Sharad Trivedi

Drama

2  

Sharad Trivedi

Drama

શિયાળાની એક સવાર

શિયાળાની એક સવાર

1 min
489


      જાન્યુઆરી માસની કડકડતી ઠંડી હતી. તમે અને માલતી એ શિયાળું સવારે વોકિંગ કરીને જસ્ટ આવેલા જ અને શહેરથી બસ્સોએક કિલોમીટર દૂર એક ટાઉનમાંથી તમારા ડોક્ટર મિત્રનો ફોન રણકી ઉઠેલો. 'સારંગ, આજ વહેલી સવારે એક સારા ઘરની કુંવારી કન્યાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. તું ઘણા સમયથી બાળક દત્તક લેવાનું વિચારે છે. આ મોકો છે. એમ પણ બાળકને અનાથાશ્રમમાં મૂકવું પડે તેમ છે. એના કરતાં તું આવીને લઈ જાય તો બાળકને મા-બાપ મળી જાય અને તને બાળક. જેમ બંને તેમ જલ્દી આવી જા. ફોન કટ થઇ ગયેલો.

   

તમે અને માલતી તરત જ તૈયાર થઈ એ શિયાળુ સવારે શહેરથી દૂર ટાઉન તરફ નીકળી ગયેલાં. અને તમારા ડોક્ટર મિત્રની હોસ્પિટલમાંથી બાળકને લઈને ઘરે આવેલા. એ વખતે તમારી અને માલતીની ખુશીનો અંદાજ લગાવો મુશ્કેલ હતો.


                          એ વાતને આજે વીસ વર્ષ થઈ ગયાં. તમારો રુદ્ર વીસ વર્ષનો થઈ ગયો છે. આજે તેને એકવીસમમું બેઠું છે. જોતજોતામાં વીસ વર્ષ ક્યાં નીકળી ગયાં તેનો ખ્યાલ પણ તમને રહ્યો નથી. રુદ્ર ના આવવાથી તમારું જીવન બહુ ખૂબસૂરત બની ગયું છે. જીવનમાં જે અધુરપ હતી તે પૂરી થઈ ગઈ છૈ. દીકરો રુદ્ર પણ તમને બહુ વહાલ કરે છે. માલતીના માતૃત્વના ખોળામાં ઉછરતો રુદ્ર તો આ વાતથી સાવ અજાણ છે,સારંગ. પણ તમે દરેક જાન્યુઆરીની આ શિયાળુ સવારે શહેરથી દૂર ટાઉનમાં રહેતાં તમારા મિત્ર ડોક્ટર હર્ષ સંઘવીને ફોન કરી આભાર માનવાનું નથી ચૂકતાં. એક શિયાળુ સવારે એમણે તમને કરેલાં ફોનથી જ તમારી જિદંગી ફૂલગુલાબી બની ગઈ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama