સાચો પ્રેમ
સાચો પ્રેમ
કહેવાય છે ને કે દુનિયામાં જો સાચો પ્રેમ મળી જાય તો જન્મોના જન્મ સુધરી જાય. જન્મો જનમની તો આપણને ખબર નથી પરંતુ આ જન્મ તો અવશ્ય સુધરી જાય. અને પ્રેમમાં પડવું પ્રેમની વાતો કરવી આ કોને ના ગમે એ કોઈવાર ઝાડની નીચે બેસવું,નદીના કિનારે, તળાવના કિનારે કે દરિયાના કિનારે બેસીને હાથમાં હાથ પકડીને વાતો કરવી ઠંડી લહેરોનો અનુભવ કરવો સાથે સાથે એ મીઠા ઝઘડાઓ. પરંતુ શું પ્રેમ આને જ કહેવાય ?કે જીવન વિતાવવા માટે સુખ સમૃદ્ધિ મળે તેને ?
મિત્રો આના ઉદાહરણરૂપી હું તમને બે બહેનપણીની એક વાત રજુ કરું.
એક નાનું એવું શહેર હતું. નાનું શહેર એટલે સુખ અને શાંતિથી રહેવાનું અને કહેવાયને કે વધારે પડતી ભાગમભાગવાળી જિંદગી નહીં.
અહીં એક સોસાયટીમાં બે અલગ અલગ પરિવાર રહેતા હતા અને બંને પરિવારમાં એક એક સુંદર સરસમજાની નાની-નાની છોકરીઓ હતી. એક છોકરીનું નામ હતું રીતુ અને એક છોકરીનું નામ હતું જાનવી. બંને નાનપણથી જ તે સાથે રમેલી અને મોટી થયેલી. અને બંને સાથે જ સ્કૂલે જતી રમતી રીતુ અને જાનવીના પિતા સાથે જ કામ કરતા હતા અને બંને પરિવારોના સબંધ પણ ખૂબ જ નજીક હતા તેથી તેઓના પરિવાર પણ સાથે રહેતા આમ આમ ધીરે-ધીરે સમય પસાર થતો ગયો. બંને છોકરીઓ મોટી થતી ગઈ. તેઓનો સામાન્ય અભ્યાસ પૂર્ણ થયો. હવે બંને અલગ-અલગ ફિલ્ડમાં રસ ધરાવતી હતી, તેથી તેઓ બંને પોતપોતાના ફિલ્ડમાં આગળ વધે છે. રીતુ હવે કોમર્સ લેઈ છે અને જાનવી સાન્યસ લેઈ છે. હજુ બંને પોતાના શહેરમાં જ આગળનો અભ્યાસ કરે છે પરંતુ પરંતુ હવે અલગ અલગ સ્કૂલમાં હોય છે. બંનેના નવા નવા મિત્રો બને છે અને તેઓ પોતાનો ધીરે-ધીરે બંનેનો અભ્યાસ આગળ વધે છે અને તેઓનું રીઝલ્ટ આવે છે અને બંને પોતપોતાના વિષયોમાં સારા માર્ક આવે છે. હવે બંને અલગ પડે છે.
રીતુ કોમર્સમાં જ આગળ વધે છે અને પોતાના શહેરમાં જ અભ્યાસ કરે છે જ્યારે જાનવી ફાર્મસી કરે છે જાનવી અભ્યાસ માટે બહાર જાય છે આમ પોતાના અભ્યાસમાં થોડા વર્ષો વીતી જાય છે. હવે બંને બહેનપણીઓ અલગ પડી જાય છે એકબીજાના સંપર્કમાં રહેતી નથી. બંને પોતપોતાની લાઈફમાં ખુશ હોય છે.
પરંતુ હવે બંનેના જીવનમાં બદલાવ થવા જઈ રહ્યો હતો.શું બદલાવ ખબર છે મિત્રો તમને, હા આમ તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે શું બદલાવ થવાનો હશે. તેઓ બંનેના લગ્ન થાય છે અને બન્નેના લગ્ન પણ અલગ-અલગ શહેરોમાં થાય છે. રીતુના પપ્પા રીતુના લગ્ન એવી જગ્યાએ કરે છે જે પરિવાર સુખી અને સમૃદ્ધ છે અને પૈસા ટકે તો ખૂબ સારો છે. જ્યારે જાનવીના પપ્પા જાનવીના લગ્ન મધ્યમ વર્ગના પરિવારમાં કરે છે. બંને બહેનપણીઓના લગ્ન લગલગ શહેરોમાં થયા હોવાથી હવે બંને બહેનપણીઓ સાવ છૂટી પડી ગયેલી અને બંને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયેલી.
ખૂબ સમય વીતી જાય છે જાનવીના પતિ સારી એવી કંપનીમાં જોબ કરતા હતા તેઓને પ્રમોશન મળેલુ અને તેઓ જે શહેરમાં કામ કરતા હતા ત્યાંથી તેઓ ને બીજા શહેરમાં તેમની બદલી કરવામાં આવી. જાનવી અને તેના પતિ બન્ને બીજા શહેરમાં શિફ્ટ થાય છે. તે બંને પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જાનવી પણ સ્કૂલે ભણવા જાય છે અને ઘરનું કામ કરતી જાય છે જ્યારે જાનવીના પતિ તે પોતાની ઓફિસનું કામ સંભાળે છે આમ બંને પોતાની લાઈફમાં ખુશ છે.
આ બાજુ રીતુ અને તેના પતિ પોતાની લાઈફમાં ખુશ છે તો રીતુ ઘરકામ કરે છે અને તેના પતિને ગારમેન્ટની દુકાન હોય છે તેઓ ગારમેન્ટનો બિઝનેસ કરે છે.
જાનવીને એક દિવસ ફરવા જવાનું મન થાય છે તો તેઓ બહાર ફરવા જાય છે. બહાર ફરવા જઈએ એટલે કંઈક સારી વસ્તુ જોઈએ તો તે લેવાનું મન થઈ જ જાય જાનવી દુકાનમાં પ્રવેશે છે અને ત્યારે જ જાનવીના પતિને ઓફિસેથી કોલ આવે છે તો તે વાત કરવા બહાર નીકળે છે અને વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે જાનવી વસ્તુઓ લેતી હોય ત્યારે જ આ તરફથી રીતુ આવે છે કારણકે જાનવી જે શહેરમાં શિફ્ટ થઈ હતી તેજ શહેરમાં રીતુ રહેતી હતી. રીતુ વસ્તુ લેવા જ ઘરેથી બહાર નીકળી હોય છે તે અચાનક જાનવી ને જોઈ જાય છે બંને બહેનપણીઓ ખૂબ જાજા સમય પછી મળ્યા હોવાથી એકબીજાને ભેટી પડે છે અને રડી પડે છે બંને ઘણી બધી વાતો કરે છે ઘણો બધો સમય પસાર થઈ જાય છે પછી જાનવી રીતુને પૂછે છે.
જાનવી: રીતુ તું અહીંયા ?
રીતુ. : હા મારા લગ્ન અહીં થયા છે.
જાનવી: ઘણા સમય પછી મળવાનું થયું.
રીતુ : હા, આપણે સ્કૂલમાંથી છૂટા પડ્યા પછી હવે છેકક મળવાનું થયું.
જાનવી: રીતુ તે તો ફાર્મસી કરેલું ને ?
રીતુ : હા,પણ અત્યારે હું હાઉસવાઈફ છું.
પછી બંને બહેનપણીઓ સ્કૂલના દિવસોની 'બાળપણના દિવસોને રમતના મેદાન ઝાડ માથે ચડવાની રમતો મંદિરના બાકડે બેસવું મિત્રો સાથે કરેલી મસ્તી બધુ યાદ કરે છે.
ત્યાજ પાછળથી મોટો હોર્ન મારતી એક લક્ઝરિયસ ગાડી આવે છે.
રીતુ : મારા હસબન્ડ આવી ગયા છે, હવે હું નિકળું તેમને ટાઈમ પર ચા નાસ્તો નહી મળે તો ગુસ્સે થશે.
પછી બંને છૂટા પડતા હોય છે ત્યાં પાછળથી જાનવીના હસબન્ડ આવી જાય છે અને જાનવીના હાથમાંથી વસ્તુઓની બેગ લેતા બોલે છે તારે તો ઇવનિંગ વોક માટે જવાનું છે ને તું જા ઘરે આવ ત્યાં સુધીમાં હું તારા માટે ચા-નાસ્તો તૈયાર રાખું.
(મિત્રો આને જ તો કહેવાય સાચો પ્રેમ નહી કે સમુદ્ધિની છાયામાં ખોટા દેખાવ કરવાવાળા સંબંધો.)

