Dharmik Parmar 'Dharmad'

Children Inspirational

3  

Dharmik Parmar 'Dharmad'

Children Inspirational

રીંકુ અનેયશાકભાજી

રીંકુ અનેયશાકભાજી

3 mins
7.7K


રીંકુ નાની પણ બહુ ચબરાક છોકરી હતી. વળી શિસ્તબધ્ધ ! હંમેશા વડીલોને માનથી બોલાવે. ભણવામાંય એટલી જ હોંશિયાર ! વારંવાર નવું નવું શીખવા તત્પર રહે. હંમેશા સત્યનો સાથ આપતી અને જો ક્યાંય ખોટું થતું હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરતી.

રવિવારનો દિવસ હતો. રીંકુ આજે વહેલી ઉઠી ગઈ હતી એણે એનું બધું લેસન તો સવારે વહેલાં જ કરી નાખેલું. થોડીવાર ટેલીવિઝન જોયું, મૈત્રીઓ સાથે રમતો રમી, કેટલીક વાર્તાઓ વાંચી. હવે રીંકુને કંટાળો આવતો હતો. સમય કઈ રીતે પસાર કરવો ? એ એને સુઝતું ન હતું. ત્યાંજ મમ્મીને થેલી લઈને બહાર જતાં જોઈ બોલી,

"મમ્મી , કયાં જાવ છો ?"

"બેટા હું બજારે જાઉં છું. શાકભાજી લેવાં માટે." પછી તો રીંકુ મમ્મી પાસે બજારે સાથે લઈ જવાની આજીજી કરવાં લાગી. છેવટે રીંકુ અને તેની માતા બજારમાં જવાં નીકળ્યાં.

સરસ વાતો કરતાં કરતાં રીંકુ અને તેની માતા 'શાક-બજાર' તરફ જઈ રહ્યાં હતાં. વાતોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એની ખબર જ ન પડી. 'શાક-બજાર' અાવી ગયું. શાકભાજીની ઘણી બધી દુકાનો જોઈ રીંકુ તો ખુશ ખુશ થઈ ગઈ. બધી જ દુકાનો પર જુદી જુદી શાકભાજીઓ હતી. લાલ લાલ ટામેટાં, લીલા મરચા વળી બીજા પણ લીલાં શાકભાજી શોભી રહ્યાં હતાં.

રીંકુનાં મમ્મી રીંકુને શાક-ભાજીઓ વીશે તથા એને ખાવાથી થતાં ફાયદા વગેરે વિશે સમજાવી રહ્યાં હતાં. ત્યાંજ બંનેએ અવાજ સાંભળ્યો. એક શાકની લારીવાળા ભાઈ મોટેથી બોલી રહ્યાં હતાં."મોટાં મોટાં ને તાજાં-માજા શાક લઈ લ્યો ! અમારે ત્યાં મોટાં મોટાં શાકભાજી મળશે." આ સાંભળી રીંકુ તરત લારી પાસે દોડી ગઈ. લારીમાં ખરેખર મોટાં શાકભાજી હતાં. જાડી-પાડી કાકડી, મોટાં ટામેટાં, એકદમ ભારેખમ ભોપળું જોઈ રીંકુ આશ્ચર્ય પામી.

ત્યાંજ એની નજર એક લાંબી દુધી પર ગઈ. જોયું તો દુધી રડી રહી હતી. તરત રીંકુએ દુધીને હાથમાં લઈ પુછવાં લાગી, "શું થયું દુધીબેન, કેમ રડો છો ?" ત્યારે ધ્રુસકે ધ્રુસકે દુધી બોલી, "અમારું શરીર જુઓ, આ માણસ વધારે કમાવવાની લાલચમાં અમને દવાઓ નાખી ઉગાડે છે. જેથી અમારું કદ સાવ હદ કરતાં ભારે થઈ જાય છે. જેથી અમારાં શરીરમાં પ્રોટીન્સ પણ ઓછાં થઈ જાય છે." ધ્રુસકો આપતી આપતી આગળ બોલી,"અમને દવાઓ આપી ઉછેરવામાં આવે છે જેથી થોડાક જ દિવસોમાં અમારાં શરીરમાં કાળાં ડાઘ પડી જાય છે" ત્યાંજ એક મોટાં લાલમ લાલ ટામેટાં ભાઈ બોલવાં લાગ્યાં, "આ જુઓ, અમારાં પર કલરની દવાઓ છાંટવામાં આવે છે, જેથી અમારો રંગ ઘાટો થઈ જાય છે ! ને કેટલાં'ય ચામડીનાં રોગ થાય છે."

શાકભાજી લઈ મમ્મી અને રીંકુ બન્ને ઘરે આવ્યાં પણ રીંકુનાં મગજમાં તો પેલા શાકભાજીનાં જ વિચાર આવી રહ્યાં હતાં ! તરત એ તો પાણીનો જગ અને થોડાંક ટામેટાનાં બીજ લઈ ઘરનાં આંગણાનાં વાડામાં દોડી ગઈ.

એણે માટી ખોદીને બધાં બીજડાં વાવી દીધાં. વળી પપ્પાએ લાવેલ ખાતરનાં પડીકાંમાંથી ખાતર પણ ઉમેર્યું. પાણી છાંટીને એતો માટી ઉપર વ્હાલથી હાથ ફેરવવાં લાગી ! અને ગાવા લાગી , "નાનાં નાનાં ટામેટાં, તાજાં-માજાં ટામેટાં "

બાલ્કનીમાંથી આ દ્રશ્ય જોઈ રહેલાં રીંકુનાં મમ્મી તો ખુશ ખુશ થઈ ગ્યાં ! અને મનોમન રીંકુને શાબાશી આપવાં લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Children