Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

સગાઈ

સગાઈ

3 mins
336


જ્યોતિ માટે આજ બહુ ખુશીનો દિવસ હતો. કેમ કે આજે જ્યોતિની સગાઈ હતી. જ્યોતિની સગાઈ પ્રકાશ સાથે નક્કી કરવામાં આવી હતી. પ્રકાશ ખૂબ સુખી ઘરનો હતો.

પ્રકાશના પિતા એક ઉદ્યોગ પતિ હતા. જ્યોતિની સગાઈ ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. બસ બધાનાં મોઢે એક જ વાત હતી. જ્યોતિ કેટલી નસીબદાર છે, કેવું સારું ઘર અને કેવો સુંદર દેખાવડો વર મળ્યો. બસ નાખુશ હતો તો એક આકાશ હતો.

આકાશ જ્યોતિની સાથે કોલેજમાં ભણતો હોનહાર વિદ્યાર્થી હતો. અને મનોમન જ્યોતિને ખૂબ ચાહતો હતો. ગામડેથી શહેરમાં કોલેજ કરવા આવતો હતો અને ખેડૂત પિતાનો પુત્ર હતો.

સગાઈ પછી જ્યોતિ ને તેના સાસરે લઈ જાય છે. અને પોતાનો સુંદર બંગલો જોઈ ખૂબ ખુશ થાય છે પ્રકાશ સાથે હરે ફરે છે અને ખૂબ મજા કરે છે. જાણે ! જિંદગી એને સ્વર્ગ જેવી લાગતી હતી. અઠવાડિયા માં બે વખત મળતા.

પણ બે ચાર મહિના પછી પ્રકાશની વર્તણુક બદલાઈ જાય છે. તેની મુલાકાતો ઓછી થતી જાય છે. અને જ્યોતિમાં ઓછો રસ લેવા લાગે છે. જ્યારે જ્યોતિ કારણ પૂછે ત્યારે બિઝનેસમાં વ્યસ્ત હોવાનું જણાવી વાત ને ટાળી દેતો.

જ્યોતિ આ વાતની જાણ પોતાના માતા પિતા ને કરે છે, ત્યારે માતા પિતા તપાસ કરાવે છે. ત્યારે ખબર પડે છે કે પ્રકાશ તો રખડું આવારા અને મોટો ચિટર હતો.

જ્યોતિ પિતા ને આ વાતની ખબર પડે છે ત્યારે જ્યોતિની સગાઈ ફોક કરવાનો નિર્ણય લે છે. પણ ત્યાર બાદ પ્રકાશ જ્યોતિને ખૂબ બદનામ કરે છે. સમાજમાં એના વિરૂદ્ધ વાતો કરી જ્યોતિને માનસિક રીતે પરેશાન કરે છે અને આ કારણવશ જ્યોતિ ડિપ્રેશનમાં ચાલી જાય છે.

આકાશ ને જ્યારે આ વાતની ખબર પડે છે. ત્યારે એ જ્યોતિને કોલ કરી હિંમત આપે છે. રોજ વાતોથી જ્યોતિમાં ફરી હિંમત આવે છે. અને એનું જીવન રાબેતા મુજબ થઈ જાય છે. આકાશનો ખૂબ આભાર માને છે. અને મનોમન આકાશ ને ચાહવા લાગે છે.

આકાશની મદદથી એમબીએની ડીગ્રી લઈ અને સારી કંપનીમાં જોબ લે છે. અને એક માનસિક શાંતિનો અહેસાસ કરે છે. તે આકાશની મદદથી બહુ ખુશ છે. આકાશ પણ જ્યોતિને દિલોજાનથી ચાહતો હોય છે.

તે જ્યોતિના હાથની એના પિતા પાસે માગણી કરે છે. અને એના પિતા એ પહેલાં ધન દૌલત જોઈને જ જ્યોતિનું સગપણ કર્યું હતું. હવે બીજી વાર એ ભૂલ દોહરાવવા નહોતા માગતા. એ આકાશ ના ગામડે જઈ બધી તપાસ કરે છે. અને યોગ્ય લાગતા આકાશના પ્રસ્તાવનો સ્વીકાર કરે છે.

અને સારી તિથિ અને સારો વાર જોઈ બંનેની સગાઈ નક્કી કરે છે. આજે જ્યોતિ ખૂબ સુંદર દેખાતી હતી. મોટી સુંદર આંખો,ઘાટીલો દેહ,લાંબા રેશમી વાળ, મુલાયમ હોઠ અને હોઠ પર કાળું તલ ખૂબ દીપી રહ્યા હતા. આસમાની ચણીયા ચોળી, લાંબા મેચિંગ એરિંગ્સ, હાથમાં મેચિંગ બંગડી,. ખૂબ સુંદર હેટસ્ટાઇલ. અને ઓછા મેકઅપમાં પણ પરી જેવી સુંદર લાગી રહી હતી. એની મુસ્કાન પણ મંત્ર મુગ્ધ કરી નાખે એવી કમાલની હતી. નજર તો જાણે તલવાર જેવી જેની તરફ નજર કરે એ ઘાયલ થઈ જાય.

આકાશ પણ શેરવાનીમાં ખૂબ સુંદર અને મનમોહક લાગી રહ્યો હતો. જાણે બંનેની જોડી રતી કામદેવ જેવી હતી. બંનેને જોઈ બંનેનાં મા બાપ ખુશ હતા. બંનેને ખુબ આશીર્વાદ આપે છે. સગાઈમાં આવનાર મહેમાનો પણ બંનેને જોઈ જ રહ્યા. જ્યોતિના જીવનમાંથી દુઃખનું વાદળ હટી ગયું અને સુખના સૂરજનું આગમન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance