સૌ મતલબી હોય છે !
સૌ મતલબી હોય છે !


રોજ સાંજે લાઈબ્રેરીમાં બેઠો હોઉં ને લાઈબ્રેરીનો કૅઅર ટેકર આવે અને મારી પાસે બાઈકની માંગણી કરે.
હું એમને વ્યાજબી કારણ સમજી મદદ ભાવે બે-ત્રણ દિવસ આપતો. પણ હવે તેમને ટેવ પડી ગઈ હતી.
હું એમનાથી સહેજ પણ પરિચિત નહોતો. ફક્ત કૅઅર ટેકર તરીકેની ઓળખ! રસ્તામાં આવતાં જતાં મને જોઈને મીઠું સ્મિત ધરતાં...
બે દિવસ અગાઉ બાઇક મારા ભાઈ લઈ જવાના હતાં તેથી મેં ના પાડ્યું.
તેઓ કંઈ ના બોલ્યા. પણ આજે સવારે જયારે સામા મળ્યા તો પેલું મીંઠુ સ્મિત ગાયબ હતું અને ઘૃણા ભરી નજરો હતી. ...
હું જેને ઓળખતો નહોતો એવા વ્યક્તિ સાથે માત્ર મદદ ભાવે બાંધેલી મિત્રતા તો સ્વાર્થી અને મતલબી નીકળી. ..
દુનિયા ઘણી વાર કહે છે ,
"સૌ મતલબી હોય છે. ..."