Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

સાથિયા સાથ નિભાના

સાથિયા સાથ નિભાના

3 mins
221


તેરે લહરાતે ઝૂલ્ફ,શરમ સે ઝૂકી આંખે....

આગળ પ્રતિક બોલે એ પહેલા પ્રેરણા બોલી:-"બસ..બસ...બહુ થયું..વધુ પડતી અતિશયોક્તિ કરે છે.આતો માથું ધોઈને આવીને વાળ સુકાઈને ઉડી રહ્યા છે.તને તો ખબરજ નથી પડતી."

"ઓહ્.એમ વાત છે.પણ તું આગળ તો સાંભળ."

"નો..નો... વધુ કંઈ નથી સાંભળવું."

"પણ કેમ ? કાયમ તો મારી વાત સાંભળે છે."

"વાત એમ છે કે આજે આપણે બહાર જવાનું છે."

"એટલે માર્કેટમાં! સેલ ચાલે છે ? ખરીદી કરવાની છે કે પછી દર વખતની જેમ પાછું વિન્ડો શોપિંગ કરીને હોટલમાં જમવા જવું છે ?"

"ના,ના એવું નથી.આ વખતે તો ખરીદી કરવી જ છે.જો મારી પાસે બહાર જવા માટેના ડ્રેસ પણ જુના થયા છે‌ એક પણ સારા નથી.મારી સહેલીઓ દર વખતે નવા નવા ડ્રેસ પહેરીને એમના સ્ટેટ્સ પર મુકે છે."

"પણ એતો મુકે. તું પણ નવા ડ્રેસ પહેરેલા તારા જુના ફોટા મુક એટલે પત્યું."

"એવું ના કરાય. ચીટીંગ કહેવાય.તારી પાસે કેટલા બધા ડ્રેસ છે!"

"હા,પણ મારે દરરોજ ઓફિસ જવાનું હોય છે.તારા વોર્ડરોબ‌માં કેટલા બધા ડ્રેસ અને સાડીઓ છે! કેટલાક તો તેં પહેર્યા હોય એવું લાગતું નથી."

"તો ના જ પહેરુને! મને એ આવતા નથી."

"એટલે તારે યોગાસન કરવા પડે.શરીર ઉતારવા માટે."

"એટલે તું મને ફેટ ગણે છે!એ જુના ડ્રેસ પહેરવા માટે મારે કસરતો કરવાની! ને પાછું જમવાનું પણ ઓછું કરવાનું!"

"ના...ના..એમ નથી કહેતો. બસ એટલું જ કહું છું કે આપણે આવતા મહિને ખરીદી કરીએ તો. મંથ એન્ડ ચાલે છે. સેલેરી પણ પુરી થવા આવી.ચાર દિવસ કેવીરીતે કાઢવા એ વિચારું છું."

"પણ એમાં ગભરાઈ કેમ જાય છે ? મારા પતિ પરમેશ્વર પ્રતિકદેવ."

"તું આવું બોલીને જ ખરીદી કરવા માટે મને તૈયાર કરે છે.પણ આ વખતે રોકાઈ જા.ફક્ત ચાર દિવસ."

"પણ પ્રતિક તારી પાસે ક્રેડિટ કાર્ડ તો છે."

"હા,પણ એની લિમિટ પુરી થઈ ગઈ."

"ઓહ્..પણ તું ચિંતા ના કર.આજે જવાનું એટલે જવાનું છે."

"અરે... તું તો જબરી જીદ કરે છે. સારું હું કોઈની પાસેથી ઉછીના માંગીને લાવું."

"તો તું લખવા માંડ."

"પણ શું ? કવિતા, શાયરી કે વાર્તા કે તારે કેટલો ખર્ચો કરવો છે એનું લિસ્ટ ?"

પ્રેરણા હસી પડી.

"પ્રતિક,હજુ તું મને સમજી ના શક્યો ! આતો છેલ્લા કેટલાક મહિનાઓથી તું ટેન્શનમાં રહે છે એટલે મેં નાટક કર્યું. મારે કોઈ ખરીદી કરવી નથી. હું ઘર કરકસરથી ચલાવું છું.આપણે નાણાકીય ભીડ પડે છે છતાં તું મારી સાથે પેટછૂટી વાતો કરતો નથી. કેટલા બધા દિવસો થયા, તું રોમેન્ટિક થયો નથી. તું નાણાતંગી ભૂલી જા.મારા ખાતામાં રૂપિયા છે.એ તું ઉપાડતો નથી. આપણું જોઈન્ટ ખાતું છે.મને પારકી ગણે છે!"

"ના..ના પ્રેરણા. એવું નથી. તું તો મારા માટે પ્રેરણારૂપ છે.પણ આપણા આ જોઈન્ટ ખાતામાં તારા પપ્પા એ તને આપેલા રૂપિયા છે.તને પુછ્યા વગર મારે લેવાય નહીં."

"એટલે તું મને પારકી ગણે છે ? આપણા બંનેના છે. જ્યારે જોઈએ ત્યારે વાપરી શકે છે.ઘર માટે જ તો છે. જરૂરિયાત વખતે રૂપિયા કામ ના લાગે તો એ રૂપિયા શું કામના ?"

"ના..ના તું તો પારકી નથી.પણ કટોકટી વખતે જ માંગીશ એવું વિચારતો હતો."

"પ્રતિક,એક વાત કહું ?"

"હા,બોલ."

 "હું વિચારું છું કે ઘરમાં બેસીને કંટાળો આવે છે. કોઈ કામકાજ કરું.‌ તું કહેતો હોય તો."

"પણ મેં તને ક્યાં ના કહી હતી.પહેલા પણ કહ્યું હતું કે ઘરમાં બેસીને કંટાળી જવાની. કોઈ જોબ શોધી કાઢ."

"હા,એ વાત કહેવા માટે જ કહું છું.મારી સહેલીની ઓફિસમાં એક જગ્યા ખાલી છે.મારી સહેલીએ એના બોસને વાત કરી છે.આવતા મહિનાની પહેલી તારીખે ઓફિસમાં જોબ પર આવવા કહ્યું છે."

"એટલે આટલું બધું સસ્પેન્સ રાખ્યું ? સારું સારું.. એટલે છેવટે તને અક્કલ તો આવી."

"હા..પણ જોબ પર જતા પહેલા આપણા બંનેનું ટિફિન તૈયાર કરીશ. હાશ... હવે મારા માથા પરનો બોજો પણ હટી ગયો.ને વાળ પણ સુકાઈ ગયા. હવે તારે શાયરી કરવાની છુટ છે.પણ હા થોડી રોમેન્ટિક મુડમાં."

પ્રતિક મુડમાં આવી ગયો.

બોલ્યો:-

યહ તેરી મસુમ સી અદા , નજરે ઝુકાના

બાલોમે ગુજરા લગાકર ,થોડા મુસ્કુરાના

પ્રેરણા:- "પણ મેં ક્યાં ગજરો લગાવ્યો છે ? તારી અભિવ્યક્તિ પણ જબરી છે."

પ્રતિક:-" પ્રેરણા મેડમ, ગજરા નહીં લગાયા તો ક્યા હુઆ ?

એક ઔર ..

 પ્રેરણા:- "વાહ વાહ વાહ વાહ..

બોલી દીધું તેં, મને કહેવા દે..

બંધ કરું તેરી આંખે મેરી નજરો સે દેખો,

તેરે પ્યરકી દીવાની વો તુમ મહસૂસ કરો ..

હજુ એક છે... સાંભળ.. પછી બોલજે...

નજરમાં વસે એક પ્રાપ્ત કરી લઉં 

થોડી સી સજાવટ ઘરમાં કરી લઉં 

ગમે છે મને તારી મીઠી મુસ્કાન

એ મુસ્કાનને આંખોમાં વસાવી લઉં..."

પ્રતિક:-" ઓહ્...મસ્ત..

કોમળ ફૂલ જેવી હતી ને ગલગોટો બની છું

મારા સંગાથમાં કેવી ઠરેલ તું બની છું !"

પ્રેરણા:-" ફૂલ ખીલવાની વાર છે

નજીક આવવામાં સાર છે

સાથ નિભાના મેરે સાથિયા

સમજદારી રાખવામાં સાર છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama