રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૮
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૮
આગળના ભાગમાં આપણે જોયું કે, જેકીએ પોલીસનો સાથ આપીને લંડનમાં તબાહીથી લોકોને બચાવ્યા અને એ જ વાતની વિકી, હૅલન કે શનાયાને ખબર ના પડવા દીધી. આ વાતથી વિકી બહુ જ ગુસ્સે થઈને શનાયા-હૅલન સાથે નીકળ્યો અને ત્યાં જ હૅલન રડવા લાગી અને બધા જ ખુબ આશ્ચર્યચકિત થઈને એની સામે જોવે છે ને ગાડી બાજુમાં પાર્ક કરી છે.
'હૅલન, વૉટ હેપ્પન્ડ? એમાં તમારો વાંક નથી. પોતાની જાતને આટલી જવાબદાર માનવાની જરૂર નથી. તમે તમારી જિંદગીમાં ઘણું જોયું છે અને ઘણું સહન કર્યું છે. હવે દુઃખી થઈને અવનાર સારા સમયને શું કામ વેડફો છો? અમે તમારી સાથે છીએ. તમારો નવો પરિવાર બનીને તમને જીવનભર સાથે જ રાખીશું. બસ, મારા અને શાનયાના લગ્નની જ વાટ છે.', વિકીએ હૅલનને સંબોધીને કહ્યું.
'ઠીક છે. ઘરે લઇ લે. મારે આરામ કરવો છે.' હૅલન થાકી ગઈ છે અને ખુબ જ સ્ટ્રેસમાં છે.
વિકીએ ગાડી ભગાવી અને સીધી એના ઘરે આવીને ગેરેજમાં પાર્ક કરી.
'તમે બંને આરામ કરો, હું જમવાની વ્યવસ્થા કરું છું. શનાયા, પ્લીઝ હૅલનનું ધ્યાન રાખ. હું બસ હમણાં આવ્યો.', વિકી બોલ્યો.
હૅલન અને શનાયા ઉપ્પર રૂમમાં જાય છે. વિકી બાથરૂમમાં જઈને થોડી ફ્રેશ થઈને બહાર આવે છે. સોફા પર બેસી જાય છે. જેકી એની સાથે આવીને બેસે છે.
'દોસ્ત, વિકી..... પ્લીઝ. મારી વાત સાંભળ.'
'જેકી.... મને થોડો સમય એકલા રહેવું છે. પ્લીઝ..'
'ઠીક છે, સમજાય છે મને બધું જ. નહતું કહેવું મારે બધાને, બધાને તકલીફમાં મેં જ મૂક્યાં હતાં તો મારે જ એમને એમાંથી બહાર કાઢવા'તા. માનસિક ત્રાસ અને ચિંતામાં નાખીને હું તમને હેરાનગતિ થાય એવું કામ કરવા નહતો માંગતો. સંજય સાહેબે મને પ્રોમિસ કર્યું હતું કે બધું જ એ ઠીક કરી દેશે અને વાત અહીંયા પુરી થઇ જાય છે. 'અંત ભલા તો સબ ભલા', કદાચ એવું આંટી જ કેહતા'તા ને વિકી? તું બહ
ુ જ સમજદાર છે ને? મને કેમ સમજી ના શક્યો? હું કોઈ આતંગવાદી સંગઠનમાં જોડાયેલ નથી. હું પણ એક આમ આદમી છું. સમજુ છું કે આવા નાજુક સમયે કોઈ પણ કઈ પણ વિચારી શકે. હું તને બધું કહી દેત, તો તું મને કઈ કરવા ના દેત. વિકી, મને માફ કરી દે. હું હવે દરે કદમ ધ્યાનથી જ કરીશ. ચાલ ને યાર, ઇન્ડિયા. તારા લગ્નમાં મારે ધૂમ નાચવાનું છે.' જેકીએ વિકીને ગળે લાગીને કહ્યું.
'જેક, તું એવું કરીને મને મનાવી લે છે. જે થયું એને કોઈ બદલી નહિ શકે. હવે ચાલ ઇન્ડિયાની ટિકિટ્સ કરાય ચાર અને હા, એ તારી સ્પોન્સર રહેશે. હું આવું છું હૅલન અને શનાયાને નીચે લઈને.', વિકી દોડતો ઉપર ગયો.
વિકી-શનાયાના લગ્ન માટે જેકી અને હૅલન પણ ઇન્ડિયા ગયા. લગ્ન કરીને બધા સાથે આવ્યા લંડન અને ફરી પોતાના જીવનની નવી શરૂઆત કરવા લાગ્યા.
'શનાયા, પ્લીઝ બેબઝ, આ તડકો આવે છે. કર્ટેઇન બંધ કરીને સુઈ જ ને આજે સેટરડે છે અને રજાના દિવસે તો શાંતિથી સુઈ રહે.', વિકી ઊંઘમાં બોલ્યો.
'પતિદેવ, તમારે ઠીક છે. મારે આજે એક મિટિંગમાં જવાનું છે અને સાથે હૅલનને બહાર લઈને જવાનું છે સાંજે. એમને ઘરે રહીને કંટાળો આવે છે અને તમે જેકી સાથે એકલા એમને જવા નથી દેતા. મારા દેવરજીની બહુ કમ્પ્લેઇન છે હો!', શાનયા બોલતી રહી.
'શાનયા.......', વિકિનો અવાજ આવ્યો એટલે એ ઊંઘી ફરી.
'વિકી-જેકી અને હૅલન એ બૂમ પાડી.', હેપ્પી બર્થડે માય ડિયર ડાર્લિંગ શનાયા..............' કેક સાથે કેપ પહેરીને બધાએ વિષ કર્યું. શનાયા થોડી ઇમોશનલ થઇ ગઈ અને એક પરફેક્ટ ફેમિલી પિક્ચરની સેલ્ફી લેવાઈ.
આ જ જિંદગીની સફર છે. આ જ રંગીન દુનિયાનું મેઘધનુષ્ય છે જેમાં બધા જ રાગો ભેગા મળીને એક પેરફેક્ટ મેઘધનુષ્ય જેમ રચાય એમ જિંદગીમાં ઉતાર-ચઢાવ અને સુખ-દુઃખની રેખા ચાલ્યા જ કરે છે અને એ જ જિંદગી છે અને એમાં જ મઝા છે.