શૌર્ય સૈનિક હમીદ
શૌર્ય સૈનિક હમીદ
સુરજપૂર ગામમાં ફરીદાબહેન અને સુલેમાનભાઈ રહેતા હતાં. સુલેમાનભાઈને દેશ પ્રત્યે ખૂબ જ ઊંડી ભાવના હતી. દેશના તમામ પર્વની ઉજવણી કરીને દેશ પ્રેમની કદર કરતાં હતાં. દેશ પ્રત્યે દરેકને કદર કરવી અને દેશના દરેક પર્વની શાનદાર ઉજવણી કરવી તેઓ દરેક વ્યક્તિને સમજાવતાં હતાં. ગામના લોકો સુલેમાનભાઈને દેશપ્રેમીથી ઓળખતાં હતાં.
ફરીદાબહેન અને સુલેમાનભાઈને ઘેર સુંદર મજાનો પુત્ર હમીદનો જન્મ થયો.હમીદને બાળપણમાં જ સુલેમાનભાઈ દેશપ્રેમની વાર્તા કહેતાં હતાં. સુલેમાનભાઈને એક મોટી ઈરછા હતી કે તેમનો પુત્ર પણ શૌર્ય સૈનિક હમીદ તરીકે પ્રસિદ્ધ થાય. બાળપણથી જ હમીદને પણ દેશ પ્રત્યેની ભાવના હતી. તે પણ દેશની ક્દર કરતો હતો. તે પણ સૈનિક બનીને દેશની સરહદનું રક્ષણ કરવા ઈરછતો હતો. આમ,હમીદ પણ સૈનિક બને છે. તેને હંમેશા દેશ સેવા કરવાની તત્પરતા રહેતી હોય છે. થોડા વખત પછી હમીદ પોતાના ઘેર જાય છે. ત્યારે હમીદના લગ્ન થાય છે.
હમીદના લગ્ન હીના સાથે થાય છે. તે પણ દેશપ્રેમી છે. દેશનું ગૌરવ જાળવતી હોય છે. દેશનું રક્ષણ કરવાનું ઈરછતી હોય છે. બે મહિના પછી હમીદને લડાઈ લડવાની ફરજે જવાનું હોય છે ત્યારે હમીદ દેશની સરહદે જાય છે. પોતાની ફરજો અદા કરે છે. ફરજો પૂરી કરીને ઘરે પરત આવે છે. ત્યારે સુલેમાનભાઈ અને હમીદાબહેન ખૂબ ખુશ થાય છે. ટૂંક સમયમાં હીના મા બનવાની હોય છે. આ સમાચાર સાંભળીને હમીદ ખૂબ ખુશ થાય છે.
હમીદને ફરી લડાઇ લડવા જવા માટેનો ઓડૅર આવે છે. ત્યારે હીનાને આ સમયે છોડીને જવું પડશે પરંતુ માતૃભૂમિની રક્ષા કરવાની પહેલી ફરજ છે એમ હમીદ માને છે.માટે હમીદ તો પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવવા સરહદે જાય છે.
ખરેખર, ધન્ય છે આપણો ભારત દેશ જેની પાસે છે આવા શૌર્ય સૈનિક જેની કર્તવ્ય ને સમર્પણની ભાવનાઓને લીધે દીપી ઉઠે છે. તેવા મારા ભારત દેશ પર મને ગર્વ છે. શૌર્ય સૈનિક હમારે દેશ કી આન-બાન-શાન
