વિધાતા
વિધાતા
ભગવાનનો સાક્ષાત્કાર છે માતા-પિતા,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
સુખની ચાદર ઓઢાડે, સુખના હિંડોળે ઝૂલાવે,
માતા-પિતા જ સાચા ભગવાન એજ વિધાતા,
દુઃખની ન આવવા દે કદી જીવન પર છાંયા,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
હોંશે હોંશે જિંદગી જીવાડે અરમાન પૂરા કરે સારા,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
જન્મ આપે જ્યારે ભોગવે અપાર દુઃખ વેદના,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
ઋણ ન કદી ઉતારી શકીએ એનું,
એના ચરણોમાં જ ચાર ધામ જાત્રા,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
જિંદગી જીવવાના સાચા માર્ગદર્શન આપે,
સંસ્કાર સત્કર્મના આપે વારસા,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા
પરિવારના મોભી દુઃખ ના આવવા દે કદી,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા,
રહો સદા અમારી પાસ, લાખ લાખ મળે અમને તમારા આશીર્વાદ,
માતા-પિતા જ સાચા ભગવાન એ જ વિધાતા.
