બૉટલ -માઈક્રોફિક્શન
બૉટલ -માઈક્રોફિક્શન


રોજની જેમ આજે પણ એ અડ્ડા પરથી લઘરવઘર હાલતમાં ઘેર આવ્યો. એનો ચહેરો પરસેવાથી લથબથ હતો વળી મોઢામાંથી જામ છલકતો હતો ! આંખો સાવ્વ લાલ થઈ ચૂકી હતી.
રોજની આ ક્રિયાથી રૂપા ટેવાઈ ગયેલી તેથી તેણી રૂમમાંથી બહાર જ ન આવી.
''એ...જાનુડી ચ્યોં જૈ સે લી ?....'' એણે લથડાતાં લથડાતાં સાદ પાડ્યો.
આજે એના અવાજમાં છલકાતા માદક જામની સાથે મીઠાશ ભળી હતી.
''અલી, જાનુ...આ જો...પુરેપુરો ભરીને આયો સું તારી હાટું...'' કહેતા એણે રૂપાનો પાલવ ખભા પરથી સરકાવી દીધો. રૂપાની પાતળી કમર પર એણે છલકાતા હોઠ મુકી ચુંબન કર્યા.
રૂપાએ ફટાફટ અંદરના રૂમમાં દોટ મુકી અને એ છલકાતા જામની બૉટલને સંતાડવા માંડી.