STORYMIRROR

Chhaya Khatri

Romance

3  

Chhaya Khatri

Romance

સગપણ

સગપણ

2 mins
164

એ, મુલાકાત  હંમેશા યાદ રહેશે અને ભુલાય જ નહિ ને જીંદગી જેમ જેમ આગળ વધતી જાય એમ પાછળની યાદો ફિલ્મ ની જેમ તાજી થતી જાય.

એ સવારે ફોનમાં ઘંટડી વાગી. કોઈ દિવસ નહિ ને આજે કોણ ફોન કર્યો હસે એમ વિચારી દોડતી દોડતી ફોન લેવા જાય છે નેહા, આમતો ખાસ કોઈનો ફોન આવતો ન હતો. માત્ર ઓફિસ માં જ વાતો થતી અને ત્યાંજ પૂરી કરીને ધરે આવતી. નેહા એ ફોનમાં જોયું તો અવિનાશનો ફોન હતો .

અવિનાશ એટલે નેહાનો પરમ મિત્ર .અને મિત્ર ક્યારે પોતાનો થઈ ગયો એની જાણ જ ના રહી પણ અવિનાશ તો પોતાની દુનિયામાં મસ્ત હતો. એટલે કશી ખબર ન પડી ને નેહા હવે પ્રેમ કરે છે પોતાને.

એક દિવસ નેહા એ વાત કરી કે તું મને ગમે છે તારો સાથ પણ મને ગમે છે. તારો શું વિચાર છે "અને અવિનાશ ઉછળીને નેહા ને ઊંચકી લે છે. "લે, તે તો મારા મનની વાત કરી."

પણ સમય જતાં એક ન થઈ શકતા છેક હવે ફોન આવ્યો. અને ફરીથી ઘંટડી સાંભળતા જાણે વર્તમાનમાં આવી ત્યાં સુધી તો ચારથી પાંચ વખત ફોન આવી ગયો હતો.

થડકતાં હૈયે ફોન ઉપાડતાં અવાજ આવ્યો, "હું અવિનાશ નો મિત્ર બોલી રહ્યો છું. આ દવાખાને તમે આવી જાવ."

કઈક અમંગળ થયાનું જાણી નેહા તરત જ દવાખાને પહોંચી જાય છે. અને અવિનાશ ને જોઈ કહે છે શું થયું આ બધું ?

અવિનાશ ફક્ત માફી જ માંગે છે, અને નેહા નો હાથ પણ માંગે છે. એ, મુલાકાત આનંદિત થઈ હોય એમ લાગે છે .

પછી તો અવિનાશ અને નેહા ખૂબ આંસુ સારે છે અને મિત્ર પણ કહે છે કે આગ લાગી બેઉ બાજુ શીદ ને કહ્યું નહિ એકબીજાને, હવે રહો સુખેથી નજર ના લાગે કોઈની.

નેહા અને અવિનાશ હસે છે અને પોતાનો સંસાર શરૂ કરીને એ, મુલાકાતની ઉજવણી કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance