STORYMIRROR

GIRISH GEDIYA

Romance Tragedy

2  

GIRISH GEDIYA

Romance Tragedy

સેડ લવ સ્ટોરી

સેડ લવ સ્ટોરી

4 mins
52

પુનમની રાત અને શીતળ પવનની લહેર જરૂખામાં બેઠી મુસ્કાન અને આભમાં ચન્દ્ર ને નિહારી રહી હજુ મુસ્કાન 18વર્ષની રેશમ મુલાયમ વાળ,નીલી આંખો ને આંખોમાં સપના હજાર ચહેરો એનો ધરતીનો ચાંદ કહું હોઠ એના ગુલાબની પાખુડી કહ નાક તીખી મિર્ચી કહું

આજ સુનમૂન હતી એની સુંદર હસી નામ હતું મુસ્કાન પણ જતી રહી એની હસી હતી..

"નામ એનું મુસ્કાન હતું.

હસી એની લાજવાબ

હસે તો આશિક ઘાયલ થાય જોઈ

કરતી હસી એવી કમાલ..."

પ્રેમ ક્યારે કોને થાય કહેવાય નહી આતો બાલી ઉંમર છે ક્યારે દિલ ખોવાય જાય...

આજ શીતળ રાતમાં બેઠી ઝરૂખામાં મુસ્કાન ચાંદ ને જોઈ એના ચાંદ ને યાદ કરતી હતી આંખો માં તસ્વીર એની દિલમાં ઘણા અરમાન એના જે પુરા થયા વગર અધૂરા રહી ગયા.....

એકલી ઉભી બબડતી હોય આવું કેમ મારી સાથે...?

ત્યાં ચાંદ છુપાઈ જાય વાદળમાં આમતેમ અને મુસ્કાન હસી લેતી આ ધરતી પણ મારી જેમ એનો ચાંદ શોધતી હસે.......

હસતા હસતા આંખોમાંથી આસું સરી પડે છે જે નીચે સરોવરમાં જઈ પડે અને એ આંસુ શોધવા વ્યર્થ ના પ્રયત્ન કરે મુસ્કાન ને પછી હસી પડે હું કા આમ ફાંફા મારું છું એ આસું શોધવા અને મળશે તો કયાં સાચવું નથી કોઈ સમજનાર ના કોઈ એની આંખોમાં સજાવનાર......

પાછી બોલી પડે તું તો પાગલ થઈ છે મુસ્કાન જો જે કોઈ જોશે તો તને જોઈ હસે નહી.....

થોડીવાર ચૂપ રહી પાછી બોલશે સારુ ને કોઈ હસે તો મને મારી કદર સમજાય....

ચાંદ ફરી વાદળમાંથી બહાર આવ્યો ને ફરી મુસ્કાન જોવા લાગી પણ...

હવે ઉપર નહી એ ઝરૂખામાંથી દેખાતા રસ્તા પર અને કંઈક શોધી રહી જાણે એની જિંદગી, જીવ હોય અને એના વગર જીવશે નહી આંખો બસ એજ શોધી રહી જે એનો ચિત્ત ચોર એનો પ્રીતમ અને પ્રેમ જે જીવનનું દર્દ આપીને વિરહમાં આમ જુરવા છોડી ગયો હતો મીઠાં મીઠાં સપનાઓ સાથે સજાવ્યા સાથે જોયુ હતું પ્રેમનું સપનું એમાં હું તારી રાણી અને તમે મારાં રાજા હતાં ક્યારેક મસ્તીમાં કહી લેતી હું તમારી પત્ની અને મારાં પ્રિયવર..

 " નતો કરવો પ્રેમ ને કરી લીધો

મળી ગયો જખ્મ જીવનભરનો

આંખો સૂકી રહી ને મન રોતું રહ્યું

બસ આજ ભેંટ પ્રેમમાં મને આપી ગયો.."

મુસ્કાનનો પહેલો પ્રેમ કહું કે છેલ્લો પ્રેમ એ હતો રાજ

અને બસ એક પહેલી મુલાકાત કોલેજમાં અને આપી બેઠા દિલ એકબીજા ને ખુબ ચાહતા હતાં એલબીજા ને બંને.

ધીમે ધીમે રાજ ના જાદુમાં મુસ્કાન રંગાય ગઈ હતી.. ગુડ પર્સનાલિટી ને દેખાવડો રાજ ને ચહેરા પર મીઠી મુસ્કાન અને આ હસીમાં મુસ્કાન ફિદા થઈ હતી કોલેજમાં હોશયાર અને ટેલેન્ટેડ હતો રાજ ને મરતી ઘણી છોકરીયો એના પર...

પણ રાજ અને મુસ્કાન બંને એકબીજા સિવા કઈ જોતા નહી ને બસ એમની દુનિયામાં બંન્ને ખોવાયેલા હોય..

બે વર્ષ બંન્નેનો પ્રેમ ચાલ્યો ને સાથે જીવવા મરવા ના કોલ આપ્યા ને થયા બંને એક આપી સરસ્વ બધું રાજ ને જોગન બની મુસ્કાન...

કહેવાય છે ક્યારે શું થઈ જાય અને ભોળા ચહેરા પાછળ પણ બીજો ચાલબાઝ ચહેરો હોય બસ.....

ને રાજ હવે કોલેજ આવતો બંધ થઈ ગયો ને મુસ્કાન એની રાહ જોતી રહી ઘણા દિવસ રાહ જોઈ પણ કોઈ પતો નહી રાજનો એના મિત્રો ને પુછીયુ પણ કોઈને ખબર નહી રાજ કયાં ?...

આમ મુસ્કાન હવે પાણી વગરની માછલી જેમ રાજ વગર બેચેન તડફડ્યા મારતી પણ કોઈ પતો નહી રાજનો

પેનગેસ્ટ તરીકે રહેતો હતો ત્યાં જઈ તપાસ કરી તો ખબર પડી એતો ક્યારેનોય રૂમ ખાલી કરી જતો રહ્યો ને બેંગ્લોર અને ત્યાં એના લગ્ન લાસ્ટ વિક માં હતાં થઈ ગયા..

આ સાંભળી મુસ્કાન ત્યાંજ ઢળી પડી અને પેનગેસ્ટ ના માલિક એને ઉભી કરી બેસાડી પાણી આપી માથે હાથ ફેરવ્યો એ આંટીએ અને મુસ્કાન ચોધાર આંસુ રડી પડી આંટી સમજી ગયા હતાં મુસ્કાન સાથે રાજે પ્રેમમાં ડગો કર્યો છે..

આંટી મુસ્કાન હું તારી સાથે આવું છું તારા ઘેર મુકવા તને એકલી નહી જવા દવ ને એ આંટીની આંખોમાં પાણી આવી ગયુ ને મુસ્કાન આંટી ને બથ ભરી ઘણું રોય....

શાંત રાખી આંટી અને સાથે મુકવા આવવા કહીંયુ પણ મુસ્કાન માની નહી ને એકલી રીક્સામાં ઘેર પોહંચી..

ઘેર તો આવી ગઈ પણ એતો એનું ખોખલુ શરીર હતું પણ એનામાનો જીવ, હસી, એની વાતો બધું ત્યાં છૂટી ગયુ અને રાજ સાથે ગયુ......

આવી ઘેર ને તબિયત ઠીક નથી એમ કહી રૂમમાં જતી રહી બંધ દરવાજે ઘણું રોતી આંસુ સારતી રહી....

બધું લૂંટાવી નાખીયુ રાજ ના પ્રેમમાં વિશ્વાસ મૂકી એના પર એનો હાથ પકડ્યો ને આમ એને તોડી જતો રહ્યો જે મુસ્કાન માટે ઘણી કપરી વાત હતી...

માઁ બાપ નું વિચારતી શું કહું એમને મને પ્રેમ માં ડગો મળ્યો અને મને એકલી અટુલી મૂકી એ બીજા સાથે લગ્ન કરી લીધા, મારી સાથે વિશ્વાસઘાત કર્યો..

શું કહું ?

કોને કહું ?

બસ બધું વિચારમાત્ર રહી ગયુ હવે......

આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો મુસ્કાન ને પણ માઁ બાપનો ચહેરો સામે આવી જતો ને એમની હું બુઢાપા ની લાઠી કેમ..... નથી શબ્દ શું કહું.....

માઁ બાપને દુઃખી નથી જોઈ સકતી ના એમને મારાં હિસાબે નીચું જોવું પડે...

આંખો લૂંછી આંસુ રાખ્યા મનના પટારામાં ને ખોટી હસી મુસ્કાન લાવી દીધી ચહેરા પર...

"આયના સામે ઉભી જોયો મારો ચહેરો

ને હતી હસી મારાં ચહેરા પર..

આયનો પણ વિચારી ગયો જોઈ

કયો તારો ચહેરો સાચો.."

આજ પહેલીવાર આવું બન્યું આયનો જૂઠો પડ્યો

આંખો ઝબકી જરૂખામાં મુસ્કાનની જોયું ફરી આકાશમાં ચાંદ છુપાઈ ગયો..

ને ધરતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance