“શ્વેતા” પ્રકરણ ૧૦
“શ્વેતા” પ્રકરણ ૧૦
વાર્તા “શ્વેતા”
પ્રકરણ ૧૦
બરાબર સાડાઆગિયાર વાગ્યે ઇન્સપેકટર મલહોત્રા હાથમાં મોટું ગિફ્ટબોક્ષ અને બુકે લઈને સિવિલ ડ્રેસમા હાજર થઈ ગયા. "કોન્ગ્રેચ્યુલેશન શ્વેતા. શાદી મેં હમેં યાદભી નહિ કીયા. દોસ્ત દોસ્ત ના રહા. માન લીયા કિ અબ હમ દોસ્તી કે કાબીલ નહિ રહે. હમ આપકી નજરોંસે ભાઈ બનને કે કાબીલ ભી નહિ રહે?"
"નો નો કેપ્ટન, ઐસા નહિ હૈ. દોસ્ત કે સાથ બીતાઈ શામ કૈસે ભૂલ શકતી હૂં "
મલહોત્રા હસતા હસતા શ્વેતાને પજવતા રહ્યા. "હાં..હાં. ઐસાહી તો હૈ. પહેલે આપને હમે કેપ્ટનસે મનોહર બનાયા થા; મનોહરસે મનુ બનાયા થા ઔર અબ ફિરસે કેપ્ટન બના દિયા."
શ્વેતા અકળાઈને લગભગ રડવા જેવી થઈ ગઈ. "પ્લીઝ, કેપ્ટન, આઈ એમ સોરી, મેરે જીગરજાન દોસ્ત મનુ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. સમટાઈમ્સ વી ડોન્ટ હેવ એની કન્ટ્રોલ ઓન અવર ઓઉન લાઈફ. આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ એવરી થીંગ. આઈ નીડ યોર હેલ્પ મેરે દોસ્ત મનુ ધી ટફ કેપ્ટન મલ્હોત્રા."
"શ્વેતા, હું ખાલી મજાક જ કરૂં છું. મારા પણ લગ્ન થઈ ગયા છે. જેવી મળી તેવી કુબડીને પરણી ગયો છું. એક સરસ મજાનો લાડકો દીકરો છે. જો આ એનો ફોટો."
મલહોત્રાએ વોલેટમાંથી ફોટો કાઢી શ્વેતાના હાથમાં મુક્યો. ફોટો જોતાંજ શ્વેતા બરાડી "રાસ્કલ આને તું કુબડી કહે છે? આ મારી ફ્રેન્ડ કાશ્મિરા જે કોલેજની મોસ્ટ બ્યૂટિફુલ મૉડેલ હતી તેને તું કુબડી કહે છે? ખરેખર તો અમારા ગુજરાતીમાં કહેવાય તેમ કાગડો દહિંથરૂં ઉપાડી ગયો છે.” શ્વેતાએ પાસે પડેલા કાગળનો ડૂચો કરી મલહોત્રાના મો પર માર્યો.
"નાઉ વી આર ઓન ધ સેઇમ ટ્રેક્."
સુંદરલાલ એના વિડિયો મોનિટર પર બે મિત્રોને નિહાળતા હતા. એક પળ તો વિચાર આવી ગયો કે મેં શ્વેતાના જીવન રમત રમીને નાલાયક દીકરાને મારા સ્વાર્થ માટે મારા ઘરમાં બેસાડી દીધી છે. પણ એને ખાત્રી થઈ કે આ શ્વેતા જ એને કેથીના પંજામાંથી છોડાવશે.
"નાવ લેટ્સ ગેટ ટુ ધ બિઝનેસ. મને કેમ યાદ કર્યો. હું કઈ રીતે મદદરૂપ થઈ શકું?"
બાપૂજી બાજુની ઓફિસમાં બેઠા છે. એમની હાજરીમાં વાત કરીએ.
સુંદરલાલ મોનિટર બંધ કરી સ્વસ્થ થયા.
શ્વેતા અને મલહોત્રા શેઠજીની કેબિનમાં દાખલ થયા.
