Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

રૂદન

રૂદન

2 mins
252


અને એણે એક ધીમું ડૂસકું લીધું ને આંખમાંથી આંસુ આવી ગયા.

તકિયો પણ થોડો ભીનો થયો હોય એમ લાગતું હતું.

એણે પડખું ફેરવ્યું.

વિચારવા લાગ્યો.

મારી સાથે આ શું બની રહ્યું છે !

એની આંખો ઘેરાતી હતી..પણ ઊંઘ આવતી નહોતી.

એણે પોતાની પથારીમાંથી નીચે પથારીમાં સૂતેલી એની પત્ની તરફ જોયું.

બે દીકરીઓ સાથે સૂતી હતી.

આખો દિવસનું કામ કરીને થાકી ગયેલી છે..મારી ચિંતામાં હમણાં જ સૂતી હોય એમ લાગે છે.

હવે એની આંખો ઘેરાઈ ને એક ઝપકી લીધી.

ને..અચાનક..

એક ચીસ..પાડીને ઝબકી ને જાગી ગયો.

ઓહ્.. આ મને શું થાય છે !

ચીસ સાંભળીને એની પત્ની જાગી.

ને એ ગભરાઈ ગઈ. 

શું થયું તમને ? ઊંઘ આવતી નથી ?.. લાવ હું તમને માટલાનું ઠંડું પાણી આપું. તમે થોડીવાર ટેકો લઈને બેસો.

ના..ના.. આ તો ઝબકી ગયો હતો.. એટલે. સારૂં.. થોડું પાણી લાવ.

એની પત્ની પાણી લેવા ગઈ.

એ બબડ્યો.. આ મારા લીધે બધા હેરાન થાય છે.

આ મારી બે નાની માસુમ દીકરીઓ..અને પ્રેમાળ પત્ની.

કદાચ મારૂં નસીબ કે. પછી ?.‌

એ વખતે નજીકની સરકારી ઓફિસના ચોકીદારે બે ડંકા વગાડ્યા.

ઓહ્. રાત્રિના..બે વાગ્યા.

એટલામાં એની પત્ની પાણી લાવી. એણે ધીમે ધીમે પાણી પીધું.

એની પત્ની બોલી. માથું દુ:ખે છે ? વિક્સ લગાવી આપું.. !

ના..ના.. થોડું દુઃખે છે..પણ ચાલશે.

એની પત્નીએ ધીમેથી માથા પર હાથ ફેરવ્યો ને બોલી.

મને ખબર છે.. તમને ઊંઘ આવી નથી..શેની ચિંતા કરો છો ? ઈશ્વર તમને સારૂં કરશે. આપણી દીકરીઓ સામે જુઓ. તમને દીકરીઓ કેટલી વ્હાલી છે.

બોલતા બોલતા એની પત્નીના આંખોમાંથી ગંગા જમના વહેવા માંડ્યા.

આ રૂદનથી રાત્રી પણ ગમગીન થઈ.

હવે.બસ.. તમરા જ સંભળાતા હતા.. !

સૂકાઈ ગયા આંસુ, આંખો પણ સવાલ કરે છે,

રાત પડેને વિચારો પણ, સતત ચાલ્યા કરે છે,

હૈયે કેટ કેટલા ઉમંગ હતા અમને,

હૈયું પણ છાનું માનું રૂદન કર્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama