એક રહસ્યમય ગામ - ૨
એક રહસ્યમય ગામ - ૨
( આગળ આપણે જોયું કે સાત મિત્રોની ટોળી રાજસ્થાનમાં ફરવા માટે નીકળે છે તેઓની કારમાં પંચર પડી જાય છે ત્યારબાદ તેઓ એક ગામમાં પ્રવેશ કરે છે અને એક દાદા સાથે તેઓ વાત કરે છે.)
આ સાંભળી અને બધા ડરી જાય છે પરંતુ જય હિંમત કરીને બોલે છે કે દાદા અમે આવ્યા અહીંયા ત્યારે અહીંથી આશરે અડધો કિલોમીટર દૂર જ પંચરની દુકાન આવેલી છે અને તે અમે જોઈ છે.
દાદા કહે છે હા બેટા તે એકદમ સાચું કીધું ત્યાં આગળ પંચર ની દુકાન આવેલી છે પરંતુ તે વર્ષોથી બંધ છે ત્યાં આગળ અત્યારે કોઈ કામ નથી કરતું.
જુઓ બાળકો અત્યારે ખૂબ જ મોડી રાત છે અને તમે લોકો ને રોકાવું હોય તો તમે મારા ઘરે રોકાઈ શકો છો એમ દાદા કહે છે.
બધા મિત્રો એકબીજાની સામે જોઈ અને હા પાડી દે છે. અને બધા દાદા સાથે તેના ઘરે જાય છે.
ઘરનો દરવાજો ખખડાવે છે અંદરથી જાણે શરીરમાં ખાલી હાડકાં જ દેખાતા હોય અને ચામડું સાવ ચોંટી ગયેલું હોય એવા ડોશીમાં બહાર આવે છે. દાદા કહે છે આ લોકોને આજે રાત્રે અહીં જ રોકાશે, ડોશીમા હા પાડે છે બધા ઘરમાં જાય છે તેઓ સુવાની તૈયારી કરે છે, ત્યાં સુધીમાં ૩ વાગી ગયા હોય છે અને બધા જ સૂઈ જાય છે પરંતુ જયને ઊંઘ આવતી નથી.
સવારના પાંચ વાગ્યાની આસપાસ ગામમાં કુકડાઓ બોલવા લાગે છે અને ગામ નું જીવન ચાલુ થઈ જાય છે બધા મિત્રો પણ જાગી જાય છે અને તૈયાર થઈ જાય છે ત્યારે દાદા કહે છે કે તમે ચ્હા નાસ્તો કરીને જ નીકળજો આ બધું કરવાની ત્યાં તે લોકોના નવ વાગી જાય છે અને તેઓ દાદા પાસેથી વિદાય લેતા હોય છે.
તેઓને તળાવ પાસેથી ચીખવાનું અવાજ સંભળાય છે. ગામ વાળા બધા જલ્દી જલ્દી તળાવે જાય છે એક ગોવાળિયાની ગાયને કોઈકે ફાડી ખાધી હોય છે. આ બધું જોઈને છોકરીઓ ડરી જાય છે અને કહે છે કે આપણે હવે અહીંથી જલ્દી જલ્દી નીકળવું જોઈએ તેઓ ગામમાં ચાલતા જાય છે અને બા'ર નીકળવા માટે જતા હોય છે.
સવારના 11 વાગ્યાના ચાલતા હોય છે સાંજના પાંચ વાગી જાય છે પરંતુ તેઓને ખબર નથી પડતી કે સાંજના પાંચ વાગી ગયા હોય છે અને તેઓ ચાલતાં જ રહે છે ગામની અંદર તેઓને બધું સામાન્ય જ લાગે છે અને બધા ગામના પોતપોતાનું કામ કરતાં તેઓને દેખાઈ રહ્યા હોય છે.પરંતુ તેઓ ગામની બહાર નીકળી શકતા નથી.
ફરીથી તેઓને એક ચીખ સંભળાય છે કૂવાની આજુબાજુમાં બધા માણસોનું ટોળું વળેલું હોય છે અને કહે છે કે અંદર એક છોકરી કૂદી ગઈ છે આ સાંભળીને જ મેહુલ કૂવામાં પડવા જાય છે પરંતુ જય તેને થોભી લે છે.
મેહુલ જયને બબડે છે ત્યારે મેહુલને બધા ના કહે છે અને જય બધાને અહેસાસ કરાવે છે આપણે ક્યારના ચાલીએ છીએ પરંતુ હજી આપણે ગામની બહાર નીકળી શક્યા નથી.
ક્રમશઃ

