મંગળ ગ્રહની સફર
મંગળ ગ્રહની સફર
આજે માનવીએ અવકાશી સંશોધનોમાં હરણફાળ ભરી છે. આજના યુવાનોમાં પોતાના સ્વપ્ન સાકાર કરવાનો જુસ્સો છે. આજનો માનવી ખૂબ જ પુરુષાર્થ કરીને ઊંચું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. ઊંચું લક્ષ્યને લીધે અને યોગ્ય ઉપયોગી અને સાચી દિશાથી જ અમૃતની ટશરો ફૂટી છે. માનવીએ ચંદ્ર પર અવકાશયાન મોકલ્યાં છે. તે ચંદ્રની માટીને ધરતી પર લઈ આવ્યો છે.પૃથ્વીવાસી આજે મંગળ ગ્રહ ઉપર અવકાશયાનો મોકલી રહ્યો છે.આપણા વિજ્ઞાનીઓએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહો તરતાં મૂકયા છે.
આજે આકાશે ઊડતી રકાબી જોઈને જાણે સર્વત્ર અજવાશ ફેલાયેલો લાગે છે. પરગ્રહવાસીઓને લીધે મંગળ ગ્રહ પર જાણે નવી પ્રભાત ખીલશે .જાણે સૂરજ દાદા જલદી જલદી ચોમેર અજવાળું ફેલાવશે. આજના માનવીએ મંગળ ગ્રહ સુધી પહોંચી શકયો છે.મંગળ ગ્રહ પર પૃથ્વી જેમ જ જીવન જીવી શકાશે . વિજ્ઞાનની સિદ્ધિઓને લીધે જ મંગળ ગ્રહ પર રંગીન દુનિયા બનાવાશે તેવી કુતૂહલ પળો આપણને નિહાળવા મળશે. આ મંગળ ગ્રહની શોધને લીધે ઉડતા નભની સફરે પહોંચાશે.
આકાશે ઉડતી રકાબી જોઈને જાણે સર્વત્ર અજવાશ ફેલાયેલો ત્યારે માનવીએ અવકાશયાન પર પૂરતી સુવિધા લઈને શોધવા લાગ્યો મંગળયાન.આમ, આજે એકવીસમી સદીનો માનવી પહોંચ્યો મંગળ ગ્રહની સફરે. આ સફર ને લીધે માનવી ખૂબ જ અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.
