STORYMIRROR

Pratigna Prajapati

Romance

4  

Pratigna Prajapati

Romance

કિસ્મત (એક પ્રેમ પરીક્ષા)

કિસ્મત (એક પ્રેમ પરીક્ષા)

3 mins
235

    એક નાનકડુ એવું ગામ હતુંં. ગામને પાદર એક સુંદર મહાદેવનું મંદિર હતું. ત્યાં આગળ દાદીમાં સાથે એક બાળકી દરરોજ મંદિરે જતી મંદિરે જવું તે તેનો નિત્યક્રમ બની ગયેલો. મંદિરે જાય બધા સાથે પોતાના કોયલ જેવા મીઠા અધુર અવાજથી કાલી-ઘેલી વાતો કરતી અને સંજના બધાને ખૂબ પસંદ પણ હતી.

              ગામને પાદર એક વાડી આવેલી અને તે વાડીમાં પિતા સાથે તેમનો દીકરો દરરોજ વાડીએ જતો હતો અને વાડીના છેઢે મિત્રો સાથે રમતો હતો. સંજય થોડો તોફાની પણ હતો પરંતુ તેનામાં સમજણ ખૂબ જ હતી તે કોઈનું કીધું ના કરે તેવું ન બનતું.

       સંજનાના માતા પિતાનો સ્વભાવ પણ ખૂબ જ સરળ અને આજના જમાનામાં તરી ના આવે એવો પરિવાર. જમાના સાથે કદમથી કદમ મિલાવવાવાળો પરિવાર. ઘરમાં સંજના સૌથી નાની તેનાથી તેના બે ભાઈઓ મોટા હતા એટલે સંજના લાડકવાઈ તો ખરીજ, તેને જે વસ્તુ જોઈએ તે કહે તે પહેલા હાજર થઈ જતી પરંતુ તે તેના મમ્મી-પપ્પા વગર રહી શકતી ન હતી તે તેની સૌથી મોટી કમજોરી હતી. એક વખત પપ્પા કામથી શહેર ગયા ત્યારે તેને ત્યાં રાત રોકાવાનું થયું હતું ત્યારે તે ખૂબ જ ૨ડી હતી તેણે આખુ ઘર માથે લીધુ હતું. બસ ત્યારથી જ તેને કોઈ એકલી ન મૂકતા હતા.

         જ્યારે આ બાજુ સંજયનો પરિવાર એકદમ રૂઢિચુસ્ત હતો. તે મૂર્તિપૂજામાં ખૂબ જ માનનારો. સંજય માતા પિતાનું એકનું એક જ સંતાન હતુંં. અને સંજયના માતા-પિતા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. તેથી તેમનો પરિવાર મોટો હતો અને સૌ સાથે ખુશી ખુશી રહેતા.

          સંજય ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો અને સંજના પણ તે જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી પરંતુ સંજના સંજયથી બે વર્ષ નાની હતી તેથી તે બે વર્ષ પાછળના ધોરણમાં અભ્યાસ કરતી હતી.

           શાળામાં પ્રાર્થના કરવી એ દરરોજનો નિત્યક્રમ હતો તેથી તેઓ બંને પ્રાર્થના સભામાં ભેગા થતા અને ત્યારબાદ પોતપોતાના ક્લાસમાં અભ્યાસ માટે ચાલ્યા જતા. અભ્યાસમાં બંનેને રુચિ હતી તેથી તેઓ બંને ધ્યાનથી ભણતા અને શાળાનો સમય પૂર્ણ થતા તેઓ ઘરે જતા અને શાળાએથી ઘરે જઈને કયું બાળક રમવા જવા ન ઈચ્છતુ હોય. આમ તો ગામડું પણ બધા બાળકો ગામના ચોરે આવેલ મંદિરે ભેગા થઈને રમતા અને રમતોમાં સંતાકૂકડી, અડવાંદદા, ઇંગલ ઠીંગલ, આમલી પીપળી, ગુલી ડંડો વગેરે જેવી રમતો રમતા. આ બધો તો નિત્યક્રમ હતો.

          સંજના થોડું રમી ને ગામને પાદર મહાદેવનું મંદિર આવેલું હતુંં ત્યાં આગળ જતી અને સંજય પણ તે મહાદેવના મંદિરે જતો અને ત્યાંથી બંને મંદિર પાછળ આવેલ આ તળાવ એ બેસતા. તળાવ પાસે જવું તે તેઓનો પહેલા તો નિત્યક્રમ ન હતો પરંતુ હવે થઈ ચૂક્યો હતો.

          તેમાં બનેલું એવું કે ગામના પાદર આવેલા મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને બધા ગામના ત્યાં ભેગા થયેલા અને ત્યાં મેળા જેવું જામેલું. સંજના મમ્મીનો હાથ પકડીને બધાને હારે ફરતી હતી ત્યાં તેની બહેનપણી આવીને તેને આવીને લઈ ગઈ બધી બહેનપણીઓ રમતી હતી રમતા રમતા ખબર ન રહેતા સંજનાની ઝાંઝરી ખોવાઈ ગઈ, ઝાંઝરી ખોવાતા સંજના તેને ગોતવા નીકળી અને તેના થોડો મનમાં ડર પણ હતો કે મમ્મી ખીજાશે જો ઝાંઝરી નહીં મળે તો.

       આ તરફ સંજય પણ મંદિરે આવેલો અને તેના મિત્રો સાથે રમતો હતો. સંજય અને તેના મિત્રો ગુલી ડંડો રમતા હતા. ડંડાથી જોરથી મારવાથી ગુલી આઘી વઈ ગઈ. સંજય ગુલી લેવા જતો હોય છે ત્યાં તેને પગમાં કંઈક વાગે છે અને જોવે છે તો કોઈકની ઝાંઝરી છે. તે ઝાંઝરી હાથમાં લે છે અને ખિસ્સામાં મૂકે છે અને વિચારે છે કે હું મંદિરે દઈ આવીશ જેની હશે તે ત્યાંથી લઈ લેશે અને તેને મળી જશે.

      પરંતુ કિસ્મત ને કંઈક અલગ જ મંજૂર હતુંં. સંજના ઝાંઝરી ગોતવા નીકળે છે અને સંજય ગુલી ગોતવા નીકળે છે ત્યાં બંને અથડાય છે અને બંનેમાં ઝઘડો થઈ જાય છે.

        બસ એ તો વાત જવા દો ઝઘડો ક્યાં પોગે છે. સંજના  સંજય ની સાથે ઝગડતી હતી ત્યારે પણ તે પોતાના કોયલ જેવા અવાજે થી બોલતી હતી અને તેની બોલી માં નિર્દોષતા હતી.પરંતુ બંને બોલતા હતા ત્યાં સંજય ને તેની ગુલી મળી જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે પરંતુ તેને સંજના નો નિર્દોષભાવ  યાદ રહી જાય છે.

                       

              બીજા  દિવસે પછી બંને જ્યાં તળાવ પાસે તેઓ નો ઝઘડો થયો હતો ત્યાં બંને આવી પહોંચ્યા. બંનેને એકબીજાની માફી માંગે છે. અને બંનેનું તળાવે આવવું હવે એક સામાન્ય ઘટના ક્રમ બની જાય છે. રોજ મીઠી મીઠી વાતો કરે છે. એકબીજાને દિનચર્યા કહે છે અને આમજ તળાવ કિનારે પોતાનો સમય પસાર કરે છે.

  

              સંજના ઘરે જાય છે પોતાના નિર્દોષ ભાવે બધા ની હારે વાતો કરે છે રમે છે ભાઈઓ સાથે ઝઘડે પણ છે અને આ બાજુ સંજય પણ પોતાની સમજણથી ઘરમા બધાનો માનીતો બનતો જાય છે.આમ ને આમ તેઓનુ જીવન પસાર થાય છે.


              એક દિવસ સંજય અને સંજના પોતાના નિત્યક્રમ મુજબ તળાવે ભેગા થાય છે.


સંજય : કેમ સંજના આજે કાઈ બોલતી નથી.

સંજના : મારે તો આ પળને બસ જીવી જ લેવો છે.

સંજય : હા કેટલો સુંદર નજારો છે. આ પક્ષીઓનો કલરવ, ઢળતો સૂર્ય,  એક તરફ જાણે ધરતી અને નભ ભેગા થઈ ગયા છે.

સંજનાઃ હા કેટલુ સુંદર દશ્ય છે.

  

        અને બંને ખામોસ થઈને થોડી વાર બેસી રહે છે. 


સંજના : હુ તારા માટે  કસુક લાવી  છું.

સંજયઃ શુ?

         તેની પાસે  રહેલો ડબ્બો ખોલે છે.અને સંજયને આપે છે.


સંજના : ખીર લાવી છું.

સંજય : લાવ, બોવ મીઠી છે ખીર તો.


          ખીર ખાય ને બંને છુટ્ટા પડે છે.


           સંજય ના ઘરે તેના ફઇના લગ્ન લેવાના હોય છે તેથી તેઓ તૈયારી મા લાગેલા હોય છે. સંજય ના ફઇ નુ નામ નિલમ હોય છે. ને ઘર મા નિલમ ને આ પસંદ છે તેના માટે આ સારુ લાગશે ની બુમો  જ સંભળાતી હતી. અને સંજય પણ તેના ફઇના લગ્નની તૈયારી મા લાગી જાય છે.અને તે દિવસે તે સંજના ને મળવા જવા નુ ભુલી જાય છે.

          લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોવાથી સંજય  સંજનાને મળવા જવાના ભૂલી જાય છે.આ તરફ સાંજના સંજય ની વાટ જોતી હોય છે તળાવ બેઠી બેઠી પરંતુ સંજય આવતો નથી.


          સોમવાર હોવાથી મહાદેવના મંદિરે બધા ભક્તો આવે છે અને સંજના ના દાદી પણ આવે છે બધા કિર્તન કરતા હોય સંજના સાંભળી જાય છે સંજના પણ મંદિરે જાય છે અને બધા સાથે થોડીવાર કિર્તન કરે છે અને બધાની સાથે પોતાના કોયલ જેવા અવાજે વાતો કરે છે પરંતુ તેનું ધ્યાન બહારની તરફ જ હોય છે કે સંજય આયો કે નહીં પરંતુ સંજય આવતો નથી પછી બધા ઘરે જાય છે.ઘરે જતાં જતાં રસ્તામાં દાદી સંજના ને પૂછે છે સાંજના તું કેમ અત્યારે આ તરફ, સંજના કહે છે કંઈ નહિ બા મને મંદિરે આવવાનું મન થયું હતું તો હું આવી હતી.


          સંજના ઘરે જાય છે તે આજે થોડી ગુમસુમ  હતી. સાંજના મમ્મી પૂછે છે શું થયું સંજના , ત્યાં સંજના ના ભાઈઓ આવી જાય છે અને ત્રણે મસ્તી કરવા લાગે છે. સંજના ના મમ્મી જમવાનું બનાવે છે અને જમીને તેઓ બધા ટીવી જોવા  બેસે છે અને સંજના તેના રૂમમાં જાય છે.રૂમમાં જતા ની સાથે સંજના સુઈ જાય છે.


         આ તરફ સંજય પોતાના ફઇના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો તેને યાદ આવે છે કે તે આજે સંજના ને મળવા જવાનું તો ભૂલી જ ગયો છે. ત્યાં સંજય ના મમ્મી તેને સાદ પાડે છે બેટા જમવાનું તૈયાર છે ચાલ જમી લે.સંજય ના ઘરના પરિવાર સાથે જ ભોજન કરતા હતા તેથી તે જાય છે અને બધા સાથે ભોજન કરે છે. ભોજન કરીને સંજય રૂમમા જાય છે.સંજય આખા દિવસનો થાકેલો હોવાથી તે પથારીમાં પડતાની સાથે જ સૂઇ જાય છે.


        સંજયના ફઈ ના લગ્નની રસમ માટે મંદિરે સવારે વહેલા જવાનું હતું તેથી સંજય ના મમ્મી તેને જગાડવા આવે છે. સંજય જાગે છે અને તૈયાર થાય છે.સંજય નો આખો પરિવાર પણ તૈયાર થઈ જાય છે અને બધા સાથે મંદિરે જાય છે.


      આ તરફ સંજના પોતાના દાદી સાથે તૈયાર થઈને તે પણ મંદિર જવા નીકળી જાય છે સંજના ના મમ્મીએ પ્રસાદીમાં લાડુ બનાવ્યા હોય છે તેથી સંજનાને સાદ પાડે છે સંજના આ લાડુ તો લેતા જાવ. સંજના પાછી મળે છે અને લાડુ ની પ્રસાદી લે છે અને તેઓ બંને મંદિરે જવા નીકળી પડે છે.


       સંજયના ઘરના બધા મંદિરે પહોંચી જાય છે અને સંજય વાડીએ આંટો મારીને મંદિરે જવાનું હોય છે તેથી તે વાડીએ વયો જાય છે.


        સંજના અને તેના દાદી ભોળાનાથના દર્શન કરે છે અને પ્રસાદ ધરાવે છે ત્યારબાદ તેઓ મંદિરમાં બેસે છે.અને બાકીના સાથે વાતો કરે છે અને નીલમ ના લગ્નની રસમ જોવે છે.


         સંજય પણ વાડિએ થી આવી જાય છે અને તેના પરિવાર સાથે ભોળાનાથની પૂજા માં લાગી જાય છે આ તરફ સંજના ને ધ્યાન નથી હોતું કે સંજય મંદિરે આવ્યો છે  પરંતુ ત્યાં અચાનક સંજય નું ધ્યાન સંજના તરફ જાય છે તે એકદમ પોતાના નિર્દોષભાવે બધાની વાતો સાંભળતી હોય છે કોઈની વચ્ચે બોલતી નથી હોતી અને આ બધું સંજય જોઈ રહ્યો હોય છે અને બસ સંજનાની આંખો જોઇને તે તેની આંખોમાં જ ખોવાઈ જાય છે સંજય ના મમ્મી તેને સાદ પાડે છે. સંજય આલે બેટા ભગવાનને પાણી ચડાવી દે. સંજય મંદિરના ગર્ભગૃહમાં જાય છે અને ભોળાનાથને પાણી ચડાવે છે.ભોળાનાથની પૂજા પૂર્ણ થાય છે.


        સંજના દાદી કહે છે બેટા પ્રસાદી બધાને વેચી દે સંજના બધાને પ્રસાદ વેચે છે. બધાને પ્રસાદ વેચતી વેચતી તે સંજયના પરિવારને પણ પ્રસાદ આપે છે અને આગળ થી એક હાથ લંબાવેલો હતોતે જુએ છે 'અરે ખમો પ્રસાદી આપું છું' સંજના બોલે છે.હા થોડી ઉતાવળ રાખજો મારે થોડું મોડું થાય છે. સંજનાને અવાજ ઓળખીતો લાગે છે અને તે સંજયની સામું જુએ છે. 'સંજય તુ 'કહે છે પણ તે આજુબાજુ પછી બધાને જોવે છે  અને સંજયને પ્રસાદી આપીને ચાલી જાય છે અને દાદીમાં પાસે આવીને બેસી જાય છે પરંતુ હવે બંને ની આંખો એકબીજા તરફ જ હોય છે જાણે આંખોથી આંખો વાતો ન કરતા હોય એમ જ.


        સંજય નો પરિવાર ઘરે જવા નીકળે છે અને આ તરફ સંજના ના દાદી પણ કહે છે કે ચાલો આપણે ઘરે જઈએ અને બધા ડોશીઓ સાથે નીકળે છે અને વાતો કરતા કરતા બધા ઘરે જાય છે.અને સંજના ઘરે જતા જતા સંજય તરફ જોવે છે અને મો મચકોડે છે.અને બંને ઘરે જાય છે.


        




       



(સંજના આજે સંજય ને મળવા જશે કે નહીં વાંચતા રહો આગળનો ભાગ ટૂંક સમયમાં)





Rate this content
Log in

Similar gujarati story from Romance