Nicky Tarsariya

Romance Others

3  

Nicky Tarsariya

Romance Others

રસ્તામાં મળેલ હમસફર

રસ્તામાં મળેલ હમસફર

6 mins
729


હાથમાં કોફીનાં કપ સાથે બાલકનીમાં ઉભેલી વિશ્વાની નજર રંગબેરંગી ફુગ્ગાઓ પર પડી; તે ફુગ્ગાની વચ્ચે ઘેરાયલ નવજવાનની આખમાં જોતા જ તેનુ દિલ એક મિનિટ માટે તો ધબકારા ભુલી ગયું. ફાટેલાં કપડાં, ફિટ બોડી, તંદુરસ્ત શરીર, ચહેરા પર ચમક અને આખોમાં અનેરો ઉત્સાહ હતો. તેની ચારે બાજુ વીટળાય વળેલાં છોકરાઓ ફુગ્ગા માટે પડાપડી કરતા હતા. ને વિશ્વા તેને એક જ નજરે જોઈ રહી હતી. વિચારોની વચ્ચે તે એવી ખોવાય ગઈ કે તેને ખબર પણ ના પડી કે તેની મમ્મી તેની પાસે કયારે આવ્યાં.


"વિશ્વા આજે કોલેજ જવાનું મોડું નથી થતું, અને આ તારી કોફી, લાવ ફરી વખત ગરમ કરીને આપું."

"નો મોમ ચાલે, પપ્પા ઓફિસ માટે નિકળી ગયાં ? "

"વિશ્વા ,સમય તો જો 11:00 વાગ્યાં "

"ઓ નો, મોમ, આજે કોલેજ વહેલું જવાનું હતુ સો લેટ "


હાથમાં બેગ લઇને તે ફટાફટ કોલેજ જવાં નિકળી. આખા રસ્તામાં તે ફુગ્ગાવાળા વિશે વિચારતી રહી, 'કેટલો માસુમ હતો તેનો ચેહરો ! ખેર-પણ, હુ તેનાં વિશે કેમ વિચારુ છું. મારે અને તેને શું ?' વિચારોની ગતિ હજી ચાલતી હતી જ ત્યાં જ તેની ગાડી કોલેજ પાર્કિંગમાં જ્ઈ ઊભી રહી. પોતાની ગાડી પાર્ક કરી તે કલાસ તરફ ગઈ. પણ, આજે તેનું મન ભણવાની જગ્યાએ પેલા ફુગ્ગાવાળાના ખ્યાલોમાં ભમતુ હતું. કલાસ પુરો થવામાં હજી થોડીવાર હતી. એ પેલા જ તે ત્યાંથી ઉભી થઇ પાર્કિંગ તરફ ગઈ. તેને કંઈ પણ સમજાતું ન હતુ. કયારે પણ, અધુરો લેકચર ન છોડવાવાળી વિશ્વા આજે અચાનક આવી રીતે બહાર નીકળી એટલે બધાં તેની સામે એક નજર જોઈ રહ્યા હતાં.


કેટલાયે તો પુછી પણ લીધુ કે -"વિશ્વા આજે કોઈ મળી ગયું કે શું ?" પણ વિશ્વા શુ કહેે, કે તેનુ દિલ એક ફુગ્ગાવાળા પાસે ખોવાઈ ગયું."ના એવું કાંઇ નથી આજે તબિયત ખરાબ લાગે છે એટલે... "વધારે કંઇ ન બોલતા તે ગાડી લઈને ત્યાંથી નિકળી ગઈ.


ઘરથી કોલેજ વધારે દુર તો ન હતી. પણ આજે તે એક લાંબા રસ્તા પર નિકળી હતી. જાણવાં છતાં પણ તે એક ટ્રાફિકવાળા રસ્તાં પર ગઈ જયાં આવાં કેટલાંક ફુગ્ગાવાળા આવતાં હશે. એક તો ટ્રાફિક, અને તેમાં પણ, વધારે ટ્રાફિક કરતા કેટલાક ભિખારી ! જે ગાડી પાસે ઉભાં રહીને હાથ લંબાવતાં હોય. જો કોઈને દયા આવી તો કંઇક આપે; નહીં તો ગુસ્સો કરી કાઢી મુકે. તેમાં જ એક નવ જવાન, રમકડા અને ફુગ્ગા વેચતો વિશ્વા પાસે આવ્યો, "મેડમ, રમકડાં કે ફુગ્ગા ! શુ આપુ આમાથી? " વિશ્વાનુ ઘ્યાન બીજે હતું એટલે શાયદ તેની નજર તેનાં પર ન પડી. તે તેના વિચારોમાં મશગુલ હતી."તે ફરી બોલ્યો મેડમ, કંઈક તો લો" તેના અવાજે વિશ્વાનુ ધ્યાન ખેંચ્યું. ગાડીનો કાચ ખોલી તેને બહાર જોયું. સવારે જોયેલો તે જ ચહેરો તેની સામે આજીજી કરતો હતો.


'મેડમ, વઘારે પૈસા નહીં આપતા પણ, થોડાક ....! " વિશ્વા તેની સામે કયાં સુધી જોતી રહી. પાછળથી આવતાં ગાડી અને માણસોનાં અવાજથી તે વિચારોમાંથી બહાર નીકળી, "આ બધી જ વસ્તુ મારી ગાડીમાં મુકી દે, અને કેટલા પૈસા થયાં ?" "પણ મેડમ, આ બધા ફુગ્ગા ગાડીમાં નહીં રહે !" "તો એક કામ કર તું પણ બેસી જા'ને ,ફુગ્ગા પકડી રાખજે." " પણ મેડમ, હું તમારી ગાડીમાં...!" "હા ફટાફટ બેસ નહી'તો આ પાછળવાળા ઉડાવી મુકશે." હાઇ સ્પીડમા ચાલતી ગાડી એક ખુલ્લા રસ્તા પર જ્ઈ ઊભી રહી. વિશ્વા ગાડીમાંથી બહાર નિકાળી, વાહનોની અવર -જવર સિવાય ત્યા બીજુ કંઈ જ નો'તુ.


તે ફુગ્ગાવાળા ને કઈ કહેવા માંગતી હતી પણ, કેવી રીતે ! કયા હકથી કંઈ સમજાતું ન હતું. થોડીક હિંમત કરી તે આખરે બોલી-"મને નથી ખબર કે તું કોણ છે, મને એ પણ નથી ખબર કે મારે તારી સાથે કયો સંબઘ છે ? પણ આજે સવારે જયારે મે તને જોયો ત્યારથી જ મારું દિલ તને મળવા માગતં હતું. એટલે જ આ રસ્તા પર હું આવી કે તું મને ત્યા મળીશ. ને તું મળ્યો ! પણ અત્યારે મને નથી ખબર કે હું તને કેમ મળવા માંગુ છું. ખેર,છોડ... તને તારા રસ્તા પર ઉતારી આવુ. ફરી તે ગાડીમાં બેસી ગઈ.

થોડીકવારની ચુપકીદી પછી ફુગ્ગાવાળો બોલ્યો- "આઈ લવ યુ વિશ્વા !"


ક્ષણભર તો વિશ્વા થંભી ગઈ. ધડકતુ દીલ વધારે જોરથી ધડકવા લાગ્યું, જે શબ્દો તેના મુખમાંથી બહાર નિકળવા વિચારતા હતા તે જ શબ્દો કાન સાથે અઠડાયને સીધા દીલ સુધી પહોંચી ગયાં હતાં. વિશ્વાના ચેહરાનો હાવભાવ જોતા તે બોલ્યો :

"વિશ્વા શાયદ તું મને ભુલી ગઈ ! પણ, હું તને કેવી રીતે ભુલુ. તારા દિલનું ઘડકવુ ઝાહીર છે પણ વિશ્વા...;"

તેની અધુરી વાત વચ્ચેથી કાપતા તે બોલી ઉઠી:"- તું મને ઓળખે છે. પણ હું તો તારા વિશે કાંઇ નથી જાણતી, તારુ નામ પણ મને નથી ખબર તો હવે તું જ બતાવ કે તું કોણ છે ?"

"વિશ્વા, હું મનન તારા બાળપણનો સાથી, તારો દોસ્ત."

"પણ મનન તું ! આવુ કામ કેમ કરે છે ? તારી હાલતતો જો !"

"વિશ્વા સમય બઘાને બદલે છે, ખેર છોડ બહુ લાંબી વાર્તા છે ! ખરેખર વિશ્વા તું આજે બહુ જ સુંદર દેખાય છે. બોલ બીજુ કેવું ચાલે."

"મનન તું આજે પણ નથી બદલાયો. અહીં હું તારા વિશે જાણવાં માગુ છું ને તુ મારી તારીફ કરવા બેસી ગયો "

"સોરી યાર, પણ મારા વિશે જાણી તને કંઇ નહીં મળે. ભુલી જા બધું વિશ્વા.."

