ડ આવશે. જલદી તૈયાર થઈ જા."

શ્વેતાએ મીઠો છણકો કર્યો. "હી ઇઝ નોટ માય બૉયફ્ર્ન્ડ."

"યુ કિડિંગ! ઇફ હી ઈઝ નોટ; હી વીલ બી."

શ્વેતા બાથરૂમમાં ભરાઈ ગઈ.

જ્યારે તે બાથરૂમમાંથી બહાર નિકળી ત્યારે એને જોઈને નિકુળ પણ છ્ક થઈ ગયો. ઈન્ડિયા છોડ્યા પછી પહેલીવાર તેણે સાડી પહેરી હતી. નાભીથી આઠ આંગળ નીચે પહેરેલી સાડી એના નાજુક કટી પ્રદેશ અને નિત્ંબના વળાંકોને કલાત્મક રીતે પ્રદર્શીત કરતા હતા. ચુસ્ત ઉરોજો પર આપોઆપ નજર સ્થિર થઈ જતી હતી. આછો મેકઅપ એના કુદરતી રૂપને વધુ નિખાર આપતો હતો. સદ્યસ્નાતા સુંદરીના છુટ્ટા વાળ તેના માદક સૌંદર્યને છ્લકાવતા હતા.

શ્વેતાને જોઈને જાણે નિકુળના સુસુપ્ત મેઇલ હોર્મોન્સ જાગૃત થયા. એણે રોડછાપ રોમિયોની જેમ મોંમાં બે આંગળી નાંખી સિસોટી મારી. "એય બ્યુટિ,… આના હૈ ખંડાલા?"

બન્ને હસી પડ્યા.

વાત આગળ વધે તે પહેલા રિસેપ્સનમાંથી રિગ વાગી. બન્ને એલિવૅટરમાં નીચે આવ્યા. લિસા અને આદિત્ય લોન્જમાં રાહ જોતા હતા. શ્વેતાને જોઈને આદિત્ય સંમોહિત થઈ ગયો.

"વાઉવ" એનો એક હાથ જિનના પોકૅટમા હતો બીજા હાથની તર્જની ગાલ પર મુકીને એ પલક પાડ્યા વગર શ્વેતાને તાકતો રહ્યો. "માશાઅલ્લાહ, હમતો મર ગયે." મુઢ બનીને સૌંદર્ય પીતો જ રહયો. છેવટે લિસાએ એની આંખ આડે ચપટી વગાડી. "ડાક, વેક અપ."

આદિત્ય છોભિલો પડી ગયો. એણે બે હાથ જોડી વિવેક વાપર્યો. "નમસ્તે શ્વેતાજી"

હવે શ્વેતાની શરારતનો વારો હતો. "હવે જી..જી છોડશો?" એણે શેકહેન્ડ માટે હાથ લંબાવ્યો. "ગુડ મોર્નિંગ આદિત્ય" બન્નેએ અનુભવ્યું કે બે હાથનું હસ્તધુનન ઔપચારિક કરતાં કંઈક વધુ હતું. સ્પર્શની અનુભૂતિ રોમાંચક હતી.

નિકુળે લિસાને કહ્યું "લેટ્સ ગો." તે ધીમેથી બબડ્યો. 'મારે કબાબમાં હડ્ડિ નથી થવું' લિસાને ખાસ સમજ પડી નહિ. બન્ને ટેક્ષીમાં ક્લિનીક પર જવા રવાના થયા. શ્વેતા અને આદિત્ય એકલા પડ્યા.

શ્વેતાએ જ પહેલ કરી. ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. શ્વેતા એક દિવસમાં એની નાડ જાણી ગઈ હતી. અને આમ પણ શ્વેતાએ તૈયાર થવાની ઉતાવળમાં બ્રેકફાસ્ટ નહોતો કર્યો. આદિત્ય તો ભરપેટ નાસ્તો કરીને આવ્યો હતો પણ 'કોન્ટિનેન્ટલ ડિલક્ષ'ની ડિશ પુરી કરી.

પહેલા બન્ને રોકફેલર સેન્ટરમાં ફર્યા. પછી ચાલતા ચાલતા સાઉથ પાર્ક પાસે આવ્યા. ત્યાંથી સેન્ટ્રલ પાર્કમાં હોર્સ બગીમાં રાઈડ લીધી. હાથમાં હાથ લઈને સંગનો રંગ માણ્યો. બન્નેને કંઈક કહેવું હતું, કંઈક પુછવું હતું પણ શબ્દો ખોવાઈ ગયા હતા.

શ્વેતાએ પુછ્યું, "આપણે કશે ક બેસીશું?"

બન્ને એક બેન્ચ પર બેઠા.

"આદિત્ય મારે થોડી વાત કરવી છે."

"મારે ઘણી વાત સાંભળવી છે."

"આદિત્ય, હું વિધવા,… વિડો છું."

"આઈ નો."

"મારા માથા પર મારા બાપુજીની ખાસ જવાબદારી છે."

"આઈ અંડરસ્ટેન્ડ."

"આવતી કાલથી વૉલસ્ટ્રીટમાં થોડો અનુભવ લઈને આવતા વીકમાં મુંબઈ ચાલ્યા જવાનું વિચારું છું."

"વૉલસ્ટ્રીટ ટ્રેઈનીંગ તો શક્ય છે પણ આવતા વીકમાં ઈન્ડિયા જવાનું શક્ય નથી. તમારે મારી મમ્મી માટે ડોટર-ઈન-લૉ શોધવાની છે."

એટલામાં સેલ ફોનની રીંગ વાગી. લિસા અને નિકુળ, ક્લિનીક પર તેમની રાહ જોતા હતા. "મારી કાર બે બ્લૉક પર પાર્કિંગ ગરાજમાં છે. ચલાશે?"

"હા ચાલી નાંખીશુ."

આદિત્યે તેની મર્સિડીઝ લીધી અને બન્ને ક્લિનીક પર પહોંચ્યા. ક્લિનીક પરથી તેમને લઈને કાર લેક્ષિંગટન પર આવેલા 'મદ્રાસ મહાલ' પર થોભી.

આદિત્યે આ સ્થળનો ટૂંકો પરિચય આપ્યો. ફૂડ ઇઝ વેરી ટેસ્ટી. યુ વીલ ગેટ પંજાબી, ગુજરાતી, સાઉથ ઈન્ડિયન વેરાયટિઝ અને કોસર ફુડ. સર્વિસ, કર્ટસી અને ક્લીનલીનેસ મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી.

બધા બારી પાસેના ટેબલ પર બેઠા. લંચટાઈમ હતો અને ગીર્દી ખૂબ હતી. ઓર્ડર આવતાં વાર લાગતી હતી. આદિત્યે પાર્ક બેન્ચની વાતનું અનુસંધાન સાધ્યું. "યુ કેન નોટ ગો ટુ ઈન્ડિયા વિધાઊટ ફાઈન્ડિગ ડોટર ઇન લૉ ફોર માય મામ."

"મામને કેવી વહુ ગમશે?" શ્વેતાએ પુછ્યું

"વહેલી સવારે ઊઠીને ગરમ થેપલા કે ગોટા - જલેબીનો નાસ્તો કરાવે. મારું ટિફીન તૈયાર કરે.

હું સાંજે ઘરે આંવું ત્યારે મારા બુટ કાઢે. રાત્રે મીઠા ગીતો ગાતા ગાતા પગચંપી કરે. મારા બે એકર પ્લોટની લોન મોઉવ કરે. વિન્ટરમાં સ્નો પ્લાવ કરે અને મારા એક ડઝન છોકરાની માં બને. બસ મારી મમ્મીની આટલી જ અપેક્ષા છે. પાંચ પાંચ વર્ષથી શોધ કરે છે. મારા પર નહિ પણ મારી વૃધ્ધ માતા પર દયા કરો શ્વેતાજી."

"હઅ...તો થઈ આ તમારા માતૃશ્રીની પસંદગી!.../. હવે તમારી પસંદગીનું સ્ટાન્ડરડ જણાવશો તો આભારી થઈશ."

"મારી પસંદગી?" આદિત્ય હસ્યો. બહાર સાઈડવૉક પર એક કાળી જાડી મહિલા જતી હતી. આદિત્યે એના પ્રત્યે આંગળી ચીધીને કહ્યું "પેલી જેવી બ્યુટિફુલ."

બધા ખડખડાટ હસી પડ્યા.

પાછળ જ જૈફ સરદારજી બેઠા હતા. જુવાનીયાઓની વાતો સાંભળતા હતા. આતો ઈન્ડિયન માહોલ હતો. સરદારજીએ કોમેન્ટ મારી "દિલ લગા ગધીસે તો પરી ક્યા ચીઝ હૈ. અરે પુત્તર! સામને સ્વર્ગકી અપ્સરા હૈ ઔર તુ કાલી ભેંસકી સોચતા હૈ? અગર મેં જવાન હોતા..."

"મગર સરદારજી અપ્સરા માનતી હી નહિ તો ક્યા કરું?"

"નાક રગડ દો, માન જાયેગી."

નાક રગડવાનો સમય અને સ્થળ ન્હોતા. પેટ પુજાનું સ્થળ અને સમય હતો.

આદિત્યે પંજાબી ઍપેટાઈઝર, ગુજરાતી સ્પેશિયલ થાળી, મેન્ગો લસ્સી. એક મસાલા ઢોસા, એક ઊત્તપમ અને છેલ્લે માદ્રાસી કૉફી સાથે લંચ પુરું કર્યું. બીજા બધાએ મર્યાદિત રીતે મનપસંદ વાનગીઓ માણી.

લંચ પછી એની મર્સિડીઝ પ્રિસ્ટોન ન્યુજર્સી તરફ સરતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama