અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance

3.7  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance

રોંગ નંબર

રોંગ નંબર

3 mins
254


શી : હેલો, કોણ.? 

હી : અંજલિ ધેર.?

શી: નો, આ'મ નોટ અંજલિ ઇટ્સ રોંગ નંબર..જોઈને કોલ કરતા હોય તો.? 

હી : એકાદ નંબર આડોઅવળો થઈ ગયો, એમાં ગુસ્સો કેમ કરો છો.? 

શી: ઓહ, એક તો તમે રોંગ કોલ કરો છો અને ઉલટાની મને સલાહ આપો છો.?

હી: સલાહ નહીં મિસ..પણ, આટલું હાઇ ટેમ્પર સારું નહિ..! 

શી: ઓ હેલો, કામ કરો તમે તમારું..તમને ખબર છે હું કેટલી અગત્યની મિટિંગમાં હતી છતાંયે મેં કોલ લીધો ?

હી : તો.? 

શી : તો મતલબ ? ઓહ ગોડ, હું કેમ તમારી જોડે જીભાજોડી કરું છું..? 

હી: મને ખબર છે કે તમે મારી સાથે જીભાજોડી નથી કરતા, વાતો કરો છો, ઉલટાનું તમારું મન અત્યારે કૈક જુદું જ ઈચ્છે છે. તમે જ્યાં છો, ત્યાં તમારું મન નથી..!"

શી: વાવ ..પહેલા સલાહ, ને હવે ફિલોસોફી, તમે પોતાની જાતને શું સમજો છો ?

હી: તમે કુલ થાઓ તો કહુંને કે હું મને શુ સમજુ છું. મીસ.. મિસ..શું નામ કહ્યું તમે તમારું?

શી: શર્વરી..ઓહ.. ઓહ..ગોડ..મેં કેમ તમને નામ કહ્યું.? મારે કેમ કહેવું જોઈએ.? એક્ચ્યુઅલી મારે તમારી સાથે વાત જ કેમ કરવી જોઈએ.? 

હી: કેમ કે તમારે વાત કરવી છે, કેમ કે તમે કોઈકના ફોનની રાહ જોતા હતાં. એટલે જ તમે અનનોન નંબર પણ ઉપાડ્યો. તમને હતું કે તમે જેની રાહ જુઓ છો તે કોઈ અજાણ્યા જ નંબરથી ફોન કરશે તો.? ને તમે મિટિંગ વચ્ચે પણ કોલ ઉપાડ્યો ને હું ભટકાઈ ગયો.!

શી: પ્લીઝ, તમે ફોન મૂકશો ? 

હી: ફોન કટ કરવાનું બટન તમારા મોબાઈલમાં ય છે ને શર્વરી, પણ તમે એમ ક્યાં કરો છો ? કેમ કે તમે બેચેન છો, તમે તમારા પ્રિય એવા કોઈકનું સાંનિધ્ય ઝંખી રહ્યા છો, તમારું શરીર જ્યાં છે ત્યાં તમારું મન નથી. કહો શુ પ્રોબલેમ છે.?

શી: ઓકે ફાઈન..કહું છું, પણ હું એક સ્ટ્રેનજર કેમ કઈ કહું?

હી: સરસ, આ યોગ્ય રીત છે વાત કરવાની, તો હું છું એડવોકેટ અનિરુદ્ધ.,માતા, પિતા,પત્ની અને બે દીકરીઓ સાથે અમદાવાદમાં રહું છુ. વળી, તમે મને આગંતુક કહી શકો છો.

શી :ઓહ, તમે લોયર છો ? મારે સાચે જ એક વકીલ જોઈએ છે, માય ગોડ..અને તમારી સાથે વાત કરતા એટલું તો સમજાયું છે કે તમે મારી સ્થિતિ સમજી શકશો. આપણે કયારે મળી શકીયે.?

હી : એની ટાઈમ..મારા ઘેર આવશો તો મારી વાઈફના હાથની ચા મળશે અને તમારા ઘેર બોલાવશો તો હું એકલી ચા નહીં પીઉં સાથે નાસ્તો પણ લઈશ.!

 શી :હા, બાપા..હું નાસ્તો આપીશ અને જમાડીશ ય ખરી, મારા ઘેર આવજો. મારા મોમડેડને પણ સારું લાગશે. હવે હું મિટિંગ જોઈન કરું ?

હી: મન અને શરીર સાથે રાખવાના હોય તો ચોક્કસ.!

શી: હા, તમારી સાથે વાત કરીને સારું લાગે છે,એટલે મન લાગશે. પણ, એક વાત કહું.? તમે થોડાક અજીબ છો.!"

હી : અને તમને એક વાત કહું..? તમારો અવાજ સુંદર છે, મારી જિંદગીનો સૌથી કોકિલ રોંગ નંબર આજે લાગ્યો...!"

શી : બસ હવે, આને ફ્લર્ટ કહેવાય, સમજ્યા.? તમે પરણેલા છો, અને મારે પણ એડવોકેટ કોર્ટ મેરેજ નોંધાવવા માટે જ જોઈએ છે...! કહીને તેના હાસ્યનો મધુર અવાજ રણકાવતા તેણે ફોન મૂક્યો.

"બોલો, કોઈના વખાણ કરવા એ પણ ગુનો છે..!" એમ વિચારતા આંગતુકે ફોનડાયરી હાથમાં લીધી. તેમાં જોઈને હવે રાઈટ નંબર લગાવ્યો. તેના અસીલે ફોન ઉપાડ્યો. આગંતુક બોલ્યો," ભાઈ સમીર, મેં એક રોંગ નંબર લગાવીને તારી શર્વરી જોડે વાત કરી જ લીધી છે, ઉલટાનો તેના મોમડેડને મળવા પણ હું જ જવાનો છું, હું પ્રયત્ન કરીશ કે તેઓના આશીર્વાદથી તમારા લગ્ન પાર પડે. અન્યથા...પછી ભાગીને પરણવાનું તો છે જ. અને હા..શર્વરીને હમણાં જણાવવાની જરૂર નથી કે તારો એડવોકેટ પણ હું જ છું, કેટલીક વખત અજાણ્યા બની રહેવાથી ખૂબ સારા પરિણામ આવે છે...!"


Rate this content
Log in

Similar gujarati story from Romance