Pratigna Prajapati

Drama Horror Others

4  

Pratigna Prajapati

Drama Horror Others

એક રહસ્યમય ગામ

એક રહસ્યમય ગામ

4 mins
231


   સાત મિત્રોની ટોળી વેકેશન કરવા માટે બહાર જવાનું વિચારતી હોય છે અને આ બધું પ્લાન કોલેજ કેમ્પસમાં બેઠા બેઠા થઈ રહ્યો હોય છે. તે લોકો ઘણા બધા સ્થળો પસંદ કરે છે પરંતુ તેમાં કોઈ હા પડતું નથી કારણ કે આ બધા સ્થળ તો તે લોકોએ પહેલેથી જોયેલા હોય છે અને સાથે ગયેલા પણ હોય છે અને આ ફ્રેન્ડ્સ એડવેન્ચર પ્રેમ એટલે જેવી તેવી જગ્યા હોય તો તે લોકોને વધારે પસંદ પડે એટલા માટે જલ્દીથી આ વખતે સ્થળ પસંદ કરી શકતા ન હતાં.

પાયલ, આકાંક્ષા, ધ્રુવીતા, જય, વિશાલ, આકાશ અને મેહુલ બધા જ એક સાથે બોલી પડ્યા આ વખતે રાજસ્થાની કોઈ એક જૂની જગ્યા આપણે પસંદ કરીએ અને એકસાથે બધાય હા પાડી દીધી બધાએ પોતપોતાના ઘરેથી પરમિશન લઈ લીધી અને તેઓ રાજસ્થાન માટેની જગ્યાની ક્યાં જવું તે શોધ કરવા લાગ્યા અને આખરે તેઓએ તે જગ્યા પણ જવાની નક્કી કરી નાખી.

આ મિત્રોને ટોળીમાં ધ્રુવીતા અને વિશાલ એકબીજાને પસંદ કરતા હોય છે.

તેઓનું વેકેશન પડી ગયું અને તેઓ વેકેશન કરવા માટે નીકળી ગયા. અને તેઓની રાજસ્થાની ટ્રીપ ચાલુ થઈ ગઈ.

સાત મિત્રોની ટોળી એટલે વાત જવા દો એ દેકારો ધીંગામસ્તી અને તેઓની રમતો તે લોકો પોતાની ગાડી લઈને નીકળ્યા હતાં.

મેહુલ ગાડી ચલાવતો હોય છે અને તેની સાથે આકાશ આગળ બેઠો છે,વચ્ચેની સીટમાં આકાંક્ષા પાયલ અને જય બેઠા છે ધ્રુવીતા અને વિશાલ બંને પાછળની સીટમાં બેઠા છે.

 તેઓ મુંબઈથી નીકળ્યા હતાં એટલે રસ્તો પણ રાજસ્થાન જવા માટે ખૂબ લાંબો હતો અને આ બધું ના કરે તો તેઓ કંટાળી જ જાય હવે ધીરે ધીરે સાંજનો સમય થવા લાગે છે પરંતુ તેઓ રાજસ્થાનના એક જૂના મહેલની મુલાકાત લેવા માટે જતા હોય છે અને તે લોકોએ ત્યાં વિઝીટ બૂક કરાવી રાખેલી હોય છે તેથી તેઓ નક્કી કરે છે કે ના આપણે સાંજ સુધીમાં ત્યાં પોગી જશો અને તેઓ પોતાની ગાડી ચાલુ રાખે છે અને સફર ચાલુ રાખે છે. 

 સરસ મજાના ઉપર ગીત સાંભળતા સાંભળતા હવે તેઓ બધા શાંતિથી સૂઈ જાય છે અને બે ફ્રેન્ડ્સ જ જાગતા હોય છે અચાનક ગાડીમાં જોરદારની બ્રેક લાગે છે અને બધા જાગી જાય છે કે શું થયું આ વખતે રાત્રીના એક વાગ્યા હોય છે બધા આજુબાજુ જોવે છે ઉતરે છે કોઈ દેખાતું નથી અને જુએ છે તો ટાઈર પંચર હોય છે.

હવે બધા વિચારે છે કે હવે આપણે અત્યારે શું કરીશું તો બધા કહે છે આપણે ત્યાં જ સાથે છીએ તો ગભરાવો નથી આપણે થોડે ચાલતા ચાલતા આગળ જઈએ એટલામાં જ પંચરની દુકાન તો હશે એટલો મોટો રોડ હોય અને અત્યારે પંચરની દુકાન ના હોય એવું શક્ય નથી બધા શોધ કરતા કરતા આગળ નીકળ્યા છે.

પંચર ની દુકાન તો દેખાય છે પરંતુ તે બંધ હોય છે. બધા મિત્રો આજુબાજુ જુવે છે તેઓને કશું જ દેખાતું નથી રાતનો આશરે દોઢ વાગવા આવ્યો હોય છે.

અચાનક જય કહે છે મને કંઈક અજુગતું લાગે છે અને બધા મિત્રો તેને હસી માં કાઢી નાખે છે તું તો રહ્યો બીકણ, તને લાગે બીક અને તારા આવા ને આવા વિચારો આખો દિ, તું હોરર મુવી જોયા રાખે અને તારા મગજમાં પણ આવું જ ફર્યા રાખે. એમ કંઈ અને તેની વાત કાન બારી બધા કાઢી નાખે છે.

આકાંક્ષા દૂર એક લાઈટ બતાવે છે અને તે બધાને બતાવે છે કે જુઓ સામે કોઈ ગામ લાગે છે ત્યાં આગળ એક લાઈટ થઈ રહી છે અને બધાને તે જોઈને થાય છે કે ત્યાં આગળ કોઈ ગામ છે અને ત્યાં આપણે જવું જોઈએ જેથી કરી અને આપણને મદદ મળી રહે.

ત્યાં જ જય બોલે છે સાંભળો તમને કંઈ સંભળાય છે ચંદન પાયલની અવાજ.

ફરી બધા તેને હસવામાં કાઢે છે અને કહે છે આ રહી પાયલ અને એ ક્યારની મૂંગી બેઠી છે.

બધા તે ગામ તરફ જાય છે બધા ધીમે ધીમે ચાલે છે અને વિચારે છે કે આપણે આ ગામમાં જવું જોઈએ કે નહીં ત્યાં જ એક પાગલ જેવા ડોશીમાં તેઓને દેખાય છે અને તે બબડતા હોય છે કોઈ પાછું નથી આવતું કોઈ પાછું નથી આવતું તે કોઈને નથી છોડતું ત્યાંથી કોઈ પાછું નથી આવતું.

આ સાંભળીને બધાના મનમાં થોડો ડર બેસે છે પરંતુ મેહુલ કહે છે ચાલો તે ડોશીમા પાગલ જેવા છે અને ઊંઘમાં પડતા હશે આપણે અહીંથી આગળ વધવું જોઈએ ત્યારે રાતના આશરે બે વાગ્યા હોય છે.

જય ફરી કહે છે મને કંઈક અજાણ્યો અને ભયાનક અવાજ આવી રહ્યો છે આ વખતે વાતમાં કોઈ રસ જ લેતું નથી અને બધા ચાલવા માંડે છે.

     તેઓ ગામમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરતાંની સાથે તેઓને એક ઝટકા જેવું મહેસૂસ થાય છે પરંતુ તેઓને અંદર ફાનસ લઈને ચાલતા એક દાદા દેખાય છે અને તેઓ બધા દાદાની પાછળ દોડી જાય છે અને દાદાને કહે છે દાદા અમારી ગાડીમાં પંચર પડ્યું છે અને અમારે ગાડીનું પંચર કરાવું છે ગામમાં કોઈ પંચર કરતો હોય તો અમને જણાવશો.

     દાદા કહે છે બેટા આ ગામમાંથી કોઈ પંચર કરતું નથી તે અહીં નથી પાંચ કિલોમીટર આગળ એક પંચરની દુકાન આવશે ત્યાં તે સવારે આઠ વાગ્યે ખોલે છે તો ત્યાં લગી તમારી ગાડી ને પંચર થઈ શકશે નહીં અને રાત પણ ખૂબ જ છે તો તમે જશો તો પણ ખૂબ મોડું થશે અને રસ્તો ભયાનક છે ત્યાં ખૂબ જ ખતરો છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama