Dharmik Parmar 'Dharmad'

Fantasy Inspirational

2.5  

Dharmik Parmar 'Dharmad'

Fantasy Inspirational

મહેનતું પોપટ

મહેનતું પોપટ

2 mins
8.2K


વિનય નગર 'નામે મોટું હરિયાળું નગર હતું. નગરમાં રાજા-રાણીનો મોટો મહેલ હતો.એમાં મોટાં આલિશાન ઓરડાં! સિપાઈઓ અને પહેલવાનો રાત-દિવસ મહેલની રખેવાળી કરે. આ રાજાને પક્ષીઓ બહું વ્હાલાં હતાં. એટલે એણે મહેલની ફરતે બાગ-બગીચાં બનાવડાવ્યાં હતાં. રોજ એમાં જાતજાતનાં પક્ષીઓ આવતાં. રાજા એ જોઈ ખૂબ ખુશ થતો.

એક વખતની વાત છે, રાજા બગીચામાં ફરી રહ્યો હતો ત્યારે એણે એક પોપટને મીઠું મીઠું બોલતો જોયો. નજીક જતાં પોપટ તો રાજાની આંગળી પર બેઠો. પરંતુ રાજાના મનમાં આ પોપટને પોતાની પાસે રાખી બહું સારું શિક્ષણ આપવાનો વિચાર આવ્યો. રાજાના કહ્યા પ્રમાણે સિપાઈ એને પીંજરામાં પૂરી મહેલમાં લાવ્યાં.

થોડાંક જ દિવસોમાં રાજાએ કાશીથી એક મોટાં ગુરુને પોપટને શિક્ષિત કરવાં માટે બોલાવ્યાં. એક-બે દિવસ તો ગુરુએ પોપટને કેટલાંક શુભાષિતો ગવડાવ્યાં. અને ઝટપટ એતો શુભાષિતો રટવાં લાગ્યો. આ જોઈ ગુરુજી રાજી થયાં. હવે પોપટને ગીતાનાં શ્લોક શીખવવાનું શરૂ કર્યું.

ખુબ મહેનતું આ પોપટે કઠિન શ્લોકો પણ પાકાં કરવાનું ધાર્યું. પછી તો રોજ સવારે પોપટ વહેલો ઉઠે અને શ્લોકોની તૈયારી કરે. જ્યારે રાત્રે મહેલમાં બધાં સુતાં હોય ત્યારે શાંતિમાં તે બધાં શ્લોકો યાદ કરી ગાતો. આમ પોપટે મહેનતથી ગીતાનાં શ્લોકો પાકાં કરી દીધાં. રાજા-રાણી એ સાંભળી બહુ ખુશ થયાં.

પછી રાજાના મંત્રીએ નગરનાં બાળકોની આ પોપટ સાથે મુલાકાત કરાવી. અને એની મહેનત વિશે જણાવ્યું કે પોપટે મહેનતથી કઠિન શ્લોકો પણ પાકાં કરી દીધાં. વળી પોપટે પણ બાળકોને મીઠાં મીઠાં શ્લોકો બોલી સંભળાવ્યાં. અને પછી આ બાળકોએ પોપટને રોજ મહેનતથી અભ્યાસ કરવાનું વચન આપ્યું અને હસતાં હસતાં સૌ પોત પોતાને ઘેર ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy