Pratigna Prajapati

Romance Others

3  

Pratigna Prajapati

Romance Others

કિસ્મત - એક પ્રેમપરીક્ષા -3

કિસ્મત - એક પ્રેમપરીક્ષા -3

4 mins
262


નવા સ્ટુડન્ટને આવ્યા ને પણ અડધું વર્ષ થવા લાગે છે અને તેઓની સેમેસ્ટરની એકઝામ લેવાની તૈયારીઓ થવા માંડે છે ત્યારે પોતપોતાની એક્ઝામ્સ માટે તૈયારી કરતા હોય છે.

એક્ઝામ લેવાય છે અને તેઓને મિની-વેકેશન પડી જાય છે ત્યારબાદ તેઓને કોલેજ આવવાનું શરૂ થઈ જાય છે અને આગલા સેમેસ્ટરને સ્ટડી પણ ચાલુ થઈ જાય છે હવે રિઝલ્ટનો દિવસ આવે છે અને છે હંમેશાની જેમ સંજય ટોપ કરેલું હોય છે પરંતુ આ વખતે ચર્ચાનો વિષય નવા વિદ્યાર્થીઓનો જ છે કે તેમાંથી કોણ કોણ ટોપ કર્યું હશે.

અને પહેલા વર્ષ વાળામાં સંજના ટોપ કરી હોય છે એ જ છોકરી જણે લેટ એડમિશન લીધું હતું. અને આ વાત સંજયના કાન સુધી પહોંચે છે અને સંજના નામ સાંભળી અને તે એકદમ આતુર થઈ જાય છે તેને મળવા માટે.

એક દિવસ સંજય કેન્ટીનના ટેબલ પર ઝાંઝરી લઈને બેઠો હોય છે કે હું સજના ને કઈ રીતે, આ શું મારી સજના હશે કે કોઈ બીજી હશે તો પણ એક વખત હું તેને પૂછી તો જો આ બધું મનમાં વિચારતો હોય છે ત્યાં ત્યાં આગળ સંજના આવી જાય છે અને સજના કહે છે શું હું અહીં બેસી શકું.

સંજય જી જરૂર તમે બેસી શકો. થોડી નોર્મલ વાતો થઈ છે ત્યાં સંજય નો ફ્રેન્ડ આવીને કહે છે કે જ્યારે આપણો લેક્ચર ચાલુ થઈ ગયું અને તેઓ ત્યાંથી જતા રહે છે.

ત્યારપછી બંનેમાં થોડી થોડી વાતો થવા મળે છે અને વાતમાંથી વાત નીકળે છે અને બંને ને ખબર પડી જાય છે કે હા આ સંજય જેને હું તળાવે મળતી હતી અને સંજય વિચારે છે કે આ એજ સંજના છે જેને હું શોધતો હતો.

કોલેજમાં બધું જ બરાબર ચાલતું હોય છે ત્યાં સંજયના ઘરેથી તેના પપ્પાનો કોલ આવે છે કે તું અહીંયા ગામડે પાછો આવી જા અને એકદમ અચાનક આ ફોન આવવાથી સંજય ગભરાઈ જાય છે અને એને થાય છે કે કંઈક થયું હશે તો તે પૂછે છે કે શું કંઈ થયું છે તો કહે છે કે તેના મમ્મી કહે છે કે તારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે એટલા માટે સંજય ગામડે જતો રહે છે.

સંજય ઘરે જઈ અને તેના પિતાને મળે છે ત્યારે તેના પિતા તેના પાસેથી એક વચન માંગે છે.

સંજય પાછો કોલેજ ભણવા માટે આવતો રહે છે તે એકદમ ચૂપચાપ બેસવા લાગે છે કોઈની સાથે વાત નથી કરતો નથી તેનું ભણવામાં ધ્યાન હોતું તે કંઈક વિચારમાં ને વિચારમાં જ રહે છે. આ બધું સુંધા જોઈ રહી હોય છે અને તે નોટિસ કરતી હોય છે તે સંજય ને મળવા માટે જાય છે અને પૂછે છે ત્યારે સંજય કહે છે કે ના કશું નથી થયું અને તું મારી ચિંતા કરમાં.

અચાનક સંજય ના બદલાયેલા વર્તનથી સંજનાને કંઈક અજુગતું લાગે છે, તે જાણવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેને કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી.

આમને આમ થોડોક સમય વીતતો જાય છે અને સંજયના આ બદલાયેલા વર્તનથી હવે સંજના પણ ધીરે ધીરે મૂંઝવણમાં મૂકાવા લાગે છે બધા ફ્રેન્ડસ મળીને એક પ્લાન કરે છે અને તેઓ સંજયને પૂછવાની કોશિશ કરે છે પરંતુ સંજય તે જણાવતો નથી.

 સંજના ઘરે જાય છે સંજના ના પિતા કહે છે સંજના બેટા તૈયાર રહેજે આપણે કાલે ગામડે જવાનું છે સંજના આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે પરંતુ તે આ વાત સંજયને જણાવતી નથી તે વિચારે છે કે શું થયું છે આખરે હું ગામડે જઈને એના પિતાને મળી અને જાણું.

બીજે દિવસે સંજના સંજયને કહ્યા વગર જ તે તેના ગામડે જાય છે ગામડે છતાં ભોળાનાથના મંદિરે તે બા સાથે થાય છે પરંતુ હવે તે નાની સંજના નથી જે પહેલા કિલકિલાટ કરતી બધાને હસાવતી અને બધાની સાથે મીઠી મીઠી કોયલ જેવી વાતો કરતી આ સંજના તો હવે મોટી થઈ ગઈ છે, મેલી ગઈ છે, બધા સાથે વાતો કરે છે, પ્રણામ કરે છે, જૂની વાતો થોડી થોડી યાદ કરે છે, બા ને દીકરી પરંતુ પહેલા જેવા તોફાન નથી કરતી.

પછી તેઓ ઘરે જાય છે અને બધું થોડું જાજો સરખું કરે છે પછી સાંજના ફ્રી થાય છે તે જોઈ અને થોડો ટાઈમ તળાવે જઈ ને બેઠી છે અને તે બેઠી બેઠી વિચારે છે કે સંજય ગામડે આવ્યા પછી એને અચાનક શું થયું તે તેણે બોલવાનું બંધ કરી દીધું છે તે કોઈની સાથે બોલતો નથી અને આમ ચૂપ ચૂપ બેસી જ રહે છે.

સંજના સંજયના પિતાને મળવા જાય છે. સંજયના ઘરના બધા બેસે છે અને સંજના સંજના પિતાની ખબર અંતર પૂછે છે. સંજના કહે છે હું નાની હતી ત્યારે આ ગામમાં રહેતી હતી અને હું સંજયની મિત્ર છું અને થોડી વાતો કરે છે અને પછી કહે છે કે સંજય તમારી પાસેથી આવી અને એકદમ ચૂપ ચૂપ રહે છે અને પછી આ બાબતે તેઓ થોડી વાતો કરે છે.અને સંજના પણ ઉદાસ થઈ જાય છે.

સંજયના પિતા સાંજના પાસેથી એક વચન માંગે છે અને કહે છે તું એની મિત્ર છો તો તું તેને જરૂર સમજાવીશ કે તે મારું કીધું કરે.

હવે સંજનાને તેઓ પણ પોતાના શહેર વાળા ઘરે બધા જવાની તૈયારી કરે છે અને તેઓ જતા રહે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance