જય હો
જય હો
જય હો ...! જયવસાવડાના આ પુસ્તકમાં હર પાને પાને મોટિવેશનનું મોજું જોવા મળે. વાંચવાનું ચાલુ કરો એટલે તમારું વિચારોનું વહાણ કિનારો છોડી ને દૂરની મુસાફરી કરવા નીકળી પડે.... અવનવા ભાગમાં અવનવા વિચારોનાં વાવેતર જોવા મળે. આર્ટિકલ, કવિતા, પાવર પંચ, પ્રેરણાત્મક કોટ્સ વગેરે, કલ્પવૃક્ષની નીચે બેસીને માંગીએ તેમ મળે તેવા મને લાગ્યા ! આખા પુસ્તકની મુસાફરી પૂરી કર્યા પછી, મને નવી જ સ્ફૂર્તિ, નવા વિચારો, નવા દ્રષ્ટિકોણ,જેના માટે શબ્દ ખૂટે પણ પૂરું નાં થાય તેવી આ જાદુઈ કિતાબ મને અને મારા હૃદય બંને ને આ સ્પર્શી ગઈ. હું માનું જેમ સુપર હીરો હોય ને બધા ને બચાવે તેમ જ આ પુસ્તક સુપર બુક છે જે બધા ને જીવતા શીખવાડે...!
પુસ્તક એ એક એવું ઉપકરણ છે, જે આપણી ઈમેજીનેશનને પાંખો આપે છે. આકાશ અને પાતાળથી પણ અનંત વિસ્તરેલી અવિરત દુનિયા છે ત્યાં. કેટલીકવાર પુસ્તક વાંચ્યા પછી લેખક બનવાની ઈચ્છા ઊભી થાય. ઈમેજીનેશનથી વાર્તા રચવાની, પાત્રો ઘડવાની, એમાં લાગણી પૂરવાની, વાચા આપીને એમાં પ્રાણ ફૂંકી નાનું-મોટું સર્જન કરવાની, શબ્દોમાં આલેખવાની ઈચ્છા થાય. કાલ્પનિક દુનિયામાં આપણે ઈચ્છીએ એવું સર્જન કરી શકીએ છીએ. ઇટ્સ આ ફુલ્લિ કસ્ટમાઇઝ્ડ વર્લ્ડ. ઇટ્સ ઓલ અપ ટુ અસ વિચ સૉર્ટ ઓફ ટુલ્સ વી યુઝ ટુ સ્કલ્પ ઇટ.
પુસ્તક એ એવું ઉપકરણ છે કે, જે તમને ખુલ્લી આંખોએ સપનું દેખાડે છે. પુસ્તકમાં એક આખી સર્જેલી દુનિયા ધરબાઈને સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે. વાંચો ત્યારે વાચકની ઇમેજીનેશનમાં એ જીવંત બની જાય છે. વર્ષો પહેલા મૃત્યુ પામેલા લેખકે શબ્દો દ્વારા સર્જેલા સાહિત્યવિશ્વને આપણે વાંચીએ ત્યારે તે આપણી ઇમેજીનેશનમાં સૂક્ષ્મ રૂપે આવીને જીવી જતો હોય છે; અને તે સદંતર જીવતો જ રહે છે, જ્યાં સુધી પુસ્તક અને વાચક બંને હયાત હોય ત્યાં સુધી.