"વેલ કમ ઈનસ્પેકટર મલહોત્રા. થેન્કસ ફોર કમિંગ ઈન શોર્ટ નોટિસ."
"નમસ્તે શેઠ સાહેબ. ફરમાવો. હું આપની શું સેવા કરી શકું?"
"શ્વેતા તમને સારી રીતે કહી શકશે."
"કેપ્ટન આ એક કૌટુંબિક સમસ્યા છે. અક્ષય મારા પતિ છે. કેથી એમની સેક્રેટરી છે. એણે અક્ષયને ફસાવ્યા છે."
શ્વેતાએ સુહાગ રાત સિવાયની, સ્વિસ હનિમુનથી માંડીને બધીજ વાત કરી. સુંદરલાલ મોટી ખુરસીમાં અઢેલીને આંખ મીચી બેસી રહ્યા. ઈનસ્પેકટર મલહોત્રા સ્થિરતાથી આંગળીઓ વચ્ચે પેન્સિલ રમાડતા, ધ્યાનથી શ્વેતાને સાંભળતા રહ્યા. વાતને અંતે શ્વેતાથી રડી પડાયું.
"કોઈપણ ડોમેસ્ટિક સીચ્યુએશનમાં કોઈ ગુનો ન હોય ત્યાં સુધી સામાન્યરીતે પોલિસ ઈન્વોલ્વ થતી નથી. લવ ટ્રાએંગલમાં પણ પડવાનું મુશ્કેલ હોય છે. એક વાત મારા ધ્યાનમાં આવી છે કે સ્વિટ્ઝરલેન્ડમાં તેઓ ડ્રગ લેતા હતા. હવે આ કેઈસમાં ડ્રગની કડી મુખ્ય છે. જો એ બન્ને ડ્રગ લેતા હોય તો એમની પાસે એડિશનલ સપ્લાય પણ હોવો જ જોઈએ. અમારે કદાચ અક્ષયને પણ એરેસ્ટ કરવો પડે. એમાં તમારો સહકાર જરૂરી છે."
"ના, કેપ્ટન એ શક્ય નથી. અમારા સહકાર વગર જ, તમારે બધું સંભાળવાનું છે. શેઠ કુટુંબનું નામ કોઈ પણ રેકોર્ડ પર કે ન્યુઝ મિડિયામાં આવવું ન જોઈએ. અક્ષયને પણ એમાંથી બાકાત રાખવો પડશે. અક્ષયને કશું જ ના થવું જોઈએ. કેથીનો ઉલ્લેખ પણ સુવર્ણા ફાઈનાન્સની એમપ્લોયી તરીકે ન આવવો જોઈએ. પ્લીઝ હેન્ડલ ઇન સચ અ વે, ધેટ ઇટ વોન્ટ હર્ટ અવર બિઝનેસ એન્ડ રેપ્યુટેશન."
"શ્વેતા, યુ આર મેઇકીંગ સિમ્પલ ઓપરેશન ડિફિકલ્ટ ફોર અસ."
"વી જસ્ટ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ કેથી ફ્રોમ અવર લાઈફ. એન્ડ ધેટ ઓલસો બાય લીગલ વે.
કેપ્ટન ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ માય લાઈફ એન્ડ હેપીનેસ."
"ઓકે આઈ વીલ ડુ ધેટ વે." મલહોત્રાએ ડેસ્ક પર હાથ પછાડતા કહ્યું.
"આવતી કાલે ક્યારે આવવાના છે?"
"સવારે પાંચ વાગ્યાનું એરાઈવલ છે."
"સમય થોડો છે. બન્નેનો એકાદ ફોટો મળી જાય તો રિસર્ચમાં સમય ન જાય."
સુંદરલાલે પોતાના લેપટોપ પર બે ક્લિકમા અક્ષય કેથીનો સ્
વિસ ફોટોગ્રાફ ઉપસાવ્યો. પ્રિન્ટર પર કોપી કાઢી અને મલહોત્રાને આપી.
"ઈનસ્પેકટર સાહેબ મારી એક વિનંતી. આ લેપટોપના બધા ફોટાનું એક ગોલ્ડન આલ્બમ અક્ષય કે કેથી પાસે હશે. એ એક્ષપોઝ થાય કે એનો દુરઉપયોગ થાય, કદાચ એની કોપીઓ ફરતી થાય તે પહેલા મારા હાથમાં એ આલ્બમ આવે એ ઈચ્છું છું."
"જો એ એમની પાસે હશે તો તમારા હાથમાં આવી જશે."
"બીજી એક વાત. મને શંકા છે કે તમારા ઘરમાં પણ, અક્ષયના રૂમમા ડ્રગ હોવાની શક્યતા છે. આગળ જતા અક્ષય શેઠ સુધી પગેરુ નીકળે તો ત્યાં પણ સર્ચ વોરન્ટ બજાવવું પડે. જો હોય તો પહેલેથી જ એનો નિકાલ કરવો હિતાવહ છે. આમ પણ અક્ષયને ડ્રગ ફ્રી તો કરવો જ પડશે. આજે સાંજે પાંચ વાગ્યે મારી આસિસ્ટન્ટ મિસ નાયડુ સિવિલ ડ્રેસમાં ડ્રગ સ્નિફર ડોગ સાથે આવશે. તે શ્વેતાની કોલેજ ફ્રેન્ડ તરીકે આવશે. શ્વેતા, તું એને ઘર બતાવવાના બહાના હેઠળ આખા ઘરમાં ફેરવજે. જો ડ્રગ મળેતો એનો અનઓફિસિયલ કબજો લઈને એને ડિસ્ટ્રોય કરી દઈશું. આટલો સહકાર તો મળશેને?"
"તમને ન ગમે એવી બીજી વાત. કેટલીક માહિતી મેળવવા માટે અમારે અક્ષયની કડક પૂછપરછ કરવી પડશે. ઈન્ટરોગેશનનું કામ સબઈન્સ્પેકટર સિંહાને સોંફીસ. સાચી માહિતી માટે થોડો ટપલા-ટપલીનો પણ ચમત્કાર બતાવવો પડે. ઇન્ટરોગેશનમાં સિંહાની ગણત્રી નિર્દય તરીકે થાય છે. પણ હું એને ઈઝી રહેવા સમજાવીશ. છતાંયે એને ફરિયાદ રહે તો બે ચાર એસ્પિરીનથી રાહત થઈ જશે. ચિંતા કરશો નહિ."
“પ્લિઝ કેપટન મારા અક્ષયને મારપીટ ના કરશો.”
સુંદરલાલની “મારા અક્ષય” શબ્દ સાંભળીને આંખ ભીની થઈ. તે શ્વેતાના કે મલ્હોત્રાના ધ્યાનમાં ન આવ્યું.
"સારું છે કે હું બોમ્બેમાં છું અને તમને મદદરૂપ થઈ શકુ છું. આજે આઠ મહિનાથી દિલ્હી ટ્રાન્સફર માટે કોશિષ કરૂં છું પણ મારી રિક્વેસ્ટ કમિશ્નર સાહેબ સુધી પહોંચતી જ નથી. મને લાગે છે કે પ્રભુએ તમારા કામ માટે જ મને બોમ્બેમાં રોકી રાખ્યો છે."
"ઈન્પેકટર સાહેબ મને આશા છે કે કેથી જેલમાં હશે અને આપ દિલ્હીમાં હશો. કમિશ્નર સાહેબ મારા મિત્ર છે. દિલ્હીમા અમારો પાંચ રૂમનો એક ફ્લેટ વપરાયા વગર ધૂળ ખાય છે. તમે એ વાપરી શકો છો. સંકોચ રાખશો નહિ." સુંદરલાલે નકારી ન શકાય એવી ઓફર કરી. જો અહિનું કામ પત્યું હોય તો આપણે લંચ માટે બહાર જઈશું. શ્વેતા ક્યાં જવું છે?
શ્વેતાએ તરતજ જવાબ વાળ્યો, "રિટ્ઝ માં"
મલહોત્રા ના ન પાડી શક્યા. ત્રણે યે રિટ્ઝ્માં સોસિયલ્સ વાતો સાથે લંચ લીધું.
***
બરાબર પાંચ વાગ્યે ટેક્ષીમાં મિસ નાયડુ સિવિલ ડ્રેસમા ડ્રગસ્નિફર ડોગને લઈને આવી પહોંચી. એની પાછળ પાછળ પોલિસ જીપ હતી જે બંગલાથી થોડે દુર ઊભી રહી. સુવર્ણાબેન, જગદીશ અને જ્યોતિને લઈને બાબુલનાથ ગયા હતા એટલે ખાસ નાટક કરવાની જરૂર રહી નહિ. ઔપચારિક સ્વાગત પછી શેઠ્જી અને શ્વેતાએ મિસ નાયડુને બંગલો બતાવવા માંડ્યો. જેમ જેમ ફરતા ગયા તેમ તેમ સુંદરલાલની ધડકન વધતી ગઈ. આ મિસ નાયડુના ધ્યાન બહાર ન હતું.
"કામ ડાઉન શેઠ સાહેબ આઈ હેવ કમ હિયર એઝ્ એ ફ્રેન્ડ એન્ડ વીલ ગો એઝ યોર ફ્રેન્ડ. રિલેક્ષ સર."
અત્યાર સુધી કશું જ વાંધાજનક નિકળ્યું નહિ તેનો સંતોષ હતો. છેલ્લે અક્ષયના રૂમમાં આવ્યા. ખૂણે ખૂણે સુંઘતો ટોની સેલ્ફ પર મુકેલા ફ્લાવર વાઝ પર કુદ્યો. મેટલનું ફ્લાવર વાઝ નીચે પડ્યું.
નાયડુએ પર્સમાથી સફેદ ગ્લોવ્ઝ કાઢી પહેર્યા અને સિલ્ક ફ્લાવર દુર કરી વાઝની અંદર જોયું. એ ખાલી હતું. એણે ફરી પાછા ફુલ યથાવત ગોઠવી દીધા.
"આઈ વીલ બી બેક"
ડોગને જીપમાં હવાલદારને સોપીને પાછી આવી. જીપ ટોનીને લઈને વિદાય થઈ.
"શેઠ સાહેબ સદભાગ્યે વાઝમાંથી કશું નિકળ્યું નથી પણ એની વાસ પરથી સ્પષ્ટ છે કે આમાં જ ડ્રગ રહેતું હોવું જોઈએ. મારું અંગત સુચન છે કે રોજ દિવસમાં બે વાર રૂમના બધા ફ્લાવરવાઝ ચેક કરો. જે કંઈપણ નીકળે તે નાના શેઠને જણાવ્યા વગર કે તેનો ઉલ્લેખ કર્યા વગર સીધું ટોયલેટમા ફ્લસ કરી દેજો. ભલે એની સ્ટ્રીટ વેલ્યુ લાખોની હોય. જો મોટા પ્રમાણમા નીકળે તો મલહોત્રા સરને જાણ કરજો. શક્ય છે કે નાના શેઠનો રૂમ કોઈ ગેંગ, સ્ટોરેજ સ્પોટ તરીકે પણ વપરાતો હોય. જો એવું હોય તો ગેંગ નાના શેઠના જીવનને પણ ખતરો ઊભો કરી શકે. કોઈ પણ મુશ્કેલી લાગે તો મલહોત્રા સાહેબનો કોન્ટેક્ટ કરજો. ચાલો ત્યારે હું રજા લઈશ."
"બહેન તમે મહેમાન તરીકે આવ્યા તો મહેમાન તરીકે જ જશો. ડિનર લીધા વગર તમારાથી ન જવાય." સુંદરલાલે ગળગળા થઈ વિનંતિ કરી.
મિસ નાયડુએ આનાકાની ન કરી. ડિનર વખતે શ્વેતાની એન્.સી.સી., કેપ્ટન મલહોત્રા અને હોમગાર્ડ્સની આડીઅવળી વાતો થઈ. ડિનર પુરું થતાં સુંદરલાલ શેઠે નાયડુને એક કવર આપવા માંડ્યું પણ નાયડુએ એને અડક્યા વગર જ વિવેક પૂર્વક અસ્વીકાર કરી વિદાય લીધી.