સૅલ્ફી
સૅલ્ફી


સ્ટેજ પર મા.મીના બહેનનું આગમન થયું. સાવ એમની હાલત થથડી ગયેલી હતી. ઉપસ્થિત સંસ્થાનાં ટ્રસ્ટીએ તેમનું શૉલ અને શ્રીફળ આપી સન્માન કર્યું. ત્યાં જ "વાહ...વાહ...." નો અવાજ તાળીઓનાં ગડઙડાટ સાથે ગુંજી ઉઠ્યો. 'બેસ્ટ સમાજ સેવિકા'નો એવોર્ડ એમનાં હાથમાં શોભી રહ્યો હતો. લોકો તેમની સાથે સૅલ્ફી પાડવા પડાપડી કરી રહ્યાં હતાં.અને એક બાજું તેમનો જ દિકરો એની પત્ની સાથે.....!!