Shital 🙃

Others

4.0  

Shital 🙃

Others

હૂંફ

હૂંફ

2 mins
136


એ રાતે મુશળાધાર વરસાદ વરસી રહ્યો હતો. વીજળીનાં ગડગડાટ કોઈ પણ માણસને ગભરાવી દે એવાં ગાજી રહ્યા હતાં. ભારે વરસાદથી ગામની વીજળી ગુલ થઈ ગઈ અને રસ્તા પણ બંધ થઈ ગયા હતાં. તાવમાં સપડાયેલો મારો દીકરો ખાટલે પડ્યો હતો. ઉલ્ટીઓ બંધ થવાનું નામ લેતી નહોતી. મારી પાસે એક સાયકલ હતી પણ એટલા વરસાદમાં તેને સાયકલ પર હોસ્પિટલ લઈ જવાની મારામાં હિંમત નહોતી. દીવાના આછા ઉજાસમાં હું તેનાં શરીરે મીઠાવાળા પાણીની પટ્ટી કરતો કરતો આ વરસાદ અને ભગવાનને ખૂબ કોસી રહ્યો હતો. હવે મારા છોકરાનું શું થશે એ વિચારથી જ મારી આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.

ત્યાં જ દરવાજે ટકોરા પડ્યાં આવા વાતાવરણમાં અને આટલી રાતે કોઈ આવ્યું હશે એવો વિચાર કરતાં મેં બારણું ઉધાડ્યું. સામે અતિશય ભીંજાયેલો યુવક ઊભો હતો. એના એક હાથમાં બેગ હતી અને શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું. તેને કહ્યું કે રસ્તા બંધ થઈ ગયાં છે અને અહીં આસપાસ રાત રોકવા માટે કોઈ હોટેલ કે લોજ નથી તો તમે સવાર સુધી મને આશરો આપો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારા દીકરાની તબિયતને લઈ ચિંતામાં હતો, મારી એને મદદ કરવામાં કોઈ રસ નહોતો હું દરવાજો બંધ કરવાનો જ હતો ને વીજળીનો મોટો કડાકો થયો અને જાણે મારા મનમાં કોઈ ઝબકારો થયો હોય એમ મેં એ વ્યક્તિને અંદર આવવા કહ્યું. આભાર માનતો એ વ્યક્તિ અંદર પ્રવેશ્યો કે તરત જ એક રૂમનાં નાના ઘરનાં ખૂણામાં રહેલો માંદા છોકરા પર તેની નજર પડી તેણે પોતાની બેગ ખોલી છોકરાની તપાસ કરી દવા અને ઈન્જેકશન આપ્યું. હું તો બે ઘડી એ માણસની સામે તાકી જ રહ્યો.

થોડીવાર પહેલા હું ઈશ્વરને કોસતો હતો અને તેમનાં થકી જ મારા છોકરાને હૂંફ મળી. 


Rate this content
Log in