BINAL PATEL

Drama Thriller

3  

BINAL PATEL

Drama Thriller

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૭

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૭

4 mins
712


સમય જતા બધું જ બદલાય અને સમયે પણ કરવત લીધી. જેકી હજી કાર પાર્ક કરીને આવ્યો નથી. વિકી-શનાયા અને હૅલન હજી એની રાહ જોવે છે.


'શનાયા, હજી કેમ આ આવ્યો નથી જેકી? મને ચિંતા થાય છે.', હૅલન બોલ્યા.


'હું તમને મળવા આવ્યો અને તમે મને આમ રસ્તામાં બોલાવીને ફોન નથી ઉપાડતા. હું ૧ કલાકથી તમને કોલ કરું છું. તમે ક્યાં છો? જલ્દી મળો, પ્લીઝ.... પેલા લોકો મારી રાહ જોતા હશે અને ચિંતામાં હશે. પ્લીઝ..', જેકી ફોનમાં વાત કરે છે. 


'બોલો, અહીંયા છું હું.'


'તમે પ્લીઝ હૅલન અને અમારી જિંદગીથી દૂર થઇ જાઓ. તમને જે જોઈએ એ બધું જ હું આપવા રેડી છું. બસ મને અને મારા સુખી નાના પરિવારને હેરાન કરવાનું અને એની પર દેખ-રેખ રાખવાનું છોડી દો. અમને અમારી જિંદગી શાંતિથી જીવવા દો. હું બસ એટલું જ ઈચ્છું છું કે તમે મને સમજી અને શાંતિથી અહીંયા બધી જ વાતનો નિવેડો લાવો. મને ખબર છે કે હૅલન બહુ ડરે છે એટલે અમારી સામે કઈ કેહતી નથી. એ અમારા માટે 'માં' સમાન છે. તમને હવે શું જોઈએ છે એ માંડીને વાત કરો.', જેકી એ માણસ સામે બધું જ બોલી ગયો. 


'મિ. સ્માર્ટ... મારા કામની વાત એમાં એ જ છે કે તે મને પૂછ્યું કે મારે શું જોઈએ છે?? લંડનમાં એક કોન્ફરન્સ થવાની છે એમાં અહીંયાના પ્રાઈમ મિનિસ્ટર..... ખલ્લાસ........... બોલ કરીશ કામ??', પેલો ઉંમરલાયક માણસ બોલ્યો.


'યુ બાસ્ટર્ડ... આઈ વિલ કિલ યુ.... ', જેકીએ ફેંટ પકડી એને મારવા ગયો.


'લિવ.. લિવ.. લિવ હિમ. મિ. જેકી... લિવ હિમ રાઈટ નાવ..'


ઓલ્ડ મેનને છોડાવવા બીજા ૩ માણસો આવી ગયા. 


'મિ. સ્મિથ. કમ વિથ અસ.'


'હાવ વુડ યુ નો અબાઉટ માય નેમ.'


'અબ્દુલ નામ હે મેરા, સબકી ખબર રાખતા હું જનાબ.',(સિવિલ પોલીસના વેશમાં આવેલ એક પોલીસે ડાયલોગ મારી સ્મિથની ઊંઘ ઉડાડી. એ પોલીસ બીજું કોઈ નહિ પરંતુ ઇન્ડિયન હતો અને ઘણા વર્ષોથી લંડનમાં જ છે એટલે સિટીઝન થઈને પોલીસની નોકરી સ્વીકારી હિન્દુસ્તાનીઓની મદદ પહેલા કરતો.)


'યુ ચીટર. મિ. જેકી. હવે તો તને અને તારા સુખી-નાના પરિવારને કદી નહિ છોડું. આ જે તે કર્યું છે એનું ભુગતાન બહુ મોટું હશે. અને હવે તને એમાંથી કોઈ નહિ બચાવી શકે.', ધમકી આપતો સ્મિથ પોલીસના કહેવાથી કારમાં બેસી ગયો.


'લિવ જેકી. એની વાતનું બહુ ધ્યાન ના રાખીશ. હવે તું જા. આગળ અમે જોઈ લઈશું. પ્રાઈમ મિનિસ્ટર અને લંડનના કોઈ પણ લોકોને કઈ નહિ થવા દઈએ અને હા, વિકી-શનાયા અને હૅલન પાસે પણ અમે સિવિલ પોલીસ મોકલી દીધી છે. એ આવતા જ હશે. તું હવે નિરાંતે તારું કામ કર અને ભૂલી જા કે આવું કાંઈક તારી લાઈફમાં થયું છે. વી આર પ્રાઉડ ઓફ યુ. કીપ અપડેટિંગ. વી આર વિથ યુ ઓલ્વેઝ.', સંજય શર્મા પોલીસ ઇંસ્પેક્ટરે કહ્યું.


'થેન્ક યુ સર.'


'જેકી..............', વિકી-શનાયા અને હૅલન દોડીને આવ્યા.


'તારામાં કઈ બુદ્ધિ છે નહિ? તું ખરેખર આજે પણ નાનપણમાં હતો એવો જ છે. બસ તારું મન કર્યું એટલે તે આ પગલું ભરી લીધું. તું કદી મને સામેથી કઈ કહેતો જ નથી. પહેલા પણ એ જ તકલીફ હતી અને આજે તો તે હદ કરી. હવે કઈ સફાઈ ના આપીશ અને મારી સાથે વાત ના કરીશ પ્લીઝ. તું અને તારું કામ.. બસ તું ખુશ રહેજે. હું ઘરે જાઉં છું અને શાનયાને સાથે લઈને જાઉં છું. તને અને હૅલનને મારા ઘરે આવવાનું છું. હવે થોડા દિવસ આપણે મારા ઘરે રહીશું પણ પણ પણ મારી સાથે વાત કરવાની તો કોશિશ જ ના કરીશ. ચાલો હવે...' વિકી બોલી ગયો..


બધા ગાડીમાં બેઠા છે અને એની સાથે બધાએ મૌનવ્રત ધારણ કર્યું છે. ક્યારેક માણસ પાસે શબ્દો નથી હોતા અને ક્યારેક સમજવા માટે સમજશક્તિ નથી હોતી. અત્યારે બસ આવું જ કાંઈક થઇ રહ્યું હતું.


'વિકી. હું શું કહું છું કે,.......', જેકી કાંઈક બોલ્યા ગયો.


'પ્લીઝ. ના પાડી ને મેં? મારી સાથે વાત ના કરીશ અને મારે તારા મોઢાથી કઈ જ સાંભળવું નથી. બસ તું અને તારી દુનિયા અને તારા વિચારો, તારા નિર્ણયો બસ બધું જ તારું છું. તું પ્લીઝ અત્યારે ચૂપ જ રહેજે. પ્લીઝ. મારા મગજના બધા જ તાર આજે હલી ગયા છે જેકી.', વિકી થોડો વધારે ગુસ્સામાં બોલ્યો.


'પણ વિકી........... લિસન તો હિમ એટલીસ્ટ. ', શનાયા કાંઈક બોલવા ગઈ.


'શનાયા... પ્લીઝ. પ્લીઝ. અત્યારે હું કોઈ સાથે વાત કરવાના મૂડમાં નથી અને મને કોઈની વકાલત કરવાની જરૂર નથી. બેટર કે તું ચૂપ રહે.', વિકી ફરી તાડૂક્યો.


'હૅલન, તમારા કપડાં અને તમારી દવાઓ સાંજે લઇ આવીશું ઘરેથી. અત્યારે તમે ચિંતા વગર ઘરે જઈને આરામ કરજો. હવે ડોક્ટરે મને પણ ફરવાની અને કામ કરવાની છૂટ આપી છે. વધારે ચિંતા ના કરશો. હું સંભાળી લઈશ બધું જ.', વિકીએ હેલનનો ફેસ વચ્ચેના મિરરમાંથી જોતા કહ્યું.'


આ બધી વાત ચાલતી હતી અને હૅલન ધ્રુસકે રડવા લાગ્યા. ગાડી ઘરના ગેટ પાસે ઉભી રાખી બધા ચિંતામાં આવી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama