મહેનત એ જ પરમેશ્વર
મહેનત એ જ પરમેશ્વર
કોઈ પણ કાર્ય મહેનત વિના સિદ્ધ થતું નથી. પ્રાચીનકાળમાં ઋષિ મુનિઓ દ્વારા પણ મહેનતનો મહિમા વર્ણવ્યો છે. મહાત્મા ગાંધીજીએ પણ મહેનતનો મહિમા સમજાવ્યો છે.
જે વ્યક્તિ મહેનત આધારિત જીવન ગુજારે છે. તેને હંમેશા સફળતા, સુખ અને સંતોષ મળે જ છે. જો બાળકોમાં શાળા જીવન દરમ્યાનથી મહેનત કરવાની ટેવ કેળવાય તો આ ટેવ ને લીધે તેની અભ્યાસમાં રુચિ વધે છે. આગળ ને આગળ ક્રમાંક મેળવી ને દરેક ક્ષેત્રમાં અવ્વલ આવે છે. કઠોર મહેનતનો કોઈ વિકલ્પ નથી. મહેનત થકી જ સુખી રહી શકાય છે. એક કહેવત છે ને સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય !
મહેનત કરવી આવશ્યક છે. કોઇ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી, જંતુ વગેરેને ખોરાક મેળવવા માટે મહેનત તો જરૂરી જ છે. આપ મેળે કાંઈ પણ થતું નથી મહેનત વિના કાંઈ જ પ્રાપ્ત થતું નથી.
મહેનત કરીએ તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. પોતાના જીવનને આકાર અને આધાર આપવા માટે સૌથી અગત્ય છે મહેનત. જો આપણે મહેનત કરીએ તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. મહેનત કરીને સફળતા મેળવવા માટે મારી દ્રષ્ટિએ આ પંચામૃત છે. સખત કાર્ય, મનનું મેનેજમેન્ટ, ટીમ મેનેજમેન્ટ, સમય મેનેજમેન્ટ, નવી વિચારશૈલી. આમ, સફળ થવા માટેની મહેનત ત્યારે જ સફળતા થશે જયારે મનમાં ધગશ, ખંત, ઉમદા કાર્ય કરવાની તાલાવેલી ત્યારે જ સફળતા મળે છે. એક ઉમદા વ્યક્તિ મહેનત એ જ પરમેશ્વર છે એમ સમજીને સતત મહેનત કરવામાં જ મશગૂલ રહે છે.
