Pratigna Prajapati

Tragedy

3.5  

Pratigna Prajapati

Tragedy

વિધિનો લેખ

વિધિનો લેખ

7 mins
87


    સુરત શહેર. શહેરનું નામ સાંભળાય એટલે ખબર પડે કે ભાગ દોડ વાળી જિંદગી અને આ જિંદગીમાં ટાઈમ જ ક્યાંથી હોય. શહેરમાં એક પરિવાર રહેતો હતો. મમ્મી પપ્પા અને તેનો દીકરો. મમ્મીનું નામ વીણાબેન હતુંં અને પપ્પાનું નામ વિનોદભાઈ અને તેમનો દીકરો યોગેશ. યોગેશ સ્કૂલમાં ભણતો હતો તે બારમા મા હતો અને તે કોમર્સ કરી રહ્યો હતો.આમ તો તેનું જીવન સરળ અને સુંદર રીતે ચાલતું હતુંં તે ભણવામાં પણ હોશિયાર હતો.

     યોગેશની 12 માંની બોર્ડની એક્ઝામ પૂરી થાય છે અને હવે તેને વેકેશન પડે છે વેકેશન કરવા તે ગામડે જવાનું વિચારે છે અને બે ત્રણ દિવસ રહી ને તે ગામડે જવા નીકળી જાય છે. યોગેશ તેના મમ્મી-પપ્પા સાથે ગામડે પહોંચી જાય છે પછી યોગેશના મમ્મી વીણાબેન ગામડે રહે છે અને યોગેશના પપ્પા વિનીત ભાઈને શહેરમાં કામ હોવાથી તે શહેરમાં પાછા જવા નીકળી જાય છે.

     યોગેશ ને તો ગામડામાં ખૂબ જ મજા આવવા લાગી હતી ગામડે યોગેશ નું ઘર પણ ખૂબ જ મોટું હતુંં ગામડે યોગેશના દાદા રહેતા હતા અને યોગેશના દાદી થોડા સમય બે ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલા તેથી દાદા એકલા જ રહેતા હતા. તેમની એક વાડી પણ હતી યોગેશ વાડીએ પણ જતો. તેને વાડીએ ખુબ મજા આવતી જોવા જાવ ને તો યોગેશ ગામડાની જિંદગી ખૂબ સરસ રીતે જીવી રહ્યો હતો.

    યોગશને તો ગામડે ખૂબ જ ગમી ગયું હતુંં. તે ગામડે કોઈ દિવસ રહ્યો જ ન હતો આ પહેલી વખત એવો સમય હતો તે ગામડે પસાર કરી રહ્યો હતો. યોગશ ગામડે આવ્યા પછી તેને એક મિત્ર બને છે યોગેશના મિત્રનું નામ જયેશ હોય છે આમ તો તેઓ હવે ગામડે રમતા હોય છે વાડીએ જતાં હોય છે અને ગામડા પાસે બંધાયેલો ડેમ પાસે જતાં હોય છે ત્યાંથી કદાચ ૪ થી ૫ કિલોમીટર જ દૂર નદી વહેતી હતી અને તેનો જ આ ડેમ બંધાયેલો હતો. ડેમમાં ખૂબ જ પાણી હતુંં. 

    ક્યારેક કંટાળો ચડે એટલે ત્યારે બંને મિત્રો આ ડેમે નહાવા પહોંચી જતા અને કાંકરીઓ મારતા મારતા એકબીજા સાથે વાતો કરતા અને સમય પસાર કરતા.વાતો કરતા કરતા યોગેશ જયેશને કહે છે કે ગામડામાં તો તમારા લોકોનું જલદી નક્કી થઈ જાય તો તારું નક્કી કેમ નથી થયું ત્યારે જયેશ કહે છે કે એ તો વિધિના લેખ કહેવાય અને જ્યારે થવાનું હશે ત્યારે થઈ જશે પરંતુ તુંએટલો સુંદર છો તને તો કોઈને કોઈ પોતાના મનમાં તને તેનો પતિ માની ચૂકી હશે અને કદાચ તે આ ગામની પણ હોય પરંતુ ગામના સંસ્કારને કારણે તે પોતાના દિલની વાત તને ના કહે આવું બની શકે છે પરંતુ યોગેશને આ વસ્તુ અશક્ય લાગતી હતી અને તે મજાકમાં કાઢી નાખે છે.

       જયેશ યોગેશના ઘરે આવે છે અને તે દિવસે બંને ફળિયામાં રમતા હતા. રમતા રમતા યોગેશ વાત કરે છે કે આપણે શહેર ફિલ્મ જોવા જઈએ. યોગેશ પહેલા તો ના પાડે છે પણ પછી તે માની જાય છે બધું બરાબર ચાલતુ હતું જયેશ ને બીજા દિવસ જવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો તેને પછીના દિવસે જવાનું નક્કી કર્યું. 

       તે દિવસે યોગેશ ઘરની ઓસરીમાં બેઠો હતો અને બહાર જોતો હતો તેને કંઈક અજુગતું લાગતું હતુંં તેને કંઈ ખબર નથી પડતી, બેચેની હતી અને બહારનું વાતાવરણ પણ ખૂબ જ ખરાબ થતું જોવા મળી રહ્યું હતુંં. વરસાદની સિઝન તો ન હતી પરંતુ એકદમ વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ અને આકાશમાં વાદળો છવાવા માંડ્યા અને થોડો થોડો પવન ફૂંકાવા માંડ્યો.

       જયેશ ફિલ્મની ટિકિટ લઈને આવે છે તે બે ટિકિટ લાવ્યો હોય છે અને જયેશને આ ટિકિટો તેના ભાઈના મિત્રએ લાવી દીધેલી હોય છે અને ગામડાની બાજુના શહેરમાં તેઓને પિક્ચર જોવા જવાનું નક્કી કરેલું હોય છે ટિકિટો આવી ગયા પછી પણ યોગેશ એક વખત ના પાડે છે. પરંતુ જયેશ માનતો નથી અને યોગેશ તેના મમ્મીને કહે અને તેઓ બંને પિક્ચર જોવા નીકળી પડે છે. યોગેશ ના મમ્મી ના પાડે છે પરંતુ તે બંને મિત્રો હવે માનતા નથી.

      બંને ગામના ડેપો એ બસ માટે ઊભાં રહે છે તેઓ બંને બસમાં બેઠે છે અને ત્યાંથી દૂર આવેલા આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલા આ શહેરમાં તેઓ બંને પિક્ચર જોવા માટે પહોંચી જાય છે બંને પિક્ચર જોવા હવે સિનેમાઘરમાં જાય છે પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે ભીડ હોતી નથી પિક્ચર જોતા જોતા ખાવા માટે પોપકોર્ન લેતા જાય છે તેઓ બંને પિક્ચર જોતા હોય છે. પિક્ચર ખુબ સરસ હોય છે ,પરંતુ યોગેશના દિલમાં થોડી થોડી બેચેની વધતી જઈ રહી હતી પિક્ચરનો ઇન્ટરવલ પડે છે અને યોગેશ જયેશ ને કહે છે ચાલ આપણે ઘરે વયા જઈએ જયેશ ના પાડે છે. કહે છે એટલે દૂર આવ્યા, કેટલું મસ્ત સુંદર મજાનું પિક્ચર ચાલી રહ્યું છે આપણે પૂરું કરીને જઈએ. હવે આમ પણ થોડો ટાઈમ જ રહ્યો અને આપણને બસ તો રાત્રે 8 વાગ્યે જ મળશે ત્યાં સુધી તો આપણે એમ પણ બેસી જ રહેવું પડશે તો આપણે શાંતિથી પિક્ચર જ જોઈએ. બંને પિક્ચર પૂરું કરી અને હવે બંને બહાર જવા નીકળ્યા છે.

       આશરે સાડા છ જેવો સમય થયો હતો હવે તેઓ બસની વાટ જોવા બસ સ્ટેન્ડે બેઠા છે. હવે તો વીજળી થવા લાગે છે અને ખૂબ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોય છે ને કાળા વાદળાઓ છવાઈ રહ્યા હોય છે તેઓ બંને ને આઠ વાગ્યે બસ મળે છે યોગેશ જયેશને બબડે છે ના પાડી હતી છતાં આપણે પિક્ચર જોવા આવ્યા વાતાવરણ તો જો કેટલું ખરાબ છે.

       વાતાવરણ ખરાબ હોવાને કારણે બસના ડ્રાઈવર પણ બસ ખૂબ ધીમી ચલાવે છે અને આ તરફ યોગેશના મમ્મી તેની ચિંતા કરતા હોય છે કે યોગેશ હજુ કેમ ઘરે ના આવ્યો. વાતાવરણ ખરાબ હોવાને કારણે યોગેશ ને ફોન પણ નથી લાગતો તે પણ બંધ જેવી હાલતમાં જ થઈ ગયેલો છે. ધીરે-ધીરે રસ્તો કપાતો જાય છે અને આ તરફ યોગેશનુ મન વધુ ને વધુ બેચેન થતું જાય છે.

       યોગેશ હવે ગામડે પહોંચવા આવે છે પરંતુ ખૂબ પવન હોવાને કારણે ત્યાં ઝાડ પડેલું હોય છે તેથી બસના ડ્રાઇવર કહે છે કે હવે અહીંથી આગળ બસ જઈ શકશે નહીં તેથી હવે તમે લોકો સવાર સુધી નો સુધીની રાહ જોવી. આપણે લોકો કાલે સવારે જઈશું પણ હવે યોગેશ અને જયેશ માનતા નથી અને તેઓ કહે છે અમારું ગામ અહીં થી ત્રણ થી ચાર કિલોમીટર જ દૂર આવેલુ છે. તો અમે પણ ચાલીને જતા રહીશું.

     બસના ડ્રાઇવર અને બીજા લોકો હા ના કરવા છતાં પણ તેઓ બંને નીચે ઉતરી અને ચાલવા માંડે છે ત્યારે બસની અંદર બેઠેલા લોકો માંથી એક દાદા કહે છે બેટા જોજો અને અહીંથી આગળ જે નદી આવેલી છે તેમાં ખૂબ વરસાદ હોય ત્યારે પૂર આવે છે અને જો વહેણ ચાલુ હોય તો તમે તેમાં અંદર ઉતરતા નહીં. કારણ કે આવા ગાળામાં આ નદી કોઈકનો ભોગ લેઈ જ છે.

      પરંતુ યોગેશને મમ્મી ની ચિંતા થતી હોવાથી તે આ લોકોનું સાંભળતા નથી અને તેઓ બંને ચાલવા માંડે છે અને ખરેખર બને છે પણ એવું આગળ નદીનું વહેણ ચાલી રહ્યો હોય છે અને તે ઉફાન ઉપર હોય છે. અંદર પડી ગયેલા વૃક્ષનું લાકડું પણ ખૂબ જ ઝડપથી વહી જાય એટલું વહેણ ઝડપી હોય છે. યોગેશ અને જયેશ વિચારે છે કે આમ પણ અમને તો તરતા આવડે છે,તો અમે આ વહેણમાંથી નીકળી જઈશું અને સામે કાંઠે પહોંચી જઈશું તો ગામ આઘુ રહેશે નહીં અને અમે જલ્દી ઘરે પહોંચી જશું. તેઓ બંને નદીમાં પડે છે.

     આ તરફ સવાર પડી ગઈ હોવા છતાં પણ બંને મિત્રો ઘરે પાછા ફર્યા નથી હોતા તેથી તેના ઘરનાને અને ગામલોકોને પણ ખૂબ ચિંતા થાય છે તેથી તેઓ તપાસ ચાલુ કરે છે ત્યારે બાજુના ગામમાંથી સમાચાર મળે છે કે બે છોકરાઓની લાશ મળી છે અને આ તરફ યોગેશ અને જયેશના ઘર નાનું હૈયુ બેસી જાય છે અને બધા લોકો ત્યાં હિંમત કરીને જાય છે હા આ બંને લાશ યોગેશને જયેશને જ હોય છે. તેઓ નદીનું વહેણ સહન કરી શકતા નથી અને તણાય છે અને પથ્થરને અડકવાથી તેઓ બંને મૃત્યુ પામ્યા હોય છે.

      ગામમાં એક શોક છવાઈ જાય છે બધાને આ બંને મિત્રોના મૃત્યુ નો આઘાત લાગ્યો હોય છે ખૂબ જ હોશિયાર અને દેશનું ભવિષ્ય એવા બે તારલાઓને તેઓએ થયા હોય છે અને આખા ગામમાં અને આજુબાજુમાં આજ વાતની ચર્ચા થઈ રહી હોય છે અનેક ગમગીન વાતાવરણ ઊભું થયેલું છે.

      હવે થોડા દિવસો વીતે છે બધું થોડે થોડે શાંત પડતું જાય છે ત્યારે ગામમાં વાડીમાંથી એક સોળેક વર્ષની છોકરીનો મૃતદેહ મળે છે મળે છે અને ગામમાં ફરી શોક છવાઈ જાય છે આ છોકરી એ યોગેશને મનોમન પોતાનો પતિ થાળી લીધેલો હોય છે અને યોગેશના મૃત્યુ પછી તે સાવ ગુમસુમ રહેવા લાગી હતી અને તે આ સહન કરી શકતી નથી અને વાડીએ જઈ અને કૂવામાં પડી આત્મહત્યા કરી લે છે કહેવાય છે ને કે વિધિમપ લેખ કોઈ જાણી શકતું નથી.

     અને આખ્ખા ગામ મા પણ આજ વાત ની ચર્ચા થાય છે અને કહે છે કે વિધિ ના લેખ કોણ બદલી શકે ?  આમને આમ દેશનું ભવિષ્ય એવા ૩ બાળકો મૃત્યુની ગતિને પ્રાપ્ત થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy