Pratigna Prajapati

Horror

3  

Pratigna Prajapati

Horror

એક રહસ્યમય ગામ ભાગ-૪

એક રહસ્યમય ગામ ભાગ-૪

3 mins
181


આગળ આપણે જોયું કે જય કોલેજમાં મળતો નથી અને રાત્રિના સમયમાં બધા ભયભીત થઈ જાય છે. હવે આગળ. . .

'પાયલ ઉભી રે, ઉભી રે પાયલ... અરે કોઈ પાયલ ને સમજાવો, ત્યાં આગળ તે ના જાય.' આવો પાછળની ભીડમાંથી અવાજ આવે છે. પાયલ ના મિત્રો પાયલને રોકવાની કોશિશ કરે છે. ત્યારે પાયલ કહે છે અને 'ત્યાંથી જયનો અવાજ આવી રહ્યો છે' અને બધા એકસાથે દોટ મૂકે છે. આગળ ફરી તે ઘરને લાઈટો લબ જબ થવા માંડે છે અને કોલેજ કેમ્પસમાં લાઈટ આવી જાય છે અને પાછળથી થોડા આવાજ થવા માંડે છે. ફરી લાઈટ જતી રહે છે. આ બધું જો એ અને બધા ગભરાઈ જાય છે.

ફરી અવાજ આવે છે, 'અરે મને છોડી દો મને જોવા દો, મને છોડી દો મને જવા દો પ્લીઝ મને જવા દો.'

પાયલ અને તેના મિત્રો બધા ત્યાં આગળ પહોંચી જાય છે. પરંતુ જેવું પેલું ભૂત બોલવાની કોશિશ કરે છે ત્યાં બધા તેને ઓળખી જાય છે 'અરે જય તું આવી રીતે અમને બધાને તું બિવડાવતો તો ?' બસ પછી તો જયની ખૂબ વારી પાડે છે અને જય બધાની પાસે માફી પણ માંગે છે.

બધુ સામાન્ય થતાં અઠવાડિયાનો સમય લાગી જાય છે અને કોલેજવાળા તે ઘરથી બિતા પણ બંધ થઈ જાય છે. હવે ત્યાં આગળ બધા બેસવા માંડે છે. પરંતુ જય સાથે હજી તેના ફ્રેન્ડ વાત કરતા નથી.

"અરે તમે બધા આવું શું કામ કરો છો હવે તો જુઓ ને ત્યાં આગળ બધા બેસતા પણ થઈ ગયા છે કોઈ તે ભૂતથી બીતા પણ નથી એટલું તમે સમજો. મેં કર્યો મજાક એ હું માનું છું, પરંતુ આવું તમે ના કરો તમે જુઓ ત્યાંનું વાતાવરણ કેટલા બધા ખુશ છે."આવું જય બોલે છે.

'અરે કંઈ આવો મજાક હોતો હશે. તે બધાને કેટલા બીવડાવી દીધા હતા એ તને ખબર છે.' પાયલ બોલી.

'હા તે મજાકથી બધા બી જરૂર ગયા હતા, પરંતુ હવે તે લોકોને ખબર પડી ગઈ છે કે ત્યાં આગળ આવું કશું જ નથી. તમે એ વાત તો બધા સમજો.' જય બોલ્યો.

આવી કેટકેટલી વાટાઘાટો પછી બધા મિત્રો ભેગા થઈ જાય છે અને પોતાની ભણતર આગળ વધારે છે. આમને આમ કોલેજના દિવસો પસાર થતા જાય છે. આ બધા મસ્તીભર્યા દિવસો બધા ખૂબ માણતા હોય છે.

ત્યાં જ એક અવાજ આવે છે. 'બચાવો, પ્લીઝ પ્લીઝ મને કોઈ બચાવો.' બધા વિચારોમાંથી બહાર આવે છે. બહાર જઈને જોવે છે પરંતુ કશું હોતું નથી અને તેઓ બધા એકબીજા તરફ જુવે છે. કે આખરે શું થયું અને એક નીરવ શાંતિ પ્રસરી જાય છે. ફરીથી અવાજ આવે છે બધા તે તરફ દોડે છે. અવાજ રસોડામાંથી વાસણ પડવાનો આવે છે અને એક કાળી બિલાડી ત્યાંથી જતી દેખાય છે જાણે તે લોકોને કઈક સૂચવતી હોય પરંતુ કોઈ સમજી શકતું નથી.

દાદાના ઘરે બધા રાત્રિનું ભોજન કરે છે અને ત્યાર પછી સુઈ જાય છે. અંધારી રાત, ગાઢ જંગલ અને જંગલમાંથી આવતા ખૂંખાર પ્રાણીઓના અવાજ. આ બધાની વચ્ચે મનમાં કઈ ને કઈ વિચાર તો જય ઉંઘી નથી શકતો. પરંતુ અંતે તેની પણ આંખ લાગી જાય છે. રાતના આશરે 1:30 વાગ્યા પછી જંગલમાંથી છમ છમ છમ =નો અવાજ આવે છે તે સાંભળીને તે બધાને જગાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ જાગતું નથી. તેનાથી રહેવાતું નથી અને તે ઘરની બહાર નીકળે છે. તેને આવતો તે છમ છમ છમનો અવાજ શોધવા લાગે છે આગળ વધતો જાય છે ધીમે ધીમે આગળ વધતો જાય છે. 

દૂર જતાં તેને પગમાં કંઈક અથડાય છે નીચે જુએ છે તો તે જ બિલાડી છે તેને સંકેત આપતી હતી ખોટું થઈ રહ્યું છે .તે બિલાડી લોહીલુહાણ થઇ મરી ગયેલી હતી બિલાડીની આંખો નહોતી. ફરી છમ છમ છમ અને તે તેમાં કેન્દ્રીત થઈ અને તે તરફ વધવા લાગ્યો. તેના પગમાં મૂળિયા અટવાઈ ગયા અને તેણે જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો.

એક સફેદ સાડીમા સ્ત્રી હતી. ખુલ્લા ઘેરા કાળા વાળ, મોટી મોટી આંખો, વિચિત્ર પ્રકારની ચામડી અને તેણે નીચે જોયું તો પગ ઉંધા.

ને બસ તેનાથી બચાવો એટલો અવાજ તો માંડ નિકળ્યો.

(શું થશે આગળ ?કોનો આવાજ હશે ? વાંચતા રહો આગળનો ભાગ)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror