શિકાર
શિકાર


નર્મદાની નહેર આવતાં લહેર થઈ ગઈ, કેમકે ગામ છોડીને ખેતરમાં રહેવાનું થયું. એકલા અથવા ખપ પૂરતા મિત્રો સાથે રહેવાનું બન્યું.
સાંજે પડે ને એકાદ નવું આયોજન થાય. લીલી હળદરનું શાક બને તો ક્યારેક ગોટા ઉતરે. મોડે સુધી પરસ અને વાતોના તડાકા.
જે દિવસે ને'ર માં પાણી ન આવે એ દિવસે તો પૂછવું જ શું !
ખેતરે એકલા રહેવાનું થયું એટલે સુષુપ્ત આત્મામાં પડેલો શિકારી જીવ પણ જાગી ઉઠ્યો.
પહેલાં તો એ ખેતરની આખી વાડ જોઈ આવે. પછી નક્કી કરે કે એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાંથી તેતર જેવાં નાનાં પક્ષી ચાલીને આ બોર્ડર ક્રોસ કરે છે. એ ક્રિસ બોર્ડર ના ચેક પોસ્ટ પર એવી કરામત કરીને આવતો કે જેવું તેતર એ જગ્યાએ થી નીકળવા કરતું કે તરત જ એના ગળામાં ફાસ્લો પડી જાતો.
આ ભાઈ નું નામ હતું ધર્મેન્દ્રભાઈ, પણ આટલું મોટું નામ કોણ બોલે એટલે લોકો એને ધર્મો કહીને બોલાવતા. ધર્મનો એક છાંટો ન હતો, પણ શું થાય નામ જ એવું હતું કે એ રીતે બોલાવવો પડે.
પછી તો હે ને મશીનના ટુકટુક અવાજ થતા હોય અને આ બાજુ મીજબાનીઓ ઊડતી હોય.
એક દિવસ આ ભાઈને એમ થયું કે મહેનત હું કરું અને મજા બધાય કરે, એટલે કોઈને જાણ કર્યા વગર એક અજાણ્યા ખેતરમાં એક મજબૂત ફાસ્લો ગોઠવીને આવીને ને'રના કિનારે સૂઈ ગયો.
મિત્રો મજાક મસ્તી માટે આવ્યા તો પણ એ ન જાગ્યો. બધા પોતપોતાના ઘરની છાશ વઘાર ખાઈને સૂઈ ગયા.
સવારે જાગ્યા ત્યારે મિત્રો ને એક માઠા સમાચાર મળ્યા કે ઝાટકા મશીનના વાયર ને અડવાથી ધર્મો દેવલોક પામ્યો હતો.
સવારે જ્યારે મિત્રો ધર્માને લેવા ગયા ત્યારે એની નજીકમાં જ એક તીતર ફાસ્લો માં ફસાઈને પડ્યું હતું. ધર્માની ફાંટથી છરી કાઢીને એનો ફાસ્લો કાપીને એને ઉડાડી મૂક્યું. કોઈક બોલ્યું એ ઉડી જા,અહીં તો ખુદ શિકારી શિકાર થઈ ગયો છે.