Pravinkant Shashtri

Crime Others Thriller

3  

Pravinkant Shashtri

Crime Others Thriller

“શ્વેતા” પ્રકરણ ૧૧

“શ્વેતા” પ્રકરણ ૧૧

7 mins
11.9K


રિટ્ઝમા લંચ લઈને છૂટા પડ્યા પછી સિનીયર ઈનસ્પેકટર મલહોત્રાએ ત્રણ ચાર દિશામા ચક્રો ગતીમાન કરી દીધા હતા. સી.આઈ.ડી બ્રાંચના ડિટેકટિવ પવારને અક્ષય અને કેથીની છેલ્લા વીસ વર્ષની એકટિવીટી પ્રોફાઈલ તૈયાર કરવાનું સોંફાઈ ગયું. મલહોત્રાનું કાર્યક્ષેત્ર કોલાબામાં હતું. બે વાગ્યે સ્પેસિયલ મિટિંગમા અંધેરીના એરિયા આસિસ્ટન્ટ કમિશનર ગણાત્રા સાથે ઓપરેશન પ્લાન નક્કી થઈ ગયો હતો. કેથીનો લક્ઝરીઅસ એપારટમેન્ટ જુહુ તારા રોડ પર હતો. એરપોર્ટ પરથી કેથી અને અક્ષય, બન્ને ત્યા જ જશે એનું ગણત્રી પૂર્વકનું અનુમાન હતું. જો અક્ષય છૂટો પડી સીધો સુવર્ણા વિલા પર જાય તો પ્લાન 'બી' પણ તૈયાર કરાયો હતો.

કેથીનો બીજો એપાર્ટમેન્ટ ગોવાના બાગા બીચ નજીક હતો. ઉત્તર ગોવા વિભાગના પોલિસ વડાને સર્ચ વોરન્ટ મેળવીને સવારે નવ વાગ્યે રેઇડ પાડવાનું આયોજન થયું હતું. મલહોત્રા બેકગ્રાઉન્ડમા હતા. ગણાત્રા સાહેબ, સબઈનસ્પેકટર સિંહા અને મિસ નાયડુ આ ઓપરેશનના મુખ્ય સૂત્રધાર હતા.

સોમવારે સવારે સાડા ચારવાગ્યે પોલિસની એક જીપ એરપોર્ટ પર હાજર હતી. એમા સિંહા અને મિસ નાયડુ હતા. સિવિલ ડ્રેસમા મોટર બાઈકને અંઢેલીને મલહોત્રા અક્ષય કેથીની રાહ જોતા ગૅઇટની પાસે ઉભા હતા.

કેથીના એપાર્ટમેન્ટ પાસે ઉભેલી જીપમા ગણાત્રા સાહેબ જાતે એક લેડી ઓફિસર અને બે હવાલદાર જરુરી વોરન્ટ સાથે હાજર હતા.

સવારે પાંચ પાંત્રીસે અક્ષય અને કેથી બહાર નીકળ્યા. મિ. મલહોત્રાએ બન્ને જીપના ઓફિસરોને એલર્ટ સિગ્નલ આપ્યો. ધારણા મુજબ અક્ષય અને કેથીની ટેક્ષી જુહુ તારા રોડના એપાર્ટમેન્ટ પર જ જતી હતી. ટેક્ષીની પાછળ સિવિલ ડ્રેસમા મલહોત્રા બાઈક પર પીછો કરતા હતા. બાઈકની પાછળ સિંહા અને નાયડુની જીપ હતી.

અક્ષય અને કેથી ચૌદમા માળે આવેલા તેમના એપાર્ટમેન્ટમા પહોંચ્યા ત્યારે સવારે સવા છ થયા હતા. બન્ને ઉજાગરાથી થાકેલા હતા. બન્ને પહેરેલે કપડે જ બેડમા આડા પડ્યા.

....અને ડોર બેલ રણક્યો.

કેથીએ કંટાળેલા અવાજે પુછ્યું, "કૌન હૈ ?"

"પુલિસ"

તે સફાળી બેઠી થઈ અને બારણું ખોલ્યું. ગણાત્રા સાહેબ અને ઓફિસરો એપાર્ટમેન્ટમાં ધસી આવ્યા.

"આપકે પાસ વોરન્ટ હૈ ક્યા" અક્ષયે દમ ભિડાવ્યો. "જાનતે હો મૈં કોન હું?"

"હાં, હાં મૈ અચ્છી તરહ સે જાનતા હું તુ કૌન હૈ. એક સજ્જન શેઠકી બિગડી હુવી નાલાયક ઓલાદ હૈ તુ."

સિંહાએ અક્ષયના ગાલપર એક ચમચમતી થપ્પડ ઠોકી દીધી.

સિંહા એક સામાન્ય હવાલદારમાંથી સબ ઈન્સપેકટર સુધી પહોચેલા રફ અને ટફ ઓફિસર હતા. એની કાર્યપદ્ધતિ કેટલીક વાર કૉડ ચૂકી જતી પણ ધારેલા પરિણામ માટે ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન કરતું.

"ચુપચાપ બૈઠ જા યહાં યે કુર્શી પર.”

“એઈ લડકી, તુ ભી દેખ લે. યે મેજીસ્ટ્રેટ સાહબકી સાઈન વાલા વોરન્ટ. ઔર તુ ભી યે સોફા પર બૈઠ જા."

કેથીને સોફા પર બેસાડી દીધી. હાથમાં વોરન્ટ પકડાવી દીધું.

ગણાત્રા સાહેબ ખૂણાપર અદબ વાળી ઊભા હતા. ચકોર નજર બધે ફરતી હતી. થોડી થોડી વારે સેલફોન પર મનોહર મલ્હોત્રા સાથે વાત કરતા હતા.

સર્ચ શરૂ થઈ. આખું એપાર્ટમેન્ટ ખેદાન મેદાન થઈ ગયું.

"સર વી ફાઉન્ડ ડ્રગ સિરીનઝ ફ્રોમ્ ઈનર પોકેટ ઓફ સ્યૂટકેસ." લેડી ઓફિસરે સિંહાને બતાવી.

“હલ્લો.... ઓ.. મિસ મિરેન્ડા. આપ નર્વસ હો તો એક શૉટ લે લો. અબ કોઈ ફરક નહિ પડતા.” સિંહાએ ટિખળ કરી.

“મિસ નાયડુ, ગેટ યોર ટોની.” ગણાત્રા સાહેબે ઓર્ડર કર્યો. નાયડુએ હવાલદાર તરફ ઈશારો કર્યો. સ્નિફર ડૉગ ટોની આવીને એની ડ્યુટી પર લાગી ગયો.

એ સૂંઘતો. ડ્રગની હાજરી જણાતા ભસતો, બચકા ભરતો અને નખ મારતો.

કિચન કાઉન્ટર પર એક મોટો રેડિયો હતો. ટોનીએ કુદીને રેડિયો પાડી નાંખ્યો. નાયડુએ ખોલીને જોયું તો બેટરી કંપાર્ટમેન્ટમા ચાર બેટરીને બદલે બેટરી આકારની ચાર વાઈલ્સ ડ્ર્ગથી ભરેલી હતી.

ટોની બાથરૂમ તરફ ધસ્યો. કેબિનેટ પર ન્હોર માર્યા. નાયડુએ કેબિનેટ ખોલી આપ્યું. એમાંથી ટોનીએ પ્લાસ્ટિકના સેનેટરી ટેમ્પોન બોક્ષને બચકું ભર્યું. ટેમ્પોન્સમા એબશોર્બન્ટને બદલે કોકેઈન હતું. ટોની આખા એપાર્ટમેન્ટમા દોડતો અને સૂંઘતો રહ્યો. બીજું ખાસ નીકળ્યું નહી. મળેલા માલની બજાર કિંમત કરોડની પાસે પહોંચતી હતી.

સિંહાને જોઈતું આલ્બમ મળ્યું. "ગણાત્રા સાહેબ આ આલ્બમમાં સ્વિટ્ઝરલેન્ડના સરસ પિકચર્સ છે. જોવા જેવા છે. આપણા નસીબમા સ્વિટ્ઝરલેન્ડ ક્યારે! “એઇ છોકરી! આ આલ્બમ રેકોર્ડ નથી કરતો. જોવા માટે મારી પાસે રાખી મુકીશ. તું જ્યારે લાંબી સેન્ટન્સની મજા માણીને, ડોસી થઈને બહાર આવશે ત્યારે આલ્બમ પાછું આપી દઈશ." બરછટ સિંહા સોંસરા ચાબખા માર્યે જતો હતો.

“ઓ કે લેટ્સ ગો.” એણે સમેટવા માંડ્યું.

ગણાત્રા સાહેબે કહ્યુ "નોટ સો ફાસ્ટ. જો આ જગ્યાએ ડ્રગનો હોલસેલ બિઝનેસ ચાલતો હોય તો એના કેશ મની પણ આ એપાર્ટમેન્ટમા જ હશે."

આમાં ટોની કામ નહિ લાગે. અક્ષય અને કેથીને ભીંત પાસે ઉભા રાખ્યા. નાયડુએ કેથીને થપ્પડ મારી ને પુછ્યું "બતાદે પેસા કહાં છુપાયા હૈ."

પણ કેથીએ મોં બંધ રાખ્યું. બેડ ઊધો થઈ ગયો. મેટ્રેસ ચિરાઈ ગઈ. સેઈફ શોધવા દિવાલ પરના પેઇન્ટિંગ અને પિકચર્સ નીચે પાડી દેવાયા. છેવટે સોફાની નીચે બે બોલ્ટ કરેલા મેટલના તળિયાની વચ્ચે, હજારની નોટોના બંડલો નીકળ્યા.

"નાવ વન મોર થીંગ મિ.સિંહા. લેટ્સ હેવ સમ એન્ટરટેઇનમેન્ટ. પીક અપ એની રેન્ડમ ડીવીડી એન્ડ પ્લે ઈટ.”

એક ડીવીડી ચાલુ થઈ. ક્રિકેટની હતી. હવાલદારોને રસ પડી ગયો. પણ ગણાત્રા સાહેબે ફાસ્ટફોર્વર્ડ કરાવી. એ ડીવીડી પોર્નોગ્રાફિક નીકળી. બધીજ ડીવીડી કબજે કરાઈ.

જરૂરી ફોટા પડયા. વિડિયો લેવાયો અને સાક્ષીઓની હાજરીમાં નોંધ લેવાઈ.

અક્ષય અને કેથીને હાથકડી પહેરાવાઈ.

એક જીપ અક્ષયને અને સિંહાને લઈને મરિનડ્રાઈવ પોલિસ સ્ટેશન પર પહોંચી. સિવિલ ડ્રેસમાં મલહોત્રા બાઈક પર જીપની પાછળ જ હતા.

બીજી જીપમાં ગણાત્રા સાહેબ અને મિસ નાયડુ કેથીને અંઘેરી પોલિસ સ્ટેશન પર લઈ ગયા.

***

નાના રૂમમાં એક ખુરસી પર અક્ષય ઘ્રુજતો બેઠો હતો. સિંહાએ યુનિફોર્મ શર્ટ કાઢી ખીંટીએ લટકાવ્યું. કમ્મર પરનો બેલ્ટ કાઢી હાથમાં લીધો. સામે એક સ્ટુલ પર, એક પગ મુકીને સિંહા ઊભા હતા. અક્ષય થરથરતો હતો.

હિડન કેમેરા પરથી બાજુની ઓફિસના મોનિટર પર ઈન્ટરોગેશન રિલે થતું હતું. એરિયા ઇનચાર્જ ઓફિસર અને મલહોત્રા મોનિટર જોઈ રહ્યા હતા.

અક્ષયની સઘન પૂછપરછ શરૂ થઈ.

"તારું નામ?"

સૂકાતા ગળામાંથી ઝીણો અવાજ માંડ નીકળ્યો.

"અક્ષય"

“અક્ખા નામ. ઔર જોરસે બોલો. મુઝે સુનાઈ નહિ દેતા.”

"અક્ષય સુંદરલાલ શેઠ."

"ઊમ્મર?"

"ચોવિસ વર્ષ."

"મેરિડ કે અનમેરિડ?"

"મેરિડ."

"ક્યારે લગ્ન થયેલા?"

"બાર દિવસ પહેલા."

“સ્વિત્ઝરલેન્ડ હનિમુન માટે ગયા હતા?”

"હા"

"બદ્તમિઝ હા નહિ….. હા સાહેબ બોલ."

"હા સાહેબ"

"કેથી તારી વાઈફ છે?"

"ના, સાહેબ?"

"તો કેથી કોણ છે?

"મારી સેક્રેટરી છે, સાહેબ."

"એ તો ડ્રગ ડિલર છે. તું એનો બોસ છે? આવા કેટલા ડિલર તારે માટે કામ કરે છે?"

“ના, ના સાહેબ, ના મારે કેથીના આ ધંધાની કંઈજ ખબર નથી. એ તો મારી ઓફિસ સેક્રેટરીજ છે."

"તો વાઈફ કોણ છે?"

"શ્વેતા."

"શ્વેતા ક્યાં છે?"

અક્ષય મુંગો રહ્યો.

સિંહાએ ફરી પુછ્યું; " સૂનાઈ નહિ દેતા? મને પૂછા, તારી વાઈફ શ્વેતા ક્યાં છે?"

અક્ષય પાસે આનો જવાબ ન્હોતો.

સિંહાએ અક્ષયનો કોલર પકડી ઉંચકીને ભીંત સાથે અફાળ્યો. નાની ચાર દિવાલ ધ્રુજી જાય એવી ત્રાડ નાખી. "વ્હાઈ ડોન્ચ્યુ એનસર માઈ ક્વેશચન્? વ્હેર ઈઝ યોર વાઈફ?"

“સાહેબ મને ખબર નથી. એ સ્વિટ્ઝરલેન્ડમાં ગુમ થઈ ગઈ છે. બહુ શોધી પણ પત્તો ન લાગ્યો.”

" ઑઑઑઑ ગુમ થઈ! પત્તો નથી! આઈ હોપ યુ હેવ્ન્ટ કિલ હર. નાવ વી મે હેવટુ ઓપન અનધર કેઈસ. બેટ્ટમજી, અબ તૂ જરૂર લટકેગા. રાઈટ નાવ આઈ એમ કન્સર્ન વીથ યોર નારકોટિક્સ કનેક્શન."

સિંહાએ બાવડું પકડી એને ફરી ખુરસી પર પાછો પછાડ્યો..

"કેથી આ ડ્રગ ક્યાંથી લાવે છે?"

"સાહેબ, ખરેખર મને કઈજ ખબર નથી. તે મને કોઈ કોઈવાર ડ્રગ સિગરેટ આપતી હતી. સાહેબ મનેતો બધા નામ પણ ખબર નથી. મારી ભુલ થઈ ગઈ. સાહેબ, હવે હું કદીયે ડ્રગ નહિ લઉ. આઈ પ્રોમિસ. સાહેબ મને જવા દો. હું કેથીને પણ છોડી દઈશ." અક્ષયે બે હાથ જોડી કરગરતાં કહ્યું.

“જો દિકરા! હું તારા બાપની ઉમ્મરનો છું. કેથીને ભુલી જા. એ તો ડોશી થઈને જેલમાંથી બહાર આવશે. તારે છોડવાનો પ્રશ્નજ નથી.”

“તારા કેઈસમાં 'ગિલ્ટી બાય એસોસિએશન' ના ચાન્સીસ છે. હું તને પુછું તેના તદ્દન સાચા જવાબ આપજે.” સિંહાએ તેનો રંગ બદલ્યો. એ અક્ષયની સામે સ્ટુલ પર બેઠા.

"કેથીને ત્યાં કોણ કોણ આવે છે?"

"એની ગોવામાં રહેતી મા આવે છે. એનો કઝીન ફરનાન્ડિસ આવે છે અને અબ્દુલ્લા આવે છે. મારી હાજરીમમાં બીજા કોઈ ખાસ આવતા નથી."

બીજા રૂમમાં મલહોત્રા આ બધું સાંભળતા હતા. વિડિયો રેકોર્ડિંગ થતું હતુ.

"એ ફરનાન્ડિસ કોણ છે?"

"સાહેબ, એની ચર્ચગેટ પાસે કોન્ટિનેન્ટલ પાર્લર છે."

"બ્યુટિપાર્લર કે મસાજ પાર્લર?"

અક્ષય જવાબ આપતા મુંઝાયો.

"અક્ષય, મેં પુછ્યું તેનો જવાબ આપ." જરા કડક અવાજે સિંહાએ પુછ્યું.

"સાહેબ, બન્ને."

"તું ત્યાં જાય છે?"

નીચું જોઈને ધીમેથી જવાબ આપ્યો. "જી સાહેબ."

"કેવી છોકરીઓ કામ કરે છે?"

"બધી ફોરેઇન છોકરીઓ કામ કરે છે. કેટલીક વિઝીટર તરીકે આવેલી હોય અને પૈસા ખુટી જાય એટલે ફર્નાન્ડિસને ત્યાં કામ કરી લે છે."

"તને ગોરી ચામડી જ ગમે છે; ખરું ને? કંઈ નહિ... કંઈ નહિ બચ્ચા. માલદાર બાપ છે અને જુવાની છે. તું જલસા નહિ કરેતો આ બુઢ્ઢો, લુખ્ખો ઈન્પેકટર કરવાનો છે. તેં શું નામ કહ્યું?" કોન્ટિનેન્ટલ પાર્લર, રાઈટ?

"હા, સાહેબ."

"મહિનામા કેટલીવાર જાય છે?"

"અક્ષય મુંગો રહ્યો."

"ક'મોન, ડોન્ટબી શાય!" સિંહા ઠંડે કલેજે અક્ષયને રમાડતા હતા. "કેટલી વાર?"

"સાહેબ, મહિનામા પાંચ, છ વાર"

સિંહાએ અક્ષયના વાળમા આંગળા ફેરવ્યા. "યુ લકી બોય!"

"પેલો અબદુલ્લા કોણ છે? એનો શું ધંધો છે?"

"સાહેબ, શાંતાકૃઝમાં સ્ટેશન રોડ પર નાની ઈરાનિયન હોટલ છે. એ કેથીને ત્યાંથી દર સોમવારે પડિકાના બોક્ષ લઈ જાય છે."

"હં..મ. તું ઈરાનિયન હોટલ પર જાય છે?"

"ના સાહેબ. એકેય વખત ગયો નથી"

"સ્ટેશન રોડ શાંતાકૃઝ બરાબર?"

"જી સાહેબ,"

"ઓકે. આઈ એમ ડન વીથ યુ. હવે તારે બીજા સાહેબને મળવાનું છે. હમણાં અહિ બેસ. કોનસ્ટેબલ આવીને તને એ સાહેબ પાસે લઈ જશે. "અક્ષય ગભરાટના પરસેવાથી નવ્હાઈ ગયો હતો. પપ્પા મમ્મી રાહ જોતાહશે. શ્વેતા ક્યાં ગુમ થઈ ગઈ હતી? હવે મારું શું થશે? અહીંથી સીધા જેલમા જવું પડશે? આખી જીંદગીમાં ભગવાનને યાદ ન કર્યા હોય એટલી એણે આજે ભગવાનને પ્રાર્થના કરી. અનેક બાધાઓ માની લીધી.



Rate this content
Log in

Similar gujarati story from Crime