રક્ષાબંધન
રક્ષાબંધન
કેવો પવિત્ર બંધન અને કેટલો સંબંધ છે રક્ષાબંધન. રક્ષા એટલે ભાઈ અને બંધન એટલે બેની. બેનીની રક્ષા કરે એક એવો ભાઈ. આરતીની કહાની. ત્રણ બહેનો જ એક પણ ભાઈ નહિ. નાનપણથી જ ભાઈ ગમતો હતો. જ્યારે સમજણી️ થઈ ત્યારે ભાઈ માટે ખૂબ ઝંખના કરતી. ખૂબ એકાંતમાં રડતી. કોઈ ભાઈ બહેનને જુએ તો મનમાં ખૂબ દુઃખ થતું કહેવાય ને કે ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ખૂબ દુઃખ આપે એવી જ હાલત આરતીની થાતી.
મનોમન ઈશ્વર સાથે ઝગડતી અને કહેતી કેમ બધી બહેનને ભાઈ છે મારે કેમ નહિ ? ખૂબ ગુસ્સો કરે પણ શું થાય ? નસીબમાં જે લખ્યુ છે એજ થવાનું છે ! સમય જાતા આગળતો વધી જાય છે પણ મનમાં જે ભાઈ નથી ને એ ડંખ વાગ્યા જ કરે છે. કુટુંબ કબીલાના બધાજ ભાઈ કહેવાય પણ માડી જાયા વીરની તો વાત જ અલગ છે બાપ ! જીવનમાં કંઈપણ થયું હોયને તો આપણો ખૂદનો સગો ભાઈ હોય તો પડખે છાંયો બનીને ઊભો રહે.
વેદના થાય છે જ્યારે કોઈ પ્રસંગ હોય અને એમાં ભાઈ ન હોય. ભાઈ વિના ખાલીપો લાગે છે મનમાં અને જીવનમાં. હર રક્ષાબંધન આવે અને આરતી પોતાનો સગો ભાઈ જ યાદ આવે. આ તહેવાર માં બધી બેનડીના મનમાં આનંદ આનંદ હોય છે કારણ કે એ સગા પોતાના ભાઈ ને રાખડી બાંધતી હોય છે જ્યારે આરતી દુનિયાની સામે તો ખુશ છે પણ દિલમાંથી અંતર આત્મામાંથી રૂદનની ધાર વહેતી હોય છે. પણ કોને કહે ? કોણ એના દુઃખી મનની વેદના સમજે ? કેમ બધાને જતાવે કે તે તેના ભાઈ માટે રડે છે જે ઈશ્વરે એને આપ્યો નથી.
સમયના ચક્રની સાથે ફરતું રહે છે આમજ જીવન આરતીનું. હા બધા કુટુંબી ભાઈ ઓના હાથમાં રાખડી બાંધે છે આરતી પણ એના મનમાં જે વસવસો છે સગો ભાઈ ન હોવાનો એ એનાથી ભૂલાતો નથી આરતી ની રજૂઆત છે ઈશ્વર સમક્ષ કે ભલે બહેનો આપે પણ એ બહેનો ને રાખડી બાંધવા માડી જાયો વીરો આપે જેની છાંયામાં બેનડીઓની રક્ષા રહે.
ભાઈ વિનાની બહેનની વ્યથા મારાથી વિશેષ કોણ સમજે ?
હે પ્રભુ ! અરજ મારી તને હર બહેનને રાખડી બાંધવા "રક્ષાબંધનમાં" માડી જાયો વીર દેજે.