"શુ ભુલુ કે તુ મને પ્રેમ કરે છે, કે એ ભુલુ હું તને પસંદ કરુ છું, કે પછી તારી પરિસ્થિતિના કારણે હું તને છોડી,.. ના મનન ! સોરી, પણ હવે હું તને ખોવા નથી માગતી આઈ લવ યુ સો મચ."


વિશ્વાએ ગાડી શરુ કરી ઘુળની ડમરી અને પવનોની લહેર સાથે રસ્તા પર દોડતી ગાડી સીધી તેના ઘર પર આવી ઊભી રહી. મનનનો હાથ પકડી તે તેને ઘરમાં લઇ ગઇ. ફાટેલા કપડાં, શરીર પર જામેલી ધુળ અને આંખમા દેખાતી લાચારી. "વિશ્વા શું કરે છે તું કયા લઇ જા'છો મને "મનન પાછળ બબડતો રહયો પણ વિશ્વા સાંભળે તો'ને દરવાજા નો આવાજ સાંભળતા જ તેની મમ્મી બાહાર આવી.


"વિશ્વા,કોણ છે આ છોકરો! શું થયું. તું ,આવી રીતે ?"ચિંતા વ્યક્ત કરતા તેના મમ્મી બોલ્યા.

"મોમ,રીલેક્સ ! કંઇ નથી થયું."

"પણ આ કોણ છે ! અને તેની હાલત તો જો ! "

"હાલત સુધારવા જ લાવી છું, પપ્પા, આવી ગયા ?"

''ના, આવતાં જ હશે પણ, તું મને કંઇક તો બતાવ."

"મોમ, પપ્પા આવે તો કેજે ત્યા સુધી આને ઠીક કરતી આવુ."

થોડીવાર થતા જ વિશ્વાના પપ્પા આવી ગયા. વિશ્વા મનનને લઇ નીચે આવી તેના પપ્પા મનનને જોતા જ ઓળખી ગયા. તેને મનનને તેની પાસે બેસાડી તેના હાલચાલ પુછયા. તેની મમ્મીને કઈ સમજાતુ ન હતું તે શાંત હતો. માહોલ ખુશીનો હતો. તેનો લાગ જોતાં જ વિશ્વા બોલી : "પપ્પા હું મનન સાથે લગ્ન કરવા માંગુ છું."


વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. બધા જ વિશ્વાની સામે જોવા લાગ્યાં. વિશ્વા આગળ કંઇ બોલે તે પહેલાં જ મનન બોલી ઉઠયો: "અંકલ,વિશ્વા તો પાગલ છે પણ શું તમે તમારી રાજકુમારીનો હાથ એક એવા છોકરાને આપશો જેની પાસે કંઈ નથી, જે ફુગ્ગા વેચીને પોતાનું પેટ ભરે છે. શું એક ફુગ્ગાવાળા સાથે તમારી દીકરીને પરણાવશો ? "

"પણ, પપ્પા મનન પહેલેથી આવો તો નથીને સમય એ એને મજબુર કર્યા નહીં' તો આજે તે કયા હોત !"

વિશ્વા, મનન બરાબર કહે છે એક ફુગ્ગાવાળા સાથે તું..."

"પણ પપ્પા....,"

"વિશ્વા, હજી મારી વાત પુરી નથી થઈ. મે એમ કહ્યું કે તું ફુગ્ગાવાળા સાથે લગ્ન નહીં કરે. પણ મનન સાથે તારા લગ્ન થશે. અને મનન તું કાલથી મારી ઓફીસ પર આવજે. જયાં સુધી તું મારી દીકરીને લાયક નહીં બને ત્યાં સુધી હું વિશ્વાનો હાથ તારા હાથમાં નહિ આપુ."


જેને જોતાજ દિલ અફડાતફડી કરતુ હતું તે જ ફુગ્ગાવાળા સાથે તેના લગ્ન નક્કી થઇ ગયાં. તે આજે ખુશ હતી. પણ દિલ હજી વિચારતુ હતું કે -"શું મનન તેને લાયક બની શકશે ? અને નહીં બને તો ! પણ એક ફુગ્ગાવાળાની કાબિલત પર તેનો ભરોસો હતો કે તે તેને જીતી લે'શે એને સમય પહેલાં જ મનનને વિશ્વાને જીતી પણ લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Romance