STORYMIRROR

Shital 🙃

Tragedy

3  

Shital 🙃

Tragedy

એજ્યુકેટેડ પર્સન

એજ્યુકેટેડ પર્સન

1 min
127

અર્જુનનું એમ.બી.એ. પૂરું થયુંને આજે તેનું એક બહુ મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતો. રસ્તામાં એક અકસ્માત થયો હોવાથી બહુ ટ્રાફિક જામ હતો.

અર્જુન ટેક્ષીવાળાને : અરે તમે આ બીજા રસ્તેથી ટેક્ષી લઈ લો. મારે આ બધું જોવાનો સમય નથી. આટલા એજ્યુકેટેડ પર્સન થઈને ઇન્ટરવ્યૂમાં મોડો પહોંચું એ કાંઈ સારુ ના લાગે. 

ટેક્ષીવાળો તેને બીજા રસ્તેથી તેને લઈ ગયો. થોડીવાર પછી અર્જુન ખુશ થતો થતો ઇન્ટરવ્યૂમાંથી બહાર આવ્યો અને ઘરે ફોન કરવા માટે મોબાઈલ કાઢ્યો. તેમાં અજાણ્યા નંબરથી 2-3 મિસકોલ જોઈને સામે કોલ કર્યો અને બધું છોડી હોસ્પિટલ પહોંચ્યો.

હોસ્પિટલના ડૉક્ટર : તમારા પિતાના અકસ્માત પછી સમયસર હોસ્પિટલ ના પહોંચી શકવાને કારણે અમે તેમને બચાવી શક્યા નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy