કરમ
કરમ
મહેકને પરણે પાંચ વર્ષનો ગાળો પસાર થઈ ગયો, પણ એને ખોળે હજી ખોળો ખૂંદનાર ન હતો. એકેય સંતાન થયું ન હતું.
મહેક ગરીબીમાં ઉછેરીને મોટી થઈ હતી. એ જયારે વીસ વર્ષે પરણીને સાસરે આવી ત્યારે તેને સાસરામાં ઘણો સુખ હતો. પોતાની દીકરીની જેમ મહેકને સાસરામાં રાખતા હતાં. સાસરાની જાહોજલાલી હતી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય બધું સુખ હતું.
પણ.. પાંચ વર્ષ વીતી ગયાં છતાં હજુ સુધી મહેકને સંતાન ન થયું ત્યારે એના પતિ સિવાય બધાં ધિક્કારવા લાગ્યા. હવે ઘરનાં બધાં જ નાની નાની વાતોમાં મહેક સાથે ઝઘડતાં, અપમાન કરી લેતાં. હવે મહેકને આઘાત લાગ્યો હતો કે આ રીતે બધા મારી સાથે વર્તન કરે છે તો કેવી રીતે રહેવું ?
મહેકને ઘરમાં એના પતિ સિવાય કોઈ પ્રેમથી બોલાવતાં નહીં. સમાજ પણ તેને હડસેલવાં લાગ્યો.
મહેક પોતાના ભાગ્યને દોષ દેવા લાગી, તેને થયું કે કરમ જયાં ભમરાડા હોય ત્યાં શું થાય ?
