શ્વેત શમણાં
શ્વેત શમણાં

1 min

262
રોમિલ અને રોમાના સ્નેહના સંબંધોને સ્વીકૃતિ મળતાંજ સહજીવનનો શુભારંભ થયો. હનીમૂન મનાવવા ગયાં, સંસ્મરણોને તસ્વીરમાં કંડારવા જતાં જ... એક અકસ્માત અને રોમાના સપ્તરંગી શમણાં પરિવર્તિત થઈને શ્વેત બની ગયાં.
એકલવાયી રોમા રોમિલના મિત્ર શૈવલના મૈત્રીના મોહરા પાછળના છુપાયેલ શૈતાન ચહેરાને ન પારખી શકી. આખરે સરપ્રાઈઝમાં એક સવારે ફરી એણે શ્વેત પરિધાન ધારણ કરી અગનપીછોડી ઓઢવાનું શમણું વાસ્તવિકતામાં સાકાર બનતું અનુભવ્યું.