સામાન
સામાન
અમી કેન્ટીનમાં અભયની રાહ જોતી હતી ત્યાં મોબાઈલની રીંગ વાગી.
સામે છેડેથી કોઈ લેડીનો અવાજ હતો,"તમે અમીબેન બોલો છો ? અહીં એક ડેડ બોડી આવ્યું છે એનાં મોબાઈલમાં છેલ્લે આ નંબર હતો એટલે તમને ફોન કર્યો. તમે પ્લીઝ અહીં આવી જાવ."
અમી હાંફળીફાંફળી સ્કુટી લઈને આપેલાં સરનામે પહોંચી.
કાઉન્ટર પર ફોનની વાત કરી. એને બાજુનાં વોર્ડમાં લઈ જવામાં આવી.
ત્યાંનાં ડોક્ટરે એક રૂમાલમાં બાંધેલો સામાન બતાવ્યો જેમાં એની મનગમતી ચોકલેટનું પેકેટ.
