STORYMIRROR

Shital 🙃

Tragedy Inspirational Others

3  

Shital 🙃

Tragedy Inspirational Others

સાથ

સાથ

1 min
204

"શું મમ્મી તમે પણ ! આજે ફરી બીજલકાકી જોડે વાતે વળગી ગયા ને ? આવું તમારું મોર્નિંગવૉક ?" - ભાખરી વણતાં વણતાં રમીલાબેનને આવતાં જોઈ વિશ્વા બોલી.

"તને દર વખતે કેવી રીતે ખબર પડી જાય છે કે હું વૉક કરવાને બદલે વાતોના વડા કરીને આવી છું ?" - રમીલાબેન બોલ્યા.

"કેમ કે હું મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું. ચાલો હવે નાસ્તો કરી લ્યો. કંઈ પણ બોલ્યા વિના. સમજ્યા ?"- વિશ્વાએ કહ્યું.

"-તો તને ખબર છે કે હું શું બોલવાની છું ? તો બેટા એકવાર વિચાર કરને. ક્યાં સુધી આમ એકલા જ રહીશ ?"

"હું ક્યાં એકલી છું મમ્મી ? તમે છો ને મારી સાથે. તમારા દીકરાની જેમ હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાની હો..... તમારો દીકરો ને વહુ હવે હું જ છું." અને વિશ્વાની આંખમાંથી એક આંસુ મમ્મીની સામે જ સરી પડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy