Pratigna Prajapati

Drama Horror

3  

Pratigna Prajapati

Drama Horror

એક રહસ્યમય ગામ - ૩

એક રહસ્યમય ગામ - ૩

3 mins
202


( આપણે આગળ જોયું કે સાથે મિત્રો ગામમાં ફસાઈ ગયા છે પરંતુ તેઓને ખબર પડતી નથી કે તેઓ ત્યાંના ગામમાં ફરે છે.)

આ લોકોને થોડો ખ્યાલ આવે છે તેઓ ગામ બહાર કેમ નીકળી શક્યા નથી તેઓ તો ક્યારના ચાલી રહ્યા છે ત્યાં અંતર કાપી રહ્યા છે ત્યાં રાત પડી જાય છે અને ફરી તે દાદા આવી અને બધાને કહે છે ઓહ તમે લોકો ગામમાં જ ફરો છો. તમને ગામમાં ફરવાનો આનંદ આવતો લાગે છે તમે ગામ જોવામાં થોડો સમય લાગશે છે ચાલો ત્યારે તમે ફરીથી મારા ઘરે રાત રોકાઈ જાવ.

આ વખતે જય ને થોડું અજીબ લાગે છે પરંતુ બધા તૈયાર થઈ જાય છે કારણ કે તેઓને જય પર વિશ્વાસ હોતો નથી અને બધાને એવું હોય છે કે જય નું તોદ ર વખતનું છે તે આવું બધું કંઈ અને આપણે બીવડાવે રાખે છે અને તેઓ રાત રહેવા માટે રોકાઈ જાય છે તેઓની આ ગામમાં બીજી રાત હોય છે.

અને જય ફરી વખત તું બધાને બિવડાવવાની કોશિશ કરે છે ત્યારે બધા કહે છે જે તારું તો આ દર વખતનું છે તું બધાને બીવડાવે રાખે છે આમ કહેતા આકાશ બોલ્યો યાદ છેને તમને બધાને આપણી કોલેજમાં ફ્રેશર ને પાર્ટી હતી.

એક સાથે બધા બોલી પડે છે હા,

પાયલ કહે છે તે બધાને કેવા ડરાવ્યા હતા અને બધા તે વિચારમાં ખોવાઈ જાય છે.

એમાં થયું એવું હતું ફ્રેશર્સ પાર્ટી ચાલી રહી હતી અને જય અને તેઓનું આ સાત મિત્રોનું ટોળું બધા ડાન્સ કરી રહ્યા હતા અચાનક જય ગાયબ થઈ જાય છે અને બધા મિત્રો જઈને ગોતવા લાગે છે પાર્ટી ની રાત્રે હોય છે અને પાર્ટીમાં બધા પોત પોતાની ધૂનમાં હોય છે, કોઈક નાસ્તો કરી રહ્યું હોય છે અને કોઈક વાતો કરી રહ્યું હોય છે, તો કોઈક ડાન્સ કરી રહ્યું હોય છે આ બધું ચાલતું હતું.

અચાનક હોલની લાઈટ લબ જબ થવા માંડે છે થોડે દૂરથી અજીબ અવાજ આવવા લાગ્યા છે, બધા શાંતિથી સાંભળે છે પરંતુ ડરેલા હોય છે અને અચાનક લાઈટ જાય છે. બધા બહાર નીકળી અને જોવે છે. 

દૂરથી અવાજ સંભળાય છે બચાવો બચાવો, મને કોઈ બચાવો. બધા તે તરફ નજર નાંખે છે પરંતુ તેઓને તે તરફ જવા માટે પગ ઉપાડતો નથી.

કારણકે ત્યાં આગળ એક વર્ષો જૂનો ખંડેર મકાન પડેલું હતું અને ત્યાં આગળ એવું કહેવામાં આવતું કે અહીં આગળ એક ભૂત થાય છે. એક છોકરીનું ભૂત એના વિશે ઘણી બધી વાતો કોલેજમાં ફેલાયેલી હતી. અને બધા ત્યાં જ ઊભા રહી જાય છે.

ફરીથી અવાજ આવે છે બચાવો પ્લીઝ, મને કોઈ બચાવો !

બધાને દૂરથી કંઈક દેખાય છે પરંતુ હજી આખું રાખો દેખાય છે. બધા એક સાથે થોડા આગળ વધ્યા છે, ત્યાં જ અવાજ આવે છે છન છન છન....

બધા ડરી જાય છે અને ફરી રોકાઈ જાય છે કોઈ આગળ જવાની હિંમત કરતું નથી ત્યાં જ પાયલ બોલી ઊઠે છે અરે જય ! જય ક્યાં છે ?

આકાંક્ષા કહે છે ઘરે જય તો આપણી સાથે જ હતો ને અચાનક તે ક્યાં ગયો થઈ ગયો.

ત્યાં ફરી અવાજ આવ્યો અરે કોઈ તો બતાવો મને પ્લીઝ તમે એટલા બધા છો આનાથી મને કોઈ તો બચાવો !

ફરી અવાજ આવ્યો છન છન છન...

દૂરથી કોઈ દેખાય છે લાલ સાડી, ખુલ્લા વાળ, હાથમાં લાલ બંગડી, પગમાં ઝાંઝરી, સફેદ જેવી ચામડી જાણે વર્ષો પછી કબરમાંથી બહાર કાઢેલ હોય.

બસ આ જોઈને તો કોઈની આગળ જવાની હિંમત થતી નથી.

પરંતુ પાયલને આવતો અવાજ જયનો લાગે છે. અને તે તે દિશા તરફ આગળ વધી જાય છે.

____ 

 (શું થશે આગળ પાયલને જય જડી થશે કે પછી કંઈક અજુગતું થઈ જશે. આને માટે વાંચતા રહો આગળનો ભાગ)


Rate this content
Log in

Similar gujarati story from Drama