યુક્તિ
યુક્તિ
કમલ ઓફિસેથી ઘેર આવ્યો ત્યારે તેની પત્ની મેઘા આજ ખુશ દેખાતી હતી. મેઘા ચા બનાવી આવી. કમલ ચા પીતા પીતા કહે: મેઘા ! તું આજ મઝધારમાં જણાય છે ! શું કાંઈ વળી નવાજૂની ?
મેઘા હજીયે હસતી હતી. પતિના પ્રશ્નનો પ્રત્યુતર શું આપવો એના એ વિચારમાં અટવાઈ. થોડી વાર પછી તેણીએ પોતાની મુદ્દાની વાતની પૂર્વભૂમિકા કહી : વાત એમ છે કે આજે આપણી પાડોશમાં રહેતા શીતલબેનના ઘેર ગયેલ. તેમનું ઘર બહુ જ સુંદર છે હોં !
કમલ મેઘાની વાત કહેવાની અજબ રીત સાંભળી હસી પડ્યો અને એને થયું કે મેઘા આજ જરૂર પોતાની માંગણી પ્રદર્શિત કરશે.
શીતલબેનને ધીરજભાઈએ સોનાનો હાર લઈ આપ્યો. હાર બહુ જ સુંદર છે હોં ! મને તો બહુ જ ગમી ગયો. તમે હાર જુઓ તો તમને પણ ગમી જાય હોં ! મેઘાએ મુદ્દાની વાત કમલ આગળ રજૂ કરી.
સોનાનો હાર તો બધાને ગમે. ધીરજભાઈ ઘણું કમાય છે. તે લઈ આપેને !
તમે મને લઈ આપોને સોનાનો હાર, મને હાર પહેરવાની બહુ જ ઉમ્મીદ છે. મને આ પહેલી તારીખે ગમે ત્યાંથી મેળ કરી લઈ આપજો સોનાનો હાર હોં ! મીઠા અવાજે મેઘાએ કહ્યું.
કમલ મેઘાની માંગણી સાંભળીને હેબતાઈ ગયો ! એને થયું કે અહીં પૂરા માંડ માંડ થાય છે. એક સંધાય ત્યાં તેર તૂટે ત્યાં વળી સોનાનો હાર કેવો ? એવી આપણી સ્થિતિ, સંજોગો નથી.
મેઘાનું મુખ આ વાત સાંભળી એકદમ વિલાઈ ગયું. શિશિરમાં કમળ બિડાઈ જાય તેમ. તેણીએ મૌન સેવ્યું. કશો પ્રત્યુતર ન વાળ્યો.
મેઘા વિચારવા લાગી.બધાના પતિ, પત્નીની માંગણી સંતોષે છે. ત્યારે આ નાની માંગણી પણ સંતોષી શકતા નથી તો પરણ્યા શા માટે ?
કમલ મેઘાને ઉદાસ ચહેરે જોઈને હસી પડ્યો, અને કહે : મેઘા, એમાં નારાજ થવાનું શું છે ? મેઘા રીસાઈ ગઈ. કમલ જમી કરી બહાર નીકળી ગયો.
થોડા દિવસ બાદ, પડોશમાં રહેતા છગનભાઈની પુત્રીના લગ્ન હતાં. કમલ અને મેઘાને આમંત્રણ હતું.
મેઘા આજે વળી ખુશ હતી..તેણે શીતલબેન પાસે એક દિવસ માટે હાર પહેરવા માંગણી કરી તો તે આપી દીધો. આ હાર પારકો છે,ધ્યાનથી પહેરજે. લગ્ન ધામધૂમથી ઉજવાયા. રાત્રે મેઘા ત્યાં જ રોકાઈ અને ત્યાં જ ઊંઘી ગઈ. સવારે ઊઠીને બધાંને કહે 'તમે મારો હાર જોયો છે ? હાર ખોવાઈ ગયો.
જયારે આ વાત કમલે સાંભળી ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા, અને તે ધરતી પર ઢળી પડ્યો.જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની સામે મેઘા રડતી હતી.
હવે હું શીતલબેનને શું આપીશ ? કમલ ધીરજભાઈને રૂપિયા ચૂકવી આપે છે.
મેઘા ! એક સોનાનો હાર ખોવાયો. હવે બીજો કોનો લઈ આવી ? જેનો હોય તેને પાછો આપી દે. મેઘા હસી પડી અને કહે આ સોનાનો હાર આપણો જ છે. તમારી અને મારી માલિકીનો છે.તે દિવસે સોનાનો હાર ખોવાયો ન હતો પણ મેં જ છૂપાવી રાખ્યો હતો. તમે મને સોનાનો હાર લઈ તો ન આપો...પછી આ યુક્તિ કરવી પડી. કેમ છે ? " સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ." એટલું કહી કમલ હસી પડ્યો.
