Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

શાંતિ નો વાહક : જૂનાગઢ કિલ્લો

શાંતિ નો વાહક : જૂનાગઢ કિલ્લો

9 mins 567 9 mins 567

      

   સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો,ચારે-બાજુ રાતાશ જ દેખાતી હતી.પંખીઓ પોતાના માળા તરફ આવા પ્રયાણ કરી ચૂક્યા હતા. મંદ મંદ પવનની લહેરખી વતાતારણ વધારે મોહક બનાવી દીધું હતું. જૂનાગઢ કિલ્લાની અંદર આજે ચંદ્ર પૂનમની રાતનો મેળાવડો જામ્યો હતો. રંગ-રંગ નાં ભાત-ભાત કપડાં પહેરી નગરજનો ખુશી ઉત્સવ મનાવી રહ્યા હતાં. 

         આજે રાજાના ઘરે દીકરાનો જન્મ થયો હતો. તેના સમાચાર મળતા જ નગરવાસીઓ નો ખુશી પાર ન હતો રહ્યો. રાજા સૌથી ઊંચા ઝરૂખામાં ઊભાં હતાં. પોતાના આનંદમાં પોતાના ઉત્સવમાં નગરજનો પ્રેમ દેખી ભાવવિભોર થઈ ગયા હતા, પણ તેમને એક ચિંતા પણ થતી હતી. કિલ્લાના આગળના ભાગે આવેલ યુદ્ધના મેદાનની પેલી કોર તેમના પાડોશી રાજયો માં હચમચ થઈ રહી હતી. એવો ગુપ્તચર સમાચાર લઈ આવ્યો હતો. તેની વિચારણામાં તે ડૂબી ગયા હતા. 

          હવે શું કરવું અને કેવી રીતે આ પાદરે ઉઠેલા તોફાન ત્યાં જ સમાવી દેવો તેનો મનમાં ને મનમાં વિમર્શ કરી રહ્યો હતો. આચનક તેને નગર ને છેક ખૂણે રહેતો એક કુંભારની વાત યાદ આવી. 

     તુરંત રાજા એ સૈનિકો ને આદેશ કર્યો, કે જાઓ કે પેલા નગર ના છેલ્લા ભાગમાં રહેતા આપણા નગર નાં જૂના કુંભારને બોલાવી લાવો. સૈનિકો ત્યારે જ રાજા નાં આદેશ અનુસાર કુંભાર ત્યાં જઈ પોહોંચે છે, કુંભાર તે સઘળી વાત કહે છે. તમને રાજા એ યાદ કર્યા છે, આ જ ઘડી તમારે રાજમહેલ આવાનું છે અમારી સાથે.  આ જ ઘડી સાંભળીને  કુંભાર મનમાં જાત તર્ક બંધાવવા લાગ્યા. એ વિચારમાં ને, વિચાર માં સૈનિકો અને કુંભાર વિરાટ દરવાજા પર આવી પોહોચ્યાં. ને ધીમે ધીમે અંદર ચાલવા લાગ્યો.

         કુંભાર માટે આ કિલ્લો કોઈ સ્વર્ગથી કમ ન હતો. જાત-જાત ભાત-ભાત ના વસ્ત્રો પહેરેલા ચારે કોર તેને નજર આવતા મંત્રીઓને બીજા નગર શેઠ, કિલ્લા ની મોટી મોટી દિવાલો, કોતરણીથી ભરપુર રાજ મહેલનો દ્વાર તેની અંદર બેસતા રાજાની સિંહાસનને અન્ય મંત્રીઓને નગર શેઠ બેસવવા નાં આસન. કુંભારને માટે આ બધું જયારે ઇન્દ્રલોક થી કમ હતું. જેવો કુંભાર મુખ્ય રાજ દરબાર કક્ષ જોડે પોહોચ્યો ને ઉપર કિલ્લા ના સૌથી ઉપર નાં જરુખામાં રાજા અને સેનાપતિ કંઇક મંથન કરી રહ્યા હતા. જેવો રાજ એ કુંભાર ને દેખ્યો તો તેને ઉપર લઇ આવો તેવું જણાવ્યું.

      કુંભાર નાં હૃદય નાં ધબકારા વધી ગયા હતા. મન વિચારવા લાગ્યો મે કોઈ ગુનો તો કર્યો નથી. નથી કોઈ જોડે થી મારા ઘડેલા માટલા અને વાસણો નાં વધારે પૈસા લીધા. તો પછી રાજા મને અચાનક કે બોલાવ્યો હશે.ધીરે-ધીરે ઉપર જવા માટે જેમ જેમ ડગલાં ભરે તેમ તેમ તેના હૃદયનાં ધબકારા પણ વધતાં જ જાય છે.

        જરૂખામાં જેવો જ કુંભાર આવ્યો , તરત જ બધા સૈનિકો ને તથા બધા મંત્રીમંડળ નીચે જવાનો આદેશ આપે છે. તેમની સાથે સેનાપતિ પણ નીચે જાય છે. કુંભાર ને વધુ ડર લાગવા લાગે છે. કે બધા ને નીચે જવાનું કહી મનેં તેમની શમશેરથી મારી નહીં નાખે ને કે પછી આ ઝરુખા ઉપર ભાગમાં આવેલ ઊંડી ખાઈમાં નહિ નાખી દે, વિચારોથી વધુ ડરી ને તેનું શરીર ધૂર્જવા લાગ્યું, આ જોઈ રાજા તેને શાંત પાડ્યો.

       તેના માટે પાણી મંગાવ્યું. રાજા કીધું “હે કુંભાર આજે મે તનેં આ ઘડી એ એક ખાસ પ્રયોજનથી બોલાવ્યો છે. આપણા નગર ઉપર કાળા વાદળ ફરી રહ્યા છે. આપણા પડશી રાજયો નાં રાજવીઓ દગો કરી ને, દુશ્મનોમાં ભળી ગયા છે. સૂર્ય ને પ્રથમ કિરણે જ તે આપણા નગર ઉપર આવી ચડશે. લોહિયાળ યુદ્ધ થશે લાખો લોકો નાં મૃત્યુ થશે. કેટલાય નાં ઘર ઉજડશે, માલ -જાન ની નુકશાની થશે, કેટલીય પરણિત સ્ત્રીઓ વિધવા થશે, કેટલાય બાળ બાપ વિનાના થશે, ચારેકોર સ્મશાનની ભીતિ સર્જાશે. આ બધું સાંભળીને કુંભાર હૃદય દ્રવી ઊઠયું.

      કુંભાર બોલ્યો, મહારાજ મારા માટે શું હુકમ છે. મને હુકમ કરો, આ નગર માટે આ ઘડી મસ્તક દેવા તૈયાર છું. આ સાંભળીને રાજાનાં મૂછનાં દોરા છૂટવા લાગ્યા. હૈયું ઉમળકાથી ઉભરાઈ આયું ને, બોલ્યો કે મારા નગર નો નાનકડો કુંભાર જો આવું કહી શકે તો મારા નગરનાં નગરજનો દેશ પ્રત્યેનો પ્રેમ ને તેના માટે બધું કરી છૂટવાની ભાવના કેવી હશે.રાજા બોલ્યા ”વહા વીર નમન છે તને અને તારી જનેતા ને, રાજા કહે સાંભળ "આ રાજ્ય પર આવનારા કાળ ને, અશાંતિ ને, જેમાંથી કોઈનું ભલું નથી થયું તેવા યુદ્ધ તેવા યુદ્ધ થી, તું આ નગરને દુશ્મનનો થી તું જ બચાવી શકે. મનમાં એ વિચાર નાં કરતો કે આ રાજા ડરપોક છે. 

       તને ખ્યાલ છે, આપણી સંસ્કૃતિ શાંતિ પ્રિય રહી છે. જ્યાં સુધી યુદ્ધ ને ટાળી શકાય, ત્યાં સુધી આપણું રાજ્ય  યુદ્ધ કરતું નથી. “આપણે શાંતિ નાં સર્જક છીએ, અશાંતિ નાં નહિ” માટે તારે આ દેશ માટે એક કાર્ય કરવું પડશે,બલીદાન આપવુ પડશે, કુંભાર મનમાં વિચારી રહ્યો હતો. કે એવું કયું કાર્ય છે, જે સમગ્ર નગર હું જ માત્ર કરી શકું. કુંભાર કહે કૃપા કરી ને મને જણાવશો કે મારા માટે શું હુકમ છે, હું મારા રાજ્ય માટે બધું જ કરવા તૈયાર છું.

       રાજા કહે છે, એક દિવસ છૂપા વેશે હું નગર ભ્રમણ દરમિયાન કરી રહ્યો હતો ને, તારી હાટે આવ્યો હતો. તે દિવસે આ આપણા નગર ની વિશેષતા મેં તને પૂછી હતી, ત્યારે તે કીધું હતું કે,

    “આ ભૂમિ ની એટલી તાકાત છે, કે દુશ્મન નાં હૈયા ની ઠારી  શકે" 

બસ તારે એ જ કામ કરવાનું છે, તારી કહેલ વાત ને સાબિત કરવાની પળ આવી ચૂકી છે. કિલ્લા નાં સામે ના મેદાન ની પાદરે આવેલા દુશ્મનો હૈયા ઠારવા નાં છે. સમગ્ર નગરમાં તું જ એવો યોદ્ધો છે, તું જ એવો બળિયો છે, જે આ સમગ્ર યુદ્ધ ને તારી કળા થી રોકી શકે છે.

     આ વાત સાંભળીને કુંભાર વિચાર માં પડયો, જેનો તેણે કયારે વિચાર પણ ન હતો કર્યો. તેવી સ્થિતિ તેની સામે આવી ને ઉભી રહી ગઈ હતી. કુંભાર બોલ્યો,

       “મહારાજ આપણ ધરતી હંમેશા શાંતિ ને પ્રેરી છે, શાંતિ ને વરેલી છે, ભૂખ્યું કોઈ સુતું નથી, અહી જન્મ લીધેલ આત્મા પણ મોક્ષ પામે છે. તેના માટે હું કોઈ કામ આવું તો મારું અવતાર ધન્ય થઈ જાય”

      મને રજા આપો હું આ ઘડી જ આ સત્કાર્ય કરવા તરફ પ્રયાણ કરવા માંગુ છું, તેનું પૂરું ને કરી હું પાછો વળીશ. જો કાળ મને ભરખે નહિ ને જો ભરખશે તો આ કુંભાર નું મસ્તક તેના હાથે બનાવેલા માટલામાં સવાર નાં પ્રથમ કિરણની પહેલા તમારા પગ માં હશે. પણ કાં હું શાંતિ લઇ ને પાછો આવીશ કાં તો મારું મસ્તક પાછું આવશે. પણ જીવતે જીવ હારી ને પાછો નહિ જ આવું.

     રાજા નાં આદેશ થી તેની સાથે પાંચ ઘોડે સવાર સૈનિક ને કુંભાર ને એક ઘોડી આપવામાં આવી હતી.જેના વખાણ આખું જગત કરતું , જેના ડાબલા સાંભળીને ડાકુઓ નાં પરસેવા છૂટી જાતાં તેવી ઘોડી પર સવાર એ કુંભાર શાંતિ દૂત બની કિલ્લા માંથી નીકળી પડયા, નગર ની ભૂમિ જાણે આશીર્વાદ આપતી હોય એવું લાગી રહ્યું હતું, તેવા કુંભાર નો  રૂપ લાગી રહ્યો હતો, ઘરે જઈ ને પાંચ માટલા લીધા પોતાના હાથે બનાવેલ પાંચ કુલડ લીધા. 

      વીજળી ની ઝડપે ઘોડા નાં છ અસવાર નગરકોટ વટાવી નીકળ્યા, રાજા હજુ ઝરૂખે ઊભા હતા, કુંભાર ની જતી ઘોડી ને નિહાળી રહ્યો હતા. મન માં હજારો વિચારો નાં વમળોમાં ફરી રહ્યો હતા.તેવા માં સેનાપતિ આવ્યો ને કહ્યું મહારાજ, 

"યુદ્ધ ની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે, સવાર નાં પરોઢમાં તેમના આક્રમણ પેલા આપણે આક્રમણ કરી દઈશું અને વિજય આપડો જ થશે. પણ રાજા માત્ર ડોક હલાવી. પરંતુ રાજા ને  આજે એક માત્ર ભરોસો પેલા કુંભાર પર હતો, રાજા માટે આજે એ કુંભાર એક દેવ રૂપ હતો, એક અલોકિક શક્તિરૂપ હતો, જે શાંતિ સ્થાપવા  આવ્યો નાં હોય તેવો.

પેલી બાજુ કુંભાર સામે નું યુદ્ધ નું મેદાન વટાવી ને પાદર ની પેલી પાર જાણે ઉડતે ઘોડીએ પહોંચી ગયા. ઘોડા નાં આવાજ સાંભળીને દુશ્મનો થોડા હરકતમાં આવ્યા, જેવા જ ઘોડા ત્યાં પોહોચ્યા ત્યાં તેમને દૂર થી રોકી દેવા માં આવ્યા. એક સૈનિક ત્યાં ગયો ને પૂછ્યું કોણ છો ? કેમ અહી આવ્યા છો? કુંભાર બોલ્યો , “જૂનાગઢ રાજ્ય નાં શાંતિ દૂત છીએ અને તમારા મહારાજ ને મળવા આવ્યા છીએ”.

 સૈનિક કીધું અહીં.ઊભા રહો અંદર થી આદેશ આવે એટલે અંદર આવજો. અંદર જઈ ને ત્યાં બેઠેલા રાજાઓ ને કીધું, મહારાજ બારે છ ઘોડેસવાર આવ્યા છે, અને ખુદ ને શાંતિ નાં દૂત તરીકે ઓળખાવે છે. મહારાજ એ કીધું તેમને અંદર આવવા દો.

કુંભાર ને તેની સાથે આવેલા પાંચ સૈનિકો અંદર આવે છે. ત્યાં બેઠેલા રાજા ને વંદન કરે છે, પોતાનો પરિચય આપતાં કહે છે, મહારાજ હું જુનાગઢ રાજ્ય નો શાંતિ નો દૂત બની ને આવ્યો છું અને તમારી માટે એક સંદેશો લઇ ને આવ્યો છું.

      “અમારી આ ધરા યુગો યુગો થી શાંતિ ને સ્થાપક રહી છે. શાંતિ નાં દેવતા અંહી રમવા આવે છે. મોટા મોટા ઋષિઓ સમગ્ર જનજીવન છોડી. જૂનાગઢ ધરતી પર તપ કરવા આવે છે. માટે અમે યુદ્ધ નાં વાહક નથી, અમે શાંતિ નાં ચાહક છીએ. આમારા માટે શાંતિ એજ આમારી મૂડી છે, શાંતિ અમારો વારસો છે. તેથી હું શાંતિ નાં દૂત તરીકે તમને પ્રાર્થના કરું છું કે આપ યુદ્ધ કરશો નહીં અને શાંતિ ના સ્થાપક બનો. 

આ બધું સાંભળીને,એક મોટા રાજવી બોલ્યો" તમારા એવી કેવી શાંતિ જે સ્વર્ગમાં પણ નથી, તમારે આહિયા જ ઉતરી આવી છે. દાખલો આપો જો તમારી આ શાંતિ ની વાત સત્ય નીકળી તો અમે યુદ્ધ નહિ કરીએ, એટલું જ નહિ અમે અમારું સૈન્ય નો પાછું લઇ ને જતા રહીશું. 

  દર વર્ષે અમારા રાજ કોષમાંથી આ શાંતિ પ્રિય રાજ્ય માટે એક હજાર સુવર્ણ મુદ્રા અને સમગ્ર નગર જન માટે ધાન્ય પૂરું પાડીશું. આ બધું સાંભળીને યુદ્ધ કરવા આવેલા રાજાઓ અને સેનાપતિઓમાં હલચલ મચી ગઇ કે આ શું કહી રહ્યો છે મોટારાજવી. થોડીક ક્ષણ માટે તો જાણે ચારેકોર શાંતિ છવાઈ ગઈ.

     ધીરે થી કુંભાર બોલ્યો, હે રાજન હું મારા ધરતીમાંથી બનાવેલ પાંચ માટલાં લાગ્યો છું અને પાંચ કૂલડ. તમે તેમાં જળ ભરો ને તેનું જળપાન કરો. જો તે જળ પિતા જ તમારા અંગ અંગમાં શાંતિ નો વાસ થશે, તમારું હૃદય ખીલી ઉઠશે, તમારો અંતર આત્મા શાંતિ ને પામશે. 

  આ બધું સાંભળીને સેનાપતિ બોલ્યો, મહારાજ તમે આની વાતોમાં ન આવશો, આ જૂનાગઢ મહારાજ ની કોઈ ચાલ કે પ્રપંચ લાગી રહ્યો છે. તે માટલા નક્કી જ ઝેર નાં ઘડા છે, જે ઝેરીલી માટીમાંથી બનાવવામાં આવ્યા છે. આ સાંભળીને કુંભાર બોલ્યો, " મોટા રાજવી જો તમને વિશ્વાસ ન હોય તો તે ઘડા જળ પ્રથમ હું જળપાન કરીશ ત્યાર બાદ મારા સાથીઓ તેના પછી, તમને યોગ્ય લાગે તો તમે જળપાન કરજો". મોટા રાજવી પાણી મંગાવ્યા ઘડા ભરવામાં આવ્યા. થોડી ક્ષણો પછી તે કુંભાર અને તેના સાથીઓ ને તે ઘડા નું પાણી પીવા માટે આપવા માં આવ્યું.

  થોડો સમય ગયો ને કુંભાર બોલ્યો, મોટા મહારાજ હવે આ નો જળપાન તમે પણ કરો.મોટા મહારાજ બોલ્યા,"હજુ મને ઘડા પ્રત્યે શંકા છે, તેમણે આદેશ આપ્યો કે આપણે યુદ્ધ માટે જે પાગલ હાથી લાવ્યો છે. તેને આ પાણી પાવામાં . તરત હુકમ નું પાલન થયું, એક હાથી ને મોટા પિંજરોમાં બંધ કરેલો હતો અને તે હાથી ને ગાંડો હતો અને તેનો ઉપયોગ યુદ્ધ માં કરવા માં વાતો હતો. તેં ઘડા વાળું પાણી પીતા જ એક દમ શાંત થઈ ગયો, મહારાજ તેને પીંજરામાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો. તેની સામે તે કુંભારને ઊભો રાખવામાં આવ્યો. જેવો પીંજરો ખોલ્યો તરત હાથી થોડો દોડ્યો, ને પેલા કુંભાર જોડે આવી ઊભો રહ્યો ને બેસી ગયો. કુંભાર ને હાથી એ નતમસ્તક થયો. આ જોઈ બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. 

 મોટા રાજવી એ તે ઘડા નાં જળ મંગાવ્યા " તેંમાંથી એક કુલડ ભરી ને પીધું, થોડી વાર પછી બીજા બે-ત્રણ કુલડ પી ગયા.મોટા રાજવી નાં રોમ રોમમાં જે શાંતિ યુદ્ધ, ખાનપાન, સમૃદ્ધિ,ધન દોલત અને મહેલો થી નાં મળી તે આ ઘડા નાં પાણી થી મળી.બધા રાજવીઓ, સેનાપતિ, ભાટ,સૈન્ય આ જોતાં જ રહી ગયા. મહારાજે બધા ને પાછા ફરવા નો આદેશ આપ્યો. 

 તેઓ જ્યાં બેઠા હતા ત્યાં થી ઊભાં થઈ ને કુંભાર ની પાસે જઈ ને બોલ્યા," જે ધરા નાં ઘડા ની પાણીમાં આટલી હશે, તેના રાજા તેના નગર જન તેના પૂર્વજો તેનું સઘળું કેટલું શાંત હશે, હવે મારે યુદ્ધ નથી કરવું અને આજ થી હું યુદ્ધ નાં કરવાની પ્રતિજ્ઞા લઉં છું. મારા વચન અનુસાર જે મે આપવાનું કીધું છે. તે આ ઘડી આપુ છું, મને આ યુદ્ધ નાં બદલામાં તમારા હાથે બનાવેલા તમારા ધરા નાં એક હજાર માટલા આપશો તેવી વિનંતી કરુ છું.

આ સાંભળીને કુંભાર નાં હર્ષ નો પાર ના રહ્યો. એના શરીર ની એક એક ઊર્મિ જાણે અમૃતપાન નાં કર્યું હોય તેવું લાગી.રહ્યું હતું. તે ખરા અર્થમાં યુદ્ધ જીતી ગયો, શાંતિ જીતી ગયો, પોતાની કળા, પોતાની ધરા, પોતાના નગરજનો સમગ્ર જીતી ગયો હતો ને, કુંભાર બોલ્યો " મોટા રાજવી તમે શાંતિ ને પામ્યા તે મારા માટે ઘણું છે, યુદ્ધ નાં બદલામાં હું તમને એક હજાર નહીં પરંતુ તમે માંગો તેટલા ઘડા આપીશ. તમારી જય હો, તમારા રાજ શાંતિ નું વાહક બને તેવી પ્રભુ ને પ્રાર્થના.

ત્યાંથી એ કુંભાર ને તેના સાથી પાછા પરત ફર્યા તે માત્ર યુદ્ધ નહિ પણ મોટા રાજવીનું હૃદય જીતી ને આવી રહ્યા હતા. કુંભાર એ હાથી ઉપર બેઠો હતો. તેની સાથે આવેલા પાંચ ઘોડા સવાર અને તેની ઘોડી નગર કોટ તરફ આવી રહ્યા હતા. રાજા આ ઝરૂખામાં ઊભા ઊભા આ દ્રશ્ય જોઈ ને અચંભિત બની ગયા હતા. સેનાપતિ ને કહી ને નગરમાં ઢંઢેરો  પિટવાઓ કે આપણે યુદ્ધ જીતી ગયા. સેનાપતિ કુંભાર ને હાથી પર આવતા જોઈ ને ખુશખુશાલ થઈ ગયા. રાજા ઉગતા સૂર્ય ને જળ ચડાવયા.

 રાજા બોલ્યો" હે સૂર્ય દેવ આ જગતમાં શાંતિ બની રહે અને આ ધરા શાંતિ વાહક તરીકે સમગ્ર જગત ને શાંતિ અને ભાઈચારામાં બાંધી ને રાખે. તે દિવસે મોટો ઉત્સવ નગર માં રાખવા માં આવ્યો. કુંભાર ને નગરની શ્રેષ્ઠ પદવી આપવામાં આવી

કુંભાર એ શાંતિ નાં દૂત નાં નામે પ્રસિદ્ધ થયો. જૂનાગઢ નાં  ના કિલ્લામાં તેની મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી, ને તે મૂર્તિ નીચે ભાગે એક વાક્ય લખવામાં આવ્યું " શાંતિ એજ ઈશ્વર".Rate this content
Log in

More gujarati story from Mahavir Sodha

Similar gujarati story from Abstract