Kantilal Hemani

Drama

3  

Kantilal Hemani

Drama

સામાજિક અંતર

સામાજિક અંતર

2 mins
195


 નાના ગામમાં અચાનક પ્રવેશ કરી ને કોરોનાએ હાહાકાર મચાવી દીધો. ટીવી પર સતત કોરોના શબ્દ વગરની કોઈ લીટી આવતી ન હતી. કોરોનાથી બચવાના ઉપાય અણઘડ લોકો પણ આપવા લાગ્યા હતા. 

 રાજુ ગામમાં નાની દુકાન ધરાવતો હોવાથી સવારે સાત વાગ્યે થી બપોરે અગિયાર વાગ્યા સુધી દુકાને બેસતો. બે કરતાં વધારે લોકો ખરીદી કરવા માટે આવી જાય તો સામાજિક અંતર રાખીને લોકોને ઊભા રહેવાની સલાહ આપતો અને પછી જરૂરી સરસામાન આપતો.

   રાજુ એટલે ગામનો ફૂટડો જુવાન. ગઈ દિવાળીએ હજી તો વીસ પૂરાં થયાં. બાપનો એકને એક દિકરો, અને બાપની જમાવેલી શાખ અને દુકાન ઉપર બેસવાનું એટલે જીવનમાં તડકો જોયો ન હતો, હંમેશા સુખ, સુખ અને સુખ જ જોયું હતું.

 હવે લોકો જ્યારે એની દુકાને આવતાં એટલે માસ્ક પહેરીને આવતાં, આવી રીતે આવતાં ગ્રાહક એને ગમતાં પણ જ્યારે આરોહી એની દુકાને આવતી અને એ પણ મોટું માસ્ક પહેરીને આવતી ત્યારે એને આ દૃશ્ય જોવું જરાય ન ગમતું.

 આરોહી એટલે જેના પર આ સાલમાં યૌવન સવાર થયું છે એવું ગામનું સૌથી નાજુક ફૂલ. અનેક લોકો એની ફોરમ પામવાની મનમાં ઝંખના કરતા. પણ આરોહી એનું નામ. એની સુગંધ ફક્ત રાજુ તરફ જતી હતી. આવી આરોહીને પુરી ન જોઈને રાજુને કોરોના પર ગુસ્સો આવતો, અને મનમાં ને મનમાં બબડતો. આ ક્યાંથી આવ્યો કાળ મુખો કોરોના, જેને જોવાની છે એને પણ જોવા નથી દેતો.

  આરોહી પણ દિવસોમાં એકાદ વખત આયોજન કરી ને દુકાને અચૂક આવતી. થોડી પ્રેમભરી વાતો અને પાછો ઇન્તજાર. કોરોનાએ આ ઇનજારમાં પણ મોટી ફાચર મારી દીધી.

 મળ્યા તો પણ દૂર થી. હાથ નો જરા સરખો મુલાયમ સ્પર્શ પણ ન કરી શકાય.

આજે આરોહી દુકાને આવી ન હતી, રાજુ વિચારતો હતો કે આજે સામાજિક અંતરની ચિંતા નથી, જો આવી જાય તો ઓગળી જાવું છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama